bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
/
Luke 10
Luke 10
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
← Chapter 9
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 11 →
1
એ પછી પ્રભુએ બીજા સિત્તેર શિષ્યોને પસંદ કર્યા અને પોતે જે જે શહેર કે ગામ જવાના હતા, ત્યાં તેમણે પોતાની અગાઉ તેમને બબ્બેની જોડીમાં મોકલી આપ્યા.
2
તેમણે તેમને કહ્યું, “ફસલ તો મબલક છે, પણ તે લણનારા મજૂરો થોડા જ છે. તમે ફસલના માલિકને પ્રાર્થના કરો કે તે તેની ફસલ લણવા માટે મજૂરો મોકલે.
3
જાઓ, હું તમને વરુઓ મયે ઘેટાંના જેવા મોકલું છું.
4
પૈસાની કોથળી, ઝોળી અથવા બુટ લેતા નહિ; રસ્તે જતાં કોઈને શુભેચ્છા પાઠવવા પણ થોભતા નહિ.
5
જે ઘરમાં તમે જાઓ ત્યાં સૌથી પ્રથમ કહો: ‘આ ઘર પર શાંતિ થાઓ.’
6
જો કોઈ શાંતિપ્રિય માણસ ત્યાં રહેતો હશે તો તમારી શાંતિની શુભેચ્છા તેમના પર રહેશે; નહિ તો તમારી શાંતિની શુભેચ્છા તમારી પાસે પાછી આવશે.
7
એના એ જ ઘરમાં રહો, અને તમને જે કંઈ આપવામાં આવે તે ખાઓપીઓ. કારણ, મજૂરને પોતાનો પગાર મળવો જોઈએ.
8
એક ઘેરથી બીજા ઘેર જતા નહિ. તમે કોઈ નગરમાં જાઓ અને તમારો આવકાર થાય, તો તમને જે કંઈ પીરસવામાં આવે તે ખાઓ.
9
એ નગરના બીમારોને સાજા કરો અને ત્યાંના લોકોને કહો, ‘ઈશ્વરનું રાજ તમારી પાસે આવી પહોંચ્યું છે.’
10
પણ જ્યારે તમે કોઈ નગરમાં જાઓ અને ત્યાં તમારો આવકાર ન થાય, તો ત્યાંની શેરીઓમાં જઈને કહો,
11
‘અમારે પગે ચોંટેલી તમારા નગરની ધૂળ પણ અમે તમારી વિરુદ્ધ ખંખેરી નાખીએ છીએ; પણ એટલું યાદ રાખજો કે ઈશ્વરનું રાજ તમારી પાસે આવી પહોચ્યું છે.’
12
હું તમને કહું છું કે ન્યાયના દિવસે ઈશ્વર એ નગર કરતાં સદોમ પર વધુ દયા દર્શાવશે.”
13
“હાય રે ખોરાજીન, હાય હાય! હાય રે બેથસૈદા, હાય હાય! તમારે ત્યાં જે અદ્ભુત કાર્યો કરવામાં આવ્યાં તે જો તૂર અને સિદોનમાં કરાયાં હોત, તો ત્યાંના લોકો પોતાનાં પાપથી પાછા ફર્યા છે એમ દર્શાવવાને ક્યારનાય ટાટનાં વસ્ત્ર પહેરીને અને રાખ ચોળીને બેઠા હોત.
14
ન્યાયને દિવસે ત્યાંના લોકો કરતાં તૂર અને સિદોનના લોકોની દશા વધુ સારી હશે.
15
અને ઓ કાપરનાહૂમ તું પોતાને આકાશ સુધી ઊંચું કરવા માગતું હતું ને? અરે, તું ઊંડાણમાં ફેંકાશે!”
16
ઈસુએ શિષ્યોને કહ્યું, “જે તમારું સાંભળે છે, તે મારું સાંભળે છે; જે તમારો અસ્વીકાર કરે છે, તે મારો અસ્વીકાર કરે છે, અને જે મારો અસ્વીકાર કરે છે, તે મને મોકલનારનો અસ્વીકાર કરે છે.”
17
સિત્તેર શિષ્યો આનંદ કરતા કરતા પાછા આવ્યા અને બોલી ઊઠયા, “પ્રભુ, અમે તમારે નામે દુષ્ટાત્માઓને આજ્ઞા કરી અને તેઓ પણ અમને આધીન થયા.”
18
ઈસુએ તેમને કહ્યું, આકાશમાંથી પડતી વીજળીની માફક મેં શેતાનને પડતો જોયો.
19
જુઓ, તમને મેં સાપ અને વીંછુઓ પર ચાલવાનો તેમ જ શત્રુની બધી સત્તા પર અધિકાર આપ્યો છે, અને તમને કોઈ કંઈ નુક્સાન કરી શકશે નહિ.
20
પણ દુષ્ટાત્માઓ તમને આધીન થયા એટલા માટે જ હરખાશો નહિ; પણ એથી વિશેષ, આકાશમાં તમારાં નામ લખેલાં છે તેથી હરખાઓ.”
21
એ જ સમયે ઈસુએ પવિત્ર આત્મા દ્વારા આનંદિત થઈને કહ્યું, “હે પિતા, આકાશ અને પૃથ્વીના પ્રભુ! હું તમારી સ્તુતિ કરું છું કે જ્ઞાનીઓ અને વિદ્વાનો તમે જે ગુપ્ત રાખ્યું હતું, તે તમે સાવ અબુધોને પ્રગટ કર્યું છે. હા, પિતા, તમે એ તમારી પોતાની પસંદગી અને રાજીખુશીથી કર્યું છે.”
22
મારા પિતાએ મને સર્વસ્વ આપ્યું છે. ઈશ્વરપિતા સિવાય ઈશ્વરપુત્ર કોણ છે તે કોઈ જાણતું નથી, અને ઈશ્વરપુત્ર સિવાય તથા તે જેને પ્રગટ કરે તે સિવાય ઈશ્વરપિતા કોણ છે તે કોઈ જાણતું નથી.”
23
પછી શિષ્યો તરફ ફરીને ઈસુએ તેમને ખાનગીમાં કહ્યું, “તમે જે જોઈ રહ્યા છો, તે જોનારી આંખોને ધન્ય છે.
24
હું તમને કહું છું કે, તમે જે જોઈ રહ્યા છો તે જોવા ઈશ્વરના ઘણા સંદેશવાહકો તથા રાજવીઓ આતુર હતા, પણ તેઓ જોઈ શક્યા નહિ; અને તમે જે સાંભળી રહ્યા છો તે સાંભળવા તેઓ ઉત્સુક હતા, પણ સાંભળી શક્યા નહિ.”
25
નિયમશાસ્ત્રના એક શિક્ષકે આવીને ઈસુની પરીક્ષા કરવાનો પ્રયત્ન કર્યો. તેણે પૂછયું, “ગુરુજી, સાર્વકાલિક જીવન મેળવવા માટે મારે શું કરવું જોઈએ?”
26
ઈસુએ જવાબ આપ્યો, “ધર્મશાસ્ત્ર શું કહે છે? તું તેનો શો અર્થ ઘટાવે છે?”
27
એ માણસે જવાબ આપ્યો, “તારે પ્રભુ તારા ઈશ્વર પર તારા પૂરા દયથી, તારા પૂરા જીવથી, તારી પૂરી તાક્તથી, અને તારા પૂરા મનથી પ્રેમ રાખવો; અને તારા માનવબધું પ્રત્યે તારી જાત પર કરે છે તેટલો પ્રેમ કરવો.”
28
ઈસુએ કહ્યું, “તારો જવાબ સાચો છે, તે પ્રમાણે વર્ત એટલે તું સાર્વકાલિક જીવન મેળવશે.”
29
પરંતુ નિયમશાસ્ત્રના શિક્ષકે પોતાને યથાર્થ ઠેરવવા ફરીથી ઈસુને પૂછયું, “મારો માનવબધું કોણ?”
30
ઈસુએ ઉદાહરણ આપ્યું, “એક માણસ યરુશાલેમથી યરીખો જતો હતો. ત્યારે ગુંડાઓએ તેના પર હુમલો કર્યો, તેનાં કપડાં ઉતારી લીધાં, તેને માર માર્યો અને અધમૂઓ કરીને ચાલ્યા ગયા.
31
સંજોગવશાત્ એક યજ્ઞકાર એ રસ્તે થઈને જતો હતો. તેણે પેલા માણસને જોયો અને તે રસ્તાની બીજી બાજુએ ચાલતો થયો.
32
એ જ પ્રમાણે એક લેવી કુળનો માણસ પણ ત્યાં થઈને પસાર થયો અને એ માણસને જોઈને તે પણ બીજી બાજુએ ચાલતો થયો.
33
પણ એક સમરૂની મુસાફરી કરતો કરતો ત્યાં આવી પહોચ્યો. એ માણસને જોઈને તેને દયા આવી.
34
તે તેની પાસે ગયો, તેના ઘા પર તેલ તથા દારૂ રેડીને પાટાપિંડી કરી; પછી પોતાના ગધેડા પર એ માણસને બેસાડીને તેને ઉતારામાં લઈ ગયો અને ત્યાં તેણે તેની સારવાર કરી.
35
બીજે દિવસે તેણે બે દીનાર કાઢીને ધર્મશાળાના માલિકને આપ્યા અને તેને કહ્યું, ‘તમે એમની સેવાચાકરી કરજો અને હું આ રસ્તે થઈને પાછો ફરું ત્યારે તેને માટે જે કંઈ વધારે ખર્ચ થાય તે હું આપીશ.”
36
અંતમાં ઈસુએ પૂછયું, “તારા અભિપ્રાય પ્રમાણે ગુંડાઓના હુમલાનો ભોગ બનેલ માણસના માનવબધું તરીકે એ ત્રણમાંથી કોણ વર્ત્યું?”
37
નિયમશાસ્ત્રના શિક્ષકે કહ્યું, “જેણે તેના પર દયા કરી તે.” ઈસુએ કહ્યું, “તો પછી તું પણ જઈને એ જ પ્રમાણે કર.”
38
ઈસુ અને તેમના શિષ્યો મુસાફરી કરતા કરતા એક ગામમાં આવ્યા. ત્યાં માર્થા નામની એક સ્ત્રીએ ઈસુને પોતાને ઘેર આવકાર આપ્યો.
39
તેની બહેનનું નામ મિર્યામ હતું. તે ઈસુના ચરણ આગળ બેસીને તેમની બોધવાણી સાંભળતી હતી.
40
બધું ક્મ માર્થાને જ કરવાનું હોઈ તે હાંફળીફાંફળી થઈ ગઈ. તેથી તેણે ઈસુની પાસે આવીને કહ્યું, “પ્રભુ, મારી બહેને સરભરાનું બધું ક્મ મારે માથે નાખ્યું છે એની તમને કંઈ દરકાર નથી? તેને કહો કે, તે આવીને મને મદદ કરે!”
41
પ્રભુએ તેને જવાબ આપ્યો, “માર્થા, માર્થા, તું ઘણી બાબતોની ચિંતા કરે છે અને બાવરી બની જાય છે.
42
પણ એક વાત જરૂરી છે અને મિર્યામે પસંદ કરેલો એ સારો હિસ્સો તેની પાસેથી લઈ લેવામાં આવશે નહિ.”
← Chapter 9
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 11 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24