Numbers 7

Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)

← Chapter 6 Chapter 8 →
12તેમણે પોતાનાં અર્પણો નીચેના ક્રમમાં રજૂ કર્યાં. [દિવસ] — [કુળ] — [આગેવાન] પહેલો — યહૂદા — આમ્મીનાદાબનો પુત્ર નાહશોન બીજો — ઇસ્સાખાર — સૂઆરનો પુત્ર નાથાનાએલ ત્રીજો — ઝબુલૂન — હેલોનનો પુત્ર એલિયાબ ચોથો — રૂબેન — શદેઉરનો પુત્ર એલિસૂર પાંચમો — શિમયોન — સૂરીશાદ્દાયનો પુત્ર શલૂમીએલ છઠ્ઠો — ગાદ — દેઉએલનો પુત્ર એલ્યાસાફ સાતમો — એફ્રાઇમ — આમ્મીહૂદનો પુત્ર એલિશામા આઠમો — મનાશ્શા — પદાહસૂરનો પુત્ર ગમાલિયેલ નવમો — બિન્યામીન — ગિદિયોનીનો પુત્ર અબિદાન દસમો — દાન — આમ્મીશાદ્દાયનો પુત્ર અહીએઝેર અગિયારમો — આશેર — ઓક્રાનનો પુત્ર પાગીએલ બારમો — નાફતાલી — એનાનનો પુત્ર અહીરા બધા આગેવાન જે ભેટો લાવ્યા તે એક્સરખી હતી: પવિત્રસ્થાનના તોલમાપ પ્રમાણે આશરે દોઢ કિલોગ્રામ ચાંદીનો થાળ અને આશરે પોણા કિલોગ્રામ ચાંદીનો પ્યાલો. આ બંને પાત્રોમાં ધાન્યઅર્પણ માટે તેલથી મોહેલો લોટ ભરેલો હતો. એ ઉપરાંત આશરે એક્સોદસ ગ્રામ સોનાનું ધૂપથી ભરેલું ધૂપપાત્ર હતું. દહનબલિને માટે એક વાછરડો, એક ઘેટો અને એક વર્ષનો નર હલવાન હતા. પ્રાયશ્ર્વિતબલિને માટે એક બકરો હતો. તે ઉપરાંત સંગતબલિ માટે બે વાછરડા, પાંચ ઘેટા, પાંચ બકરા અને એક વર્ષના પાંચ હલવાન હતાં.
84યજ્ઞવેદીના પ્રતિષ્ઠાર્પણવિધિ પ્રસંગે ઇઝરાયલીના કુટુંબોનાં બાર આગેવાનોએ આપેલી કુલ ભેટો નીચે પ્રમાણે છે: ચાંદીના બાર થાળ અને ચાંદીના બાર પ્યાલા અને સોનાનાં બાર ધૂપપાત્રો. પવિત્રસ્થાન તોલમાપ પ્રમાણે દરેક થાળનું વજન આશરે દોઢ કિલો હતું, પ્યાલાનું વજન આશરે પોણો કિલોગ્રામ હતું. સોનાના ધૂપપાત્રનું વજન આશરે 110 ગ્રામ હતું. દહનબલિને માટે પ્રાણીઓની કુલ સંખ્યા આ પ્રમાણે હતી: બાર વાછરડા, બાર ઘેટા, એક વર્ષની ઉંમરના બાર નર હલવાન; તે સાથે જરૂરી ધાન્યઅર્પણ. પ્રાયશ્ર્વિતબલિ માટે કુલ બાર બકરા હતા. તે ઉપરાંત સંગતબલિ માટે પ્રાણીઓની કુલ સંખ્યા આ પ્રમાણે હતી: ચોવીસ આખલા, સાઠ ઘેટા, સાઠ બકરા અને એક વર્ષની ઉંમરનાં સાઠ હલવાન. વેદીની પ્રતિષ્ઠાર્પણવિધિ પ્રસંગે આ ભેટોનું અર્પણ કરવામાં આવ્યું.
← Chapter 6 Chapter 8 →