bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
/
1 Kings 22
1 Kings 22
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
← Chapter 21
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
1
અરામ તથા ઇઝરાયલની વચ્ચે યુદ્ધ વગરનાં ત્રણ વર્ષ વીતી ગયાં.
2
ત્રીજે વર્ષે એમ થયું કે યહૂદિયાનો રાજા યહોશાફાટ ઇઝરાયલના રાજાની પાસે આવ્યો.
3
ઇઝરાયલના રાજાએ પોતાના ચાકરોને કહ્યું, “શું તમે જાણો છો કે રામોથ-ગિલ્યાદ આપણું છે, ને આપણે છાનામાના બેસી રહ્યા છીએ, ને અરામના રાજાના હાથમાંથી તે લઈ લેતા નથી?”
4
ઇઝરાયલના રાજાએ યહોશાફાટને પૂછ્યું, “શું તમે યુદ્ધ કરવા માટે મારી સાથે રામોદ-ગિલ્યાદ આવશો?” યહોશાફાટે ઇઝરાયલના રાજાને કહ્યું, “જેવા તમે છો તેવો હું છું. જેવા તમારા લોક તેવા મારા લોક, ને જેવા તમારા ઘોડા તેવા મારા ઘોડા છે.”
5
યહોશાફાટે ઇઝરાયલના રાજાને કહ્યું, “યહોવાની શી ઇચ્છા છે તે કૃપા કરીને આજ પૂછી જુઓ.”
6
ત્યારે ઇઝરાયલના રાજાએ પ્રબોધકોમાંના આશરે ચાર સો જણને ભેગા કરીને તેમને પૂછ્યું, “હું યુદ્ધ કરવા માટે રામોથ-ગિલ્યાદ પર ચઢાઈ કરું કે પાછો રહું?” તેઓએ તેને કહ્યું, “ચઢાઈ કરો; કેમ કે યહોવા રામોથ-ગિલ્યાદને રાજાના હાથમાં સોપશે.”
7
પણ યહોશાફાટે પૂછ્યું, “શું આ સિવાય યહોવાનો કોઈ પ્રબોધક અહીં નથી કે, આપણે તેને પૂછી જોઈએ?”
8
ઇઝરાયલના રાજાએ યહોશાફાટને કહ્યું, “હજી એક માણસ છે કે, જેની મારફતે આપણે યહોવાને પૂછી જોઈએ. એ તો યિમ્લાનો દીકરો મિખાયા છે. પણ હું તેને ધિક્કારું છું, કેમ કે તે મારે વિષે સારું નહિ પણ માઠું ભવિષ્ય કહે છે. “યહોશાફાટે કહ્યું, “રાજાએ એમ ન બોલવું જોઈએ.”
9
પછી ઇઝરાયલના રાજાએ એક હજૂરિયાને બોલાવીને કહ્યું, “યિમ્લાના દીકરા મિખાયાને ઝટપટ તેડી લાવ.”
10
હવે ઇઝરાયલનો રાજા તથા યહૂદિયાનો રાજા યહોશાફાટ સમરુનના દરવાજાના મોખરે ખુલ્લા મેદાનમાં રાજ્યપોષાક પહેરીને પોતપોતાના રાજ્યાસન પર બેઠેલા હતા.અને સર્વ પ્રબોધકો તેમની આગળ પ્રબોધ કરતા હતા.
11
અને કનાનાના દીકરા સિદકિયાએ પોતાને માટે લોઢાનાં શિંગ બનાવીને કહ્યું, “યહોવા આમ કહે છે, ‘અરામીઓનો નાશ થતાં સુધી તું આ વડે તેમને હડસેલી કાઢશે.’”
12
અને સર્વ પ્રબોધકોએ એવો જ પ્રબોધ કર્યો, “રામોદ-ગિલ્યાદ પર ચઢાઇ કરીને ફતેહ મેળવ; કેમ કે યહોવા રામોદ-ગિલ્યાદને રાજાના હાથમાં સોંપશે.”
13
જે સંદેશવાહક મિખાયાને તેડવા ગયો હતો, તેણે મિખાયાને કહ્યું, “હવે પ્રબોધકોની વાણી સર્વાનુમતે રાજાને માટે સારું ભવિષ્ય કહે છે; તો કૃપા કરીને તમારું વચન પણ તેઓમાંના એકના વચન જેવું હોય, ને તમે પણ હિતવચન ઊચ્ચારજો.”
14
મિખાયાએ કહ્યું, “જીવતા યહોવાના સમ કે યહોવા મને જે કહેશે, તે જ હું બોલીશ.”
15
તે રાજાની પાસે આવ્યો, ત્યારે રાજાએ તેને પૂછ્યું, “મિખાયા, અમે યુદ્ધ કરવા માટે રામોથ-ગિલ્યાદ પર ચઢાઈ કરીએ કે, પાછા રહીએ?” મિખાયાએ રાજાને ઉત્તર આપ્યો, “ચઢાઈ કરીને ફતેહ મેળવો. અને યહોવા રામોથ-ગિલ્યાદને રાજાના હાથમાં સોંપશે.”
16
રાજાએ તેને કહ્યું, ”હું કેટલી વાર તને સોગન દઉં કે, તારે મને યહોવાને નામે સત્ય વગર બીજું કંઈ કહેવું નહિ?”
17
મિખાયાએ કહ્યું, “મેં સર્વ ઇઝરાયલને પાળક વગરનાં ઘેટાંની માફક પર્વતો ઉપર વિખેરાઈ ગયેલા જોયા. અને યહોવાએ કહ્યું, ‘એમનો કોઈ ધણી નથી; તેઓ પ્રત્યેક પોતપોતાને ઘેર શાંતિએ પાછા જાય.’
18
ઇઝરાયલના રાજાએ યહોશાફાટને કહ્યું, “શું, મેં તમને નહોતું કહ્યું કે, એ મારા વિષે સારું નહિ, પણ માઠું ભવિષ્ય કહેશે!”
19
અને મિખાયાએ કહ્યું, “એ માટે તમે યહોવાની વાત સાંભળો. મેં યહોવાને તેમના રાજ્યાસન પર બેઠેલા અને આકાશનું સર્વ સૈન્ય તેમને જમણે તથા ડાબે હાથે તેમની પાસે ઊભેલું જોયું.
20
અને યહોવાએ કહ્યું, ‘કોણ આહાબને ફોસલાવે કે તે રામોથ-ગિલયાદ પર ચઢાઈ કરે ને ત્યાં માર્યો જાય?” ત્યારે એકે આમ કહ્યું, અને બીજાએ તેમ કહ્યું.
21
પછી [એક] આત્માએ આગળ નીકળી આવીને યહોવાની સમક્ષ ઊભા રહીને કહ્યું, ‘હું તેને ફોસલાવીશ.’
22
યહોવાએ એને પૂછ્યું, ‘શાથી?’ એણે કહ્યું, “હું અહીંથી જઈને તેના સર્વ પ્રબોધકોના મુખમાં પેસીને જૂઠું બોલનાર આત્મા થઈશ.’ અને તેણે કહ્યું, ’તું તેને ફોસલાવી શકશે, ને વળી ફતેહ પણ પામશે; ચાલ્યો જા, ને એમ કર.’
23
માટે હવે, યહોવાએ આ તમારા સર્વ પ્રબોધકોના મુખમાં જૂઠું બોલનાર આત્મા મૂક્યો છે. અને યહોવા તમારું અહિત ઊચર્યા છે.”
24
ત્યારે કનાનાના દીકરા સિદકિયાએ પાસે આવીને મિખાયાને ગાલ પર [તમાચો] મારીને કહ્યું, “યહોવાનો આત્મા તારી સાથે બોલવા માટે મારી પાસેથી કયે માર્ગે થઈને ગયો?”
25
મિખાયાએ કહ્યું, “જો, જે દિવસે તું સંતાવા માટે અંદરની ઓરડીમાં ભરાઈ જશે, તે દિવસે તે તું જોશે.”
26
અને ઇઝરાયલના રાજાને કહ્યું, “મિખાયાને પકડીને તેને નગરના સૂબા આમોનની પાસે, તથા રાજાના પુત્ર યોઆશની પાસે પાછો લઈ જાઓ;
27
અને કહો કે, રાજા એમ કહે છે કે, ‘આને બંદીખાનામાં નાખો, ને હું શાંતિમાં [પાછો] આવું ત્યાં સુધી દુ:ખની રોટલીથી તથા દુ:ખના પાણીથી એનો નિર્વાહ કરજો.’”
28
મિખયાએ કહ્યું, “જો તું કદી પણ શાંતિએ પાછો ફરવા પામે, તો યહોવા મારી મારફતે બોલ્યા નથી [એમ સમજવું].” અને તેણે કહ્યું, “હે લોકો તમે સર્વ સાંભળો.”
29
પછી ઇઝરાયલના રાજાએ તથા યહૂદિયાના રાજા યહોશાફાટે રામોથ-ગિલ્યાદ પર ચઢાઈ કરી.
30
ઇઝરાયલના રાજાએ યહોશાફાટને કહ્યું, “હું મારો વેશ બદલીને યુદ્ધમાં જઈશ, પણ તમે તમારો પોશાક પહેરી રાખો.”અને ઇઝરાયલનો રાજા પોતાનો વેશ બદલીને યુદ્ધમાં ગયો.
31
હવે અરામના રાજાએ પોતાના બત્રીસ રથાધિપતિઓને આજ્ઞા કરી હતી, “માત્ર ઇઝરયલના રાજા સિવાય કોઈ પણ નાના કે મોટાની સાથે લડશો નહિ.”
32
અને રથાધિપતિઓએ યહોશાફાટને જોયો ત્યારે એમ થયું કે તેઓએ કહ્યું, ”નક્કી એ ઇઝરાયલનો રાજા છે.” એટલે તેઓ તેની સાથે યુદ્ધ કરવા માટે વળ્યા; એટલે યહોશાફાટે બૂમ પાડી.
33
અને રથાધિપતિઓએ જોયું કે એ તો ઇઝરાયલનો રાજા નહિ; ત્યારે એમ થયું કે એની પાછળ લાગવાથી તેઓ પાછા ફર્યા.
34
અને એક માણસે અનાયાસે ધનુષ્ય ખેંચીને ઇઝરાયલના રાજાને કવચના સાંધાની વચમાંથી બાણ માર્યું. માટે રાજાએ પોતાના સારથિને કહ્યું, “તારો હાથ ફેરવીને મને સૈન્યમાંથી બહાર લઈ જા; કેમ કે મને કારી ઘા લાગ્યો છે.”
35
અને તે દિવસે દારુણ યુદ્ધ મચ્યું. અને રાજાને ટેકો આપીને રથમાં અરામીઓની સામે ટટ્ટાર બેસાડી રાખવામાં આવ્યો હતો, ને સાંજે તે મરણ પામ્યો. અને તેના ઘામાંથી રક્ત વહીને રથને તળિયે ગયું.
36
અને આસરે સૂર્યાસ્ત વખતે આખા સૈન્યમાં એવો સાદ પડ્યો, “દરેક માણસે પોતાના નગરમાં તથા દરેક માણસે પોતાના દેશમાં [નાસી જવું].”
37
એમ રાજા મરણ પામ્યો, ને તેઓ તેને સમરુનમાં લાવ્યા. અને તેઓએ રાજાને સમરુનમાં દાટ્યો.
38
તેઓએ સમરુનના તળાવને તીરે હવે ત્યાં તો વેશ્યાઓ સ્નાન કરતી પેલો રથ ધોયો; અને યહોવા જે વચન બોલ્યા હતા, તે પ્રમાણે કૂતરાએ તેનું લોહી ચાટ્યું.
39
હવે આહાબનાં બાકીનાં કૃત્યો, તથા તેણે જે જે કર્યું, તેણે જે હાથીદાતનું ઘર બાંધ્યું, તથા તેણે જે જે નગરો બાંધ્યાં, તે સર્વ ઇઝરાયલના રાજાઓનાં કાળવૃતાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?
40
અને આહાબ પોતાના પિતૃઓ સાથે ઊંઘી ગયો, અને તેના દીકરા અહાઝ્યાએ તેને સ્થાને રાજ કર્યું.
41
અને આસાનો દીકરો યહોશાફાટ ઇઝરાયલના રાજા આહાબને ચોથે વર્ષે યહૂદિયા પર રાજ કરવા લાગ્યો.
42
યહોશાફાટ રાજ કરવા લાગ્યો, ત્યારે તે પાંત્રીસ વર્ષની વયનો હતો. તેણે પચીસ વર્ષ યરુશાલેમમાં રાજ કર્યું. તેની માનું નામ અઝુબા હતું, તે શિલ્હીની દીકરી હતી.
43
તે પોતાના પિતા આસાના પૂરેપૂરા માર્ગે ચાલ્યો, તેમાંથી આડો કે અવળો ન જતાં તેણે યહોવાની ર્દષ્ટિમાં જે સારું હતું તે જ કર્યું. તો પણ ઉચ્ચસ્થાનો કાઢી નાખવામાં આવ્યા નહિ. હજુ લોકો ઉચ્ચસ્થાનોમાં યજ્ઞ કરતા ને ધૂપ બાળતા હતા.
44
અને યહોશાફાટે ઇઝરાયલના રાજા સાથે સલાહ કરી.
45
હવે યહોશાફાટના બાકીનાં કૃત્યો, તથા તેણે જે પરાક્રમ બતાવ્યું તે, તથા તેણે કેવી રીતે યુદ્ધ કર્યું, એ સર્વ યહૂદિયાના રાજાઓનાં કાળવૃતાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?
46
જે પુમૈથુનીઓ તેના પિતા આસાના દિવસોમાં બાકી રહ્યા હતા, તેઓને તેણે દેશનિકાલ કર્યા.
47
અને અદોમમાં કોઈ રાજા ન હતો, એક સૂબો રાજ ચલાવતો હતો.
48
યહોશાફાટે સોનું લાવવા માટે ઓફીર મોકલવા માટે તાર્શીશી વહાણ બનાવ્યાં; પણ તે ત્યાં પહોંચ્યાં નહિ, કેમ કે વહાણ એસ્યોન-ગેબેર પાસે ભાંગી ગયાં.
49
ત્યારે આહાબના દીકરા અહાઝ્યાએ યહોશાફાટને કહ્યું, “મારા ચાકરોને તમારા તમારા ચાકરો સાથે વહાણ પર જવા દો.” પણ યહોશાફાટે ના પાડી.
50
પછી યહોશાફાટ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો, ને તેના પિતૃ દાઉદના નગરમાં તેના પિતૃઓની સાથે તેને દાટવામાં આવ્યો. અને તેની જગાએ તેના દીકરા યહોરામે રાજ કર્યું.
51
યહૂદિયાના રાજા યહોશાફાટને સત્તરમે વર્ષે આહાબનો દીકરો અહાઝ્યા સમરુનમાં ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો. તેણે બે વર્ષ ઇઝરાયલ પર રાજ કર્યું.
52
તેણે યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. અને તે પોતાના પિતાને માર્ગે, પોતાની માને માર્ગે, તથા નબાટનો દીકરો યરોબામ કે, જેણે ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું હતું તેને માર્ગે ચાલ્યો.
53
અને તેના પિતાએ જે કર્યું હતું તે સર્વ પ્રમાણે તેણે બાલની સેવા કરી, ને તેની ભક્તિ કરી, ને ઇઝરાયલના ઈશ્વર યહોવાને કોપાયમાન કર્યા.
← Chapter 21
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22