bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
/
1 Kings 18
1 Kings 18
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
← Chapter 17
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 19 →
1
લાંબા સમય પછી એમ થયું કે, ત્રીજે વર્ષે એલિયા પાસે યહોવાની એવી વાણી આવી, “તું આહાબને મળવા જા; અને હું પૃથ્વી પર વરસાદ મોકલીશ.”
2
અને એલિયા આહાબને મળવા ગયો.એ વખતે સમરુનમાં દુકાળ સખત હતો.
3
અને આહાબે પોતાના ઘરના કારભારી ઓબાદ્યાને બોલાવ્યો. (હવે ઓબાદ્યા તો યહોવાથી ઘણો બીતો હતો,
4
કેમ કે ઇઝબેલ યહોવાના પ્રબોધકોને મારી નાખતી હતી. ત્યારે એમ થયું કે ઓબાદ્યાએ સો પ્રબોધકોને લઈને પચાસ પચાસની ટોળી કરીને તેમને ગુફામાં સંતાડ્યાં, ને રોટલી તથા પાણીથી તેમનું પોષણ કર્યું.)
5
આહાબે ઓબાદ્યાને કહ્યું, “આખા દેશમાં ફરીને પાણીના સર્વ ઝરા આગળ તથા સર્વ નાળા આગળ જા, કદાચ આપણને ઘાસચારો મળી આવે, ને આપણે ઘોડા તથા ખચ્ચરના જીવ બચાવી શકીએ, જેથી આપણે બધાં જાનવર ખોઈ ન બેસીએ.”
6
તેથી આખા દેશમાં ફરી વળવા માટે તેઓએ માંહોમાંહે તેના ભાગ પાડી લીધા; આહાબ એક તરફ એકલો ગયો, ને ઓબાદ્યા બીજી તરફ એકલો ગયો.
7
૧ શમુ.અને ઓબાદ્યા માર્ગમાં હતો ત્યારે, જુઓ, એલિયા તેને મળ્યો.ઓબાદ્યાએ એલિયાને ઓળખીને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા અને પૂછ્યું, “હે મારા મુરબ્બી એલિયા, એ શું તમે છો?”
8
એલિયાએ તેને ઉત્તર આપ્યો, “હા હું જ છું. જા, તારા માલિકને કહે કે, જો એલિયા આવ્યો છે.”
9
ઓબાદ્યાએ કહ્યું, “મેં શો અપરાધ કર્યો છે કે તમે મને મારી નંખાવવા માટે આ તમારા સેવકને આહાબના હાથમાં સોંપવા ઇચ્છો છો?
10
તમારા ઇશ્વર યહોવાના જીવના સમ કે, એવી કોઈ પ્રજા કે રાજ્ય નથી કે, જ્યાં તમારી શોધ કરવા મારા ધણીએ માણસ મોકલ્યા ન હોય, અને જ્યારે તેઓએ કહ્યુ. ‘તે અહીં નથી, ’ ત્યારે તમે તેઓને નથી મળ્યા, એ બાબતના સમ તેણે તે રાજ્ય તથા પ્રજાને ખવડાવ્યા.
11
અને હમણાં તમે કહો છો, ‘જા, તારા ધણીને કહે કે, જો, એલિયા [આવ્યો છે].’
12
અને હું તમારી પાસેથી જઈશ કે, તરત એમ બનશે કે યહોવાનો આત્મા હું ન જાણું ત્યાં તમને લઈ જશે. અને હું જઈને આહાબને ખબર આપું, ને તમે તેને ન મળો, તો તે મને મારી નાખે; પણ હું તમારો સેવક મારા નાનપણથી યહોવાથી બીતો આવ્યો છું.
13
ઇઝબેલ યહોવાના પ્રબોધકોને મારી નાખતી હતી ત્યારે મેં જે કર્યું એટલે મેં યહોવાના પ્રબોધકોમાંથી સો માણસોને પચાસ પચાસની ટોળી કરીને ગુફામાં કેવા સંતાડ્યા, ને રોટલી તથા પાણીથી તેઓનું પોષણ કર્યું, તેની ખબર મારા મુરબ્બીને નથી મળી શું?
14
અને હમણાં તમે કહો છો કે, જો, એલિયા [આવ્યો છે] ‘અને તે મને મારી નાખશે.”
15
એલિયાએ કહ્યું, “સૈન્યોના યહોવા કે જેમની સમક્ષ હું ઊભો રહું છું, તેમના સમ કે, હું નક્કી આજે તેને મળીશ.”
16
આથી ઓબાદ્યા જઈને આહાબને મળ્યો, ને એને ખબર આપી. અને આહાબ એલિયાને મળવા ગયો.
17
આહાબે એલિયાને જોયો ત્યારે એમ થયું કે આહાબે તેને કહ્યું, “હે ઇઝરાયલને દુ:ખ આપનાર, એ શું તું છે?”
18
એલિયાએ ઉત્તર આપ્યો, “મેં તો ઇઝરાયલને દુ:ખ આપ્યું નથી.પણ તેં તથા તારા પિતાના કુટુંબે [તો આપ્યું છે], કેમ કે યહોવાની આજ્ઞાઓનો ત્યાગ કર્યો છે, ને તેં બાલીમની ઉપાસના કરી છે.
19
તો હવે માણસ મોકલીને સર્વ ઇઝરાયલને તથા બાલના ચારસો પચાસ પ્રબોધકોને તથા ઇઝરાયલની મેજ પર જમનારા એશેરા [દેવી] ના ચારસો પ્રબોધકોને કાર્મેલ પર્વત પર મારી પાસે એકત્ર કર.”
20
એથી આહાબે સર્વ ઇઝરાયલી લોકો પાસે માણસો મોકલીને પ્રબોધકોને કાર્મેલ પર્વત પર ભેગા કર્યા.
21
અને એલિયાએ સર્વ લોકની નજીક આવીને કહ્યું, “તમે ક્યાં સુધી બે મતની વચ્ચે ઢચુપચુ રહેશો? જો યહોવા ઈશ્વર હોય; તો તેમને અનુસરો; પણ જો બાલ [દેવ હોય], તો તેને અનુસરો.”અને લોકો ઉત્તરમાં એક પણ શબ્દ બોલ્યા નહિ.
22
પછી એલિયાએ લોકને કહ્યું, “હું, હા, હું એકલો જ, યહોવાનો પ્રબોધક બાકી રહ્યો છું. પણ બાલના પ્રબોધકો તો ચારસો પચાસ છે.
23
તો અમને બે ગોધા આપો; અને તેઓ પોતાને માટે એક ગોધો પસંદ કરીને એના કાપીને ટુકડા કરે, ને તેને લાકડાં પર મૂકે, ને નીચે આગ ન મૂકે, અને હું બીજો ગોધો તૈયાર કરીને તેને લાકડાં પર મૂકીશ, ને નીચે આગ નહિ મૂકું.
24
અને તમે તમારા દેવને નામે વિનંતી કરજો ને હું યહોવાને નામે વિનંતી કરીશ; અને જે દેવ અગ્નિ દ્વારા ઉત્તર આપે તેને જ ઈશ્વર માનવો.” સર્વ લોકોએ ઉત્તર આપ્યો, “એ વાત તો ઠીક છે.”
25
અને એલિયાએ બાલના પ્રબોધકોને કહ્યું, ”તમે તમારે માટે એક ગોધો પસંદ કરીને તેને પહેલો તૈયાર કરો, કેમ કે તમે ઘણા છો, અને તમારા દેવને નામે વિનંતી કરો, પણ નીચે કંઈ પણ અગ્નિ મૂકતા નહિ.
26
જે ગોધો તેમને આપવામાં આવ્યો તે લઈને તેઓએ તે તૈયાર કર્યો. અને બાલને નામે સવારથી તે છેક બપોર સુધી વિનંતી કરી, “હે બાલ, અમને ઉત્તર આપો.” પણ કંઈ વાણી થઈ નહિ, ને ઉત્તર આપનાર કોઈ ન હતો.અને જે વેદી બાંધવામાં આવી હતી તેની આસપાસ તેઓએ કૂદાકૂદ કરી મૂકી
27
બપોરે એમ થયું કે એલિયાએ તેઓની મશ્કરી કરીને કહ્યું, “મોટેથી પોકારો, કેમ કે તે દેવ છે; તે તો વિચારમાં ગૂંથાયેલો હશે કે, એકાંતમાં હશે કે, મુસાફરીમાં હશે કે કદાચ તે ઊંઘતો હશે, માટે તેને જગાડવો જોઈએ.”
28
તેઓએ મોટેથી પોકાર કર્યો, ને પોતાની રીત પ્રમાણે પોતાને તરવારથી તથા ભાલાથી એટલે સુધી ઘાયલ કર્યા કે, તેમના પર લોહીની ધારાઓ વહેવા લાગી.
29
બપોર થઈ ગયા પછી એમ થયું કે સાંજનું અર્પણ ચઢાવવાના સમય સુધી તેઓએ પ્રબોધ કર્યો. પણ કંઈ વાણી થઈ નહિ, તેમ જ ઉત્તર આપનાર કે ગણકારનાર કોઈ ન હતું.
30
અને એલિયાએ સર્વ લોકોને કહ્યું, “મારી પાસે નજીક આવો, ” અને સર્વ લોક તેની પાસે નજીક ગયા. અને યહોવાની વેદી જે પાડી નાખવામાં આવેલી હતી, તે તેણે સમારી.
31
અને યાકૂબ જેની પાસે યહોવાનું એવું વચન આવ્યું હતું, “તારું નામ ઇઝરાયલ થશે, ” તે યાકૂબના દીકરાઓનાં કુળોની સંખ્યા પ્રમાણે એલિયાએ બાર પથ્થર લીધા.
32
તે પથ્થરની તેણે યહોવાને નામે વેદી બાંધી. અને બે માપ બી માય એવડી ખાઈ તેણે વેદીની આસપાસ ખોદાવી.
33
તેણે લાકડાં સિંચ્યાં, ને ગોધાને કાપીને ટુકડા કરીને તેને લાકડાં પર મૂક્યો. તેણે કહ્યું, “ચાર માટલા પાણી ભરો, ને તે દહનીયાર્પણ પર તથા લાકડાં પર રેડો.”
34
પછી તેણે કહ્યું, “બીજી વાર એમ કરો, ” અને તેઓએ બીજી વાર એમ કર્યું. તેણે કહ્યું, “ત્રીજી વાર એમ કરો, ” અને તેઓએ ત્રીજી વાર એમ કર્યું.
35
આથી પાણી વેદીની આસપાસ વહ્યું. પછી તેણે ખાઈ પણ પાણીથી ભરી.
36
[સાંજનું] અર્પણ ચઢાવવાના સમયે એમ થયું કે એલિયા પ્રબોધક [વેદીની] પાસે આવ્યો, ને બોલ્યો, “હે ઇબ્રાહિમ, ઇસહાક તથા ઇઝરાયલના ઈશ્વર યહોવા, તમે જ ઈઝરાયલમાં ઈશ્વર છો, ને હું તમારો સેવક છું, ને મેં તમારા કહેવાથી આ બધું કર્યું છે, એમ આજે જણાવવા દો.
37
હે યહોવા, મારું સાંભળો, મારું સાંભળો કે, આ લોક જાણે કે, હે યહોવા તમે ઈશ્વર છો, અને તમે તેઓનાં હ્રદય પાછા ફેરવ્યાં છે.”
38
ત્યારે યહોવાના અગ્નિએ પડીને દહનીયાર્પણ, લાકડાં, પથ્થર તથા ધૂળ બાળીને ભસ્મ કર્યાં, ને ખાઈમાં જે પાણી હતું તે શોષી લીધું.
39
સર્વ લોકોએ તે જોયું ત્યારે તેઓ ઊંધા પડ્યા, અને તેઓએ કહ્યું, “યહોવા એ જ ઈશ્વર છે. યહોવા એ જ ઈશ્વર છે.”
40
અને એલિયાએ તેમને કહ્યું, “બાલના પ્રબોધકોને પકડો. તેઓમાંથી એકને નાસી જવા દેશો નહિ.” તેઓએ તેમને પકડ્યા. અને એલિયાએ તેમને કીશોન નાળા પાસે ઉતારી લાવીને ત્યાં તેમને મારી નાખ્યા.
41
પછી એલિયાએ આહાબને કહ્યું, “ઉપર જઈને ખા તથા પી, કેમ કે પુષ્કળ વરસાદનો અવાજ [સંભળાય] છે.”
42
માટે આહાબ ખાવાપીવા માટે ઉપર ગયો. અને એલિયા કાર્મેલનાં શિખર પર ચઢી ગયો. અને જમીન પર નીચા નમીને તેણે પોતાનું મુખ પોતાના ઘૂંટણો વચ્ચે રાખ્યું.
43
અને તેણે પોતાના ચાકરને કહ્યું, “ઉપર જઈને સમુદ્ર તરફ નજર કર.” તેણે ઉપર જઈને નજર કરીને કહ્યું, “કંઈ પણ નથી.” તેણે કહ્યું, “ફરી સાત વાર જા.”
44
અને સાતમી વારે ચાકરે કહ્યું, “જુઓ, માણસની હથેલી જેવડો નાનો મેઘ સમુદ્રમાંથી ઉપર ચઢે છે.” એલિયાએ કહ્યું, “ઉપર જઈને આહાબને કહે કે, [તારો રથ] જોડીને નીચે ઊતરી પડ કે, વરસાદ તને અટકાવે નહિ.”
45
થોડીવારમાં એમ થયું કે આકાશ મેઘ તથા વાયુથી અંધરાયું, ને વરસાદ બહું વરસ્યો. આહાબ [રથમાં] બેસીને યિઝ્એલ ગયો.
46
અને યહોવાનો હાથ એલિયા પર હતો. તે પોતાની કમર બાંધીને આહાબની આગળ આગળ યિઝ્એલની ભાગળ સુધી દોડ્યો.
← Chapter 17
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 19 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22