bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
/
1 Kings 2
1 Kings 2
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
← Chapter 1
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 3 →
1
હવે દાઉદને મરવાના દિવસ પાસે આવ્યા હતા. તેણે પોતાના દીકરા સુલેમાનને શિખામણ આપી,
2
“હું તો આખી દુનિયા જાય છે તે માર્ગે જાઉં છું માટે તું બળવાન થા, ને પુરુષાતન દેખાડ.
3
જેમ મૂસાના નિયમશાસ્ત્રમાં લખેલું છે તેમ તારા ઈશ્વર યહોવાના માર્ગમાં ચાલીને, તથા તેમના વિધિઓ, તેમની આજ્ઞાઓ, તેમના હુકમો, તથા તેમના સાક્ષ્યો પાળીને તેમના ફરમાનનો અમલ કર; એ માટે કે જે જે તું કરે તેમાં, તથા જ્યાં કહીં તું જાય ત્યાં તું ફતેહ પામે.
4
જેથી યહોવાએ મારી બાબતમાં પોતાનું જે વચન આપ્યું હતું તે તે ફળીભૂત કરે, એટલે કે જો તારા વંશજો પોતાના માર્ગ વિષે સંભાળ રાખીને પોતાના પૂરા હ્રદયથી ને પોતાના પૂરા જીવથી સત્યતામાં મારી સમક્ષ ચાલશે, તો તેણે કહ્યું કે, ઇઝરાયલના રાજ્યાસન પર [બેસનાર] માણસની ખોટ તને પડશે નહિ.
5
વળી સરુયાના દીકરા યોઆબે મને જે કર્યું, એટલે કે તેણે ઇઝરાયલનાં સેન્યનાં બે અધિપતિઓને, એટલે નેરના દીકરા આબ્નેરને, તથા યેથેરના દીકરા અમાસાને જે કર્યું તે તું જાણે છે, તેણે તેઓને મારી નાખીને શાંતિના સમયમાં યુદ્ધના જેવું રક્ત પાડીને તે યુદ્ધરકત પોતાની કમરે બાંધેલાં કમરબંધને તથા પોતાના પગમાંનાં પગરખાંને લગાડ્યું.
6
માટે તારા ડહાપણ પ્રમાણે વર્તજે, ને તેનું પળિયાંવાળું માથું તું શાંતિએ કબરમાં ઊતરવા ન દેતો.
7
પણ ‘ગિલ્યાદી બાર્ઝિલ્લાયના દીકરાઓ પર તું મહેરબાની રાખજે, ને તેઓ તારી મેજ પર જમનારાઓમાં દાખલ થાય, કેમ કે તારા ભાઈ આબ્શાલોમથી હું નાસતો ફરતો હતો ત્યારે તેઓ મારી પાસે એવી રીતે આવ્યા.
8
અને જો, બાહુરીમના બિન્યામીની ગેરાનો દીકરો શિમઈ તારી પાસે છે, હું માહનાઈમ ગયો તે દિવસે તેણે તો મને ભારે શાપ આપ્યો હતો. પણ તે યર્દન પાસે મને મળવા આવ્યો, ત્યારે મેં યહોવાના સમ ખાઈને તેને કહ્યું હતું, ‘હું તને તરવારથી મારી નાખીશ નહિ.’
9
પણ હવે તું તેને નિર્દોષ ગણીશ નહિ, કેમ કે તું બુદ્ધિમાન છે. તારે તેને શું કરવું તે તને માલૂમ પડશે, તેનું પળિયાંવાળું માથું તું લોહીલુહાણ સ્થિતિમાં કબરમાં ઉતારજે.”
10
દાઉદ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો, ને તેને દાઉદનગરમાં દાટવામાં આવ્યો
11
દાઉદે ઇઝરાયલ પર કરેલા રાજની મુદત ચાળીસ વર્ષ હતી:સાત વર્ષ તેણે હેબ્રોનમાં રાજ કર્યું, ને તેત્રીસ વર્ષ તેણે યરુશાલેમમાં રાજ કર્યું.
12
અને સુલેમાન પોતાના પિતા દાઉદના રાજ્યાસન પર બેઠો, અને તેનું રાજ્ય ઘણું સ્થિર થયું.
13
હાગ્ગીથનો દીકરો અદોનિયા સુલેમાનની મા બાથ-શેબાની પાસે આવ્યો. તેણે કહ્યું, “શું તું મિત્રભાવથી આવ્યો છે?” તેણે કહ્યું, “મિત્રભાવથી.”
14
વળી તેણે કહ્યું, “મારે તમને કંઈ કહેવું છે.” એટલે બેથ-શેબાએ કહ્યું, “બોલ”
15
અદોનિયાએ કહ્યું, “તમે જાણો છો કે રાજ્ય મારું હતું, ને હું રાજા થાઉં એવી સર્વ ઇઝરાયલની ઈચ્છા હતી. તરંતું રાજ્ય તો બદલાઈને મારા ભાઈનું થયું છે. કેમ કે યહોવાએ તે તેને આપેલું હતું.
16
હવે હું તમને એક અરજ કરવા માગું છું; મને ના પાડશો નહિ.” બાથ-શેબાએ તેને કહ્યું, “બોલ”
17
અદોનિયાએ કહ્યું “કૃપા કરીને તમે સુલેમાન રાજાને કહો કે તે શૂનામ્મી અબીશાગને મારી સાથે પરણાવે (કેમ કે તે તમને ના નહિ પાડે).”
18
બાથ-શેબાએ કહ્યં, “ઠીક; હું તારે માટે રાજાને કહીશ.”
19
પછી બાથ-શેબા અદોનિયાને માટે સુલેમાન રાજાને કહેવા માટે તેની પાસે ગઈ. તેને મળવા રાજા ઊઠીને ઊભો થયો, ને તેને પ્રણામ કરીને પોતાના રાજ્યાસન પર બેઠો, ને રાજમાતાને માટે એક આસન મુકાવ્યું. અને તે તેને જમણે હાથે બેઠી.
20
પછી તે બોલી, “હું તને એક નાની સરખી અરજ કરવા માગું છું; મને ના પાડીશ નહિ.” રાજાએ તેને કહ્યું, “મારા મા, માગો; હું તમને ના નહિ જ પાડું.”
21
બાથ-શેબાએ કહ્યું, “શૂનામ્મી અબીશાગને તારા ભાઈ અદોનિયા સાથે પરણાવ.”
22
સુલેમાન રાજાએ પોતાની માને કહ્યું, “તમે અદોનિયા માટે શૂનામ્મી અબીશાગને જ કેમ માગો છો? તેને માટે રાજ્ય પણ માગો; કેમ કે તે મારો વડો ભાઈ છે. હા, તેને માટે, અબ્યાથાર યાજકને માટે, તથા સરુયાના દીકરા યોઆબને માટે પણ.
23
પછી સુલેમાન રાજાએ યહોવાના સમ ખાઈને કહ્યું, ‘એ વાત અદોનિયા બોલ્યો છે તેથી તેના જીવની હાની ન થાય, તો ઈશ્વર મને એવું ને એથી પણ વધારે વિતાડો.’
24
તો હવે જીવતા યહોવા કે જેમણે પોતાના આપેલા વચન પ્રમાણે મને સ્થાપિત કર્યો છે, ને મારા પિતા દાઉદના રાજ્યાસન પર મને બેસાડ્યો છે, ને મારે માટે ઘર કર્યું છે, તેમના સમ કે અદોનિયા નક્કી આજે માર્યો જશે.”
25
પછી સુલેમાન રાજાએ યહોયાદાના દીકરા બનાયાને હુકમ આપીને મોકલ્યો. એણે અદોનિયા પર તૂટી પડીને તેનો પ્રાણ લીધો.
26
રાજાએ અબ્યાથાર યાજકને કહ્યું, “તું અનાથોથમાં તારાં પોતાનાં ખેતરોમાં જતો રહે, કેમ કે તું મરણ પામવા યોગ્ય છે. પણ હું તને આ વખતે મારી નાખીશ નહિ, કેમ કે મારા પિતા દાઉદ આગળ તેં પ્રભુ યહોવાનો કોશ ઊંચકેલો, ને મારા પિતાને પડેલાં સર્વ દુ:ખોમાં તું પણ દુ:ખી થયેલો.
27
એમ સુલેમાને અબ્યાથારને યહોવાના યાજકપદ પરથી બરતરફ કર્યો; જેથી શીલોમાં એલીના કુટુંબ વિષે જે વચન યહોવા બોલ્યા હતા તે તે પૂરું કરે.
28
યોઆબને એ સમાચાર મળ્યા; કેમ કે યોઆબ આબ્શાલોમના પક્ષમાં ગયો ન હતો, તોપણ તે અદોનિયાના પક્ષમાં તો ભળી ગયો હતો. અને યોઆબે યહોવાના મંડપમાં નાસી જઈને વેદીનાં શિંગ પકડ્યાં.
29
સુલેમાન રાજાને ખબર મળી કે, યોઆબ યહોવાના મંડપમાં નાસી ગયો છે, ને જુઓ, તે વેદીની પાસે છે. ત્યારે સુલેમાને યહોયાદાના દીકરા બનાયાને મોકલીને કહ્યું, “જા, તેના પર તૂટી પડ.”
30
બનાયાએ યહોવાના મંડપમાં જઈને તેને કહ્યું, “રાજા એમ કહે છે, કે તું બહાર નીકળ, ” યોઆબે કહ્યું, “ના; હું તો અહીં જ મરીશ.” બનાયા એવો સંદેશો લઈને રાજા પાસે પાછો આવ્યો કે, યોઆબે આમ કહ્યું ને તેણે મને આવો ઉત્તર આપ્યો.
31
રાજાએ તેને કહ્યું, “જેમ યોઆબ બોલ્યો છે તેમ તું કર, તેના પર તૂટી પડ, ને તેને દાટી દે; જેથી યોઆબે વગર કારણે પાડેલા રકત [નો દોષ] તું મારા પરથી તથા મારા પિતાના કુટુંબ પરથી દૂર કરે.
32
અને તેણે વહેવડાવેલું રકત યહોવા તેના પોતાના માથા પર પાછું વાળશે; કેમ કે મારા પિતા દાઉદ ન જાણે તેમ, તેણે પોતા કરતાં ન્યાયી ને સારા એવા બે માણસ પર, એટલે નેરના દીકરા તથા ઇઝરાયલના સેનાધિપતિ આબ્નેર પર, અને યેથેરના દીકરા એટલે યહૂદિયાના સેનાધિપતિ અમાસા પર, તૂટી પડીને તેઓને તરવારથી કતલ કર્યા હતા.
33
એમ તેઓનું રકત યોઆબના માથા પર તથા તેના સંતાનના માથા પર સદા રહેશે.પણ દાઉદને, તેના સંતાનને, તેના કુટુંબને, તથા તેના રજ્યાસનને યહોવા તરફથી સર્વકાળ શાંતિ મળશે.”
34
ત્યારે યહોયાદાના દીકરા બનાયાએ જઈને યોઆબ પર તૂટી પડીને તેને મારી નાખ્યો. અને તેને અરણ્યમાં તેના પોતાના ઘરમાં દાટવામાં આવ્યો.
35
તેની જગાએ રાજાએ યહોયાદાના દીકરા બનાયાને સેનાધિપતિ ઠરાવ્યો. અને અબ્યાથારની જગાએ રાજાએ સાદોક યાજકને નીમ્યો.
36
પછી રાજાએ માણસ મોકલીને શિમઈને તેડાવીને તેને કહ્યું, “તું યરુશાલેમમાં ઘર બાંધીને ત્યાં રહે, ને ત્યાંથી ક્યાંય જતો નહિ.
37
કેમ કે તું ત્યાંથી નીકળીને કિદ્રોન નાળાની પેલી પાર જાય, તો જરૂર જાણજે કે તે દિવસે તું નક્કી માર્યો જશે. તારુ રકત તારે પોતાને માથે આવશે.”
38
શિમઈએ રાજાને કહ્યું, “ઠીક કહ્યું, મારા મુરબ્બી રાજાએ જેમ ફરમાવ્યું છે તેમ તમારો દાસ કરશે.” અને શિમઈ યરુશાલેમમાં ઘણા દિવસ રહ્યો.
39
ત્રણ વર્ષ પછી એમ થયું કે શિમઈના બે દાસ માખાના દીકરા ગાથના રાજા આખીશ પાસે નાસી ગયા. લોકોએ શિમઈને ખબર આપી, “જો, તારા દાસો ગાથમાં છે.”
40
તે પરથી શિમઈ ઊઠયો, ને ગધેડા પર જીન બાંધીને પોતાના દાસોને શોધવા ગાથમાં આખીશ પાસે ગયો. અને શિમઈ જઈને પોતાના ચાકરોને ગાથથી લઈ આવ્યો.
41
શિમઈ યરુશાલેમથી [નીકળી] ગાથ ગયો હતો ને પાછો આવ્યો હતો, તેની ખબર સુલેમાનને મળી.
42
એટલે રાજાએ માણસ મોકલીને શિમઈને તેડાવીને તેને કહ્યું, શું મેં તને યહોવાના સોગન ખવડાવીને આગ્રહથી કહ્યું નહોતું કે, જો તું અહીંથી નીકળીને કયાંય પણ જઈશ, તો જરૂર જાણજે કે તે દિવસે નક્કી તારું મોત છે? અને તેં મને કહ્યું હતું કે, જે વાત મેં સાંભળી છે તે ઠીક છે.
43
તો યહોવાના સમનો, તથા મેં તને જે આજ્ઞા ફરમાવેલી તેનો અમલ તેં શા માટે કર્યો નથી?”
44
વળી રાજાએ શિમઈને કહ્યું, “મારા પિતા દાઉદ પ્રત્યે તેં જે જે દુષ્ટતા કરી હતી તે સર્વ તું જાણે છે, તે વિષે મારું હ્રદય માહિતગાર છે; માટે તારી દુષ્ટતા યહોવા તારે માથે પાછી વાળશે.
45
પણ સુલેમાન રાજા પર તો આશીર્વાદ આવશે, ને દાઉદનું રાજ્યાસન યહોવાની સમક્ષ સદાને માટે સ્થિર થશે.”
46
પછી રાજાએ યહોયાદાના દીકરા બનાયાને આજ્ઞા કરી, અને તેણે બહાર નીકળીને શિમઈ પર તૂટી પડીને તેને મારી નાખ્યો. પછી રાજ્ય સુલેમાનના હાથમાં સ્થિર થયું.
← Chapter 1
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 3 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22