bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
/
1 Kings 3
1 Kings 3
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
← Chapter 2
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 4 →
1
સુલેમાન મિસરના રાજા ફારુનની સાથે સગપણ બાંધીને ફારુનની દીકરી સાથે પરણ્યો, અને તે પોતાનો મહેલ, યહોવાનું મંદિર તથા યરુશાલેમને ફરતો કોટ બાંધી રહ્યો, ત્યાં સુધી તેણે તેને દાઉદનગરમાં રાખી
2
એટલું જ કે લોકો ઉચ્ચસ્થાનોમાં યજ્ઞ કરતાં, કેમ કે તે દિવસો સુધી યહોવાના નામને અર્થે મંદિર બાંધવામાં આવ્યું નહોતું.
3
સુલેમાન પોતાના પિતા દાઉદના વિધિઓ પ્રમાણે ચાલીને યહોવા પર પ્રેમ રાખતો હતો; એટલું જ કે તે ઉચ્ચસ્થાનોમાં યજ્ઞ કરતો હતો, ને ધૂપ બાળતો હતો.
4
રાજા ગિબ્યોનમાં યજ્ઞ કરવા લાગ્યો; કેમ કે તે મુખ્ય ઉચ્ચસ્થાન હતું. તે વેદી પર સુલેમાને એક હજાર દહનીયાર્પણ ચઢાવ્યાં.
5
ગિબ્યોનમાં યહોવાએ રાત્રે સુલેમાનને સ્વપ્નમાં દર્શન દીધું. અને ઈશ્વરે કહ્યું, “માગ, હું તને શું આપું?”
6
સુલેમાને કહ્યું, “તમારા સેવક, મારા પિતા દાઉદ જે પ્રમાણે તમારી આગળ સત્યતાથી, નેકીથી તથા તમારી સાથે પ્રામાણિક હ્રદયથી ચાલ્યા, તે પ્રમાણે તમે તેમના પર મહેરબાની પણ મોટી કરી. અને તમે તેમના પર આ મોટી મહેરબાની રાખી છે એટલે જેમ આજે છે તેમ, તેમના રાજ્યાસન પર બેસવા તમે તેમને દીકરો આપ્યો છે.
7
હવે હે યહોવા મારા ઈશ્વર, તમે આ તમારા દાસને મારા પિતા દાઉદને સ્થાને રાજા કર્યો છે; હું તો કેવળ નાનો બાળક છું; કેમ બહાર જવું કે અંદર આવવું તે હું જાણતો નથી
8
અને તમારા પસંદ કરેલા લોક કે, જે એક એવી મહાન પ્રજા છે કે, જેની ગણત્રી કે સંખ્યા પુષ્કળતાને લીધે કરી શકાય નહિ તેઓ મધ્યે તમારો સેવક છે.
9
માટે તમારા લોકનો ન્યાય કરવા માટે મને તમારા સેવકને ડહાપણભર્યું હ્રદય આપો કે, જેથી ખરાખોટાનો ભેદ હું પારખી શકું. કેમ કે આ તમારી મહાન પ્રજાનો ન્યાય કરવા કોણ શક્તિમાન છે?”
10
સુલેમાને આવી વીનંતી કરી, તેથી યહોવા પ્રસન્ન થયા.
11
અને ઈશ્વરે તેને કહ્યું, “તેં એવું વરદાન માગ્યું છે, ને પોતાને માટે દીર્ધાયુષ્ય માગ્યું નથી. વળી તેં પોતાને માટે દ્રવ્ય માગ્યું નથી, તેમ તારા શત્રુઓના જીવ માગ્યા નથી. પણ ન્યાય કરવા માટે પોતાને માટે બુદ્ધિ માગી છે;
12
તે માટે, જો, મેં તારા કહેવા પ્રમાણે કર્યું છે; જો, મેં તને જ્ઞાની તથા બુદ્ધિવંત હ્રદય આપ્યું છે, એવું કે તારી અગાઉ તારા જેવો કોઈ થયો નથી, ને તારા જેવો કોઈ થશે પણ નહિ.
13
વળી તેં જે નથી માગ્યું તે પણ, એટલે દ્રવ્ય તથા પ્રતિષ્ઠા, એ બન્ને મેં તને આપ્યાં છે, એવાં કે તારા સર્વ દિવસોભર રાજાઓમાં તારા જેવો કોઈ થશે નહિ.
14
અને તારો પિતા દાઉદ ચાલ્યો, તેમ તું મારા વિધિઓ તથા મારી આજ્ઞાઓ પાળીને મારા માર્ગોમાં ચાલશે, તો હું તારું આવરદા વધારીશ.”
15
અને સુલેમાન જાગ્યો, તો જુઓ એ તો સ્વપ્ન હતું. અને તે યરુશાલેમ આવ્યો, ને યહોવાના કરારકોશ આગળ ઊભો રહીને તેણે દહનીયાર્પણ ચઢાવ્યાં, તથા શાંત્યર્પણ કર્યા, ને પોતાના સર્વ ચાકરોને મિજબાની આપી
16
તે સમયે બે સ્ત્રીઓ જે વેશ્યા હતી, તે રાજા પાસે આવીને તેની સંમુખ ઊભી રહી.
17
એક સ્ત્રીએ કહ્યું, “હે મારા મુરબ્બી, હું તથા આ સ્ત્રી એક જ ઘરમાં રહીએ છીએ.જે ઘરમાં હું તેની સાથે રહેતી હતી તેમાં મને બાળકનો પ્રસવ થયો.
18
મારી પ્રસૂતિને ત્રીજે દિવસે એમ થયું કે આ સ્ત્રીને પણ બાળકનો પ્રસવ થયો. અમે એકઠાં રહેતાં હતાં. અમારી સાથે ઘરમાં બીજું કોઈ માણસ નહોતુ, અમે બે જ ઘરમાં હતાં.
19
આ સ્ત્રીનો દીકરો રાતે મરી ગયો. કેમ કે [ઊંઘમાં] એણે પોતાની નીચે તેને ચગદી નાખ્યો.
20
પછી એણે મધરાતે ઊઠીને આ તમારી દાસી ઊંઘતી હતી એટલામાં મારો દીકરો મારી સોડમાંથી લઈ જઈને પોતાની સોડમાં સુવાડ્યો, ને તેનો મૂએલો દીકરો મારી સોડમાં સુવાડ્યો.
21
સવારમાં હું મારા દીકરાને ધવડાવવા ઊઠી, ત્યારે તો, જુઓ, તે મૂએલો હતો; પણ મેં તેને સવારે ધ્યાન દઈને જોયો, તો જુઓ, તે મારે પેટે જન્મેલો મારો દીકરો નહોતો.”
22
ત્યારે પેલી બીજી સ્ત્રી બોલી ઊઠી, “એમ નહિ; જીવતો તે મારો દીકરો છે, ને મૂએલો તે તારો દીકરો છે.” એણે કહ્યું, “એમ નહિ, પણ મૂએલો તે તારો દીકરો છે, ને જીવતો તે મારો દીકરો છે.” એમ તેઓ રાજા આગળ બોલી.
23
ત્યારે રાજાએ કહ્યું, “એક કહે છે કે, આ જીવતો તે મારો દીકરો છે, ને મૂએલો તે તારો દીકરો છે” અને બીજી કહે છે, “એમ નહી; પણ મૂએલો તારો દીકરો છે, ને જીવતો મારો દીકરો છે.”
24
પછી રાજાએ કહ્યું, “મારે માટે એક તરવાર લઈ આવો.” તેઓ રાજા પાસે એક તરવાર લાવ્યા.
25
રાજાએ કહ્યું, “આ જીવતા છોકરાને કાપીને બે ભાગ કરો, અને એકને અડધો, ને બીજીને અડધો આપો.”
26
ત્યારે જીવતો છોકરો જે સ્ત્રીનો હતો તેણે રાજાને અરજ કરી, કેમ કે પોતાના દીકરાને માટે તેની આંતરડી કકળતી હતી. અને તેણે કહ્યું, “હે મારા મુરબ્બી, એને જીવતો જીવતો છોકરો આપો, ને ગમે તેમ હોય પણ તેને મારી તો ન જ નાખો.” પણ પેલી બીજી સ્ત્રીએ કહ્યું, “તે મારો પણ ન થાય, તેમ તારો પણ ન થાય; એને ચીરો.”
27
ત્યારે રાજાએ ઉત્તર આપ્યો, પેલી સ્ત્રીને જીવતો છોકરો આપો, એને મારી તો ન જ નાખો. તે જ એની મા છે.”
28
રજાએ જે ન્યાય કર્યો હતો, તે વિષે સર્વ ઇઝરાયલે સાંભળ્યું, ત્યારે તેઓને રાજાનો ભય લાગ્યો, કેમ કે તેઓએ જોયું કે ન્યાય કરવા તેનામાં ઈશ્વરનું જ્ઞાન છે.
← Chapter 2
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 4 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22