bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
/
Luke 18
Luke 18
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
← Chapter 17
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 19 →
1
હમેશાં પ્રાર્થના કરવી જોઈએ અને કદી નિરાશ ન થવું, એ શીખવવા ઈસુએ તેમને એક ઉદાહરણ કહ્યું,
2
“એક નગરમાં એક ન્યાયાધીશ હતો, તે ન તો ઈશ્વરની બીક રાખતો કે ન તો માણસોનું માન રાખતો.
3
એ જ નગરમાં એક વિધવા હતી. તે તેની પાસે જઈને કહ્યા કરતી: ‘મારા પ્રતિવાદી સામે મને ન્યાય અપાવો.’
4
કેટલાક સમય સુધી તો ન્યાયાધીશને તેમ કરવાની ઇચ્છા ન હતી, છતાં અંતે તેણે પોતાના મનમાં કહ્યું, ‘જો કે હું ઈશ્વરની બીક રાખતો નથી અથવા માણસોનું માન રાખતો નથી,
5
છતાં આ વિધવાના આગ્રહને લીધે તેને તેનો હક્કદાવો મળી રહે તે જોઈશ. નહિ તો, તે આવીને મને હેરાન કરી મૂકશે!”
6
પછી પ્રભુએ કહ્યું, “એ અપ્રામાણિક ન્યાયાધીશ જે કહે છે તે સાંભળો.
7
તો રાતદિવસ સહાયને માટે ઈશ્વરને પોકારનાર પોતાના લોકોના પક્ષમાં ઈશ્વર ન્યાય નહિ કરે? શું તે તેમને મદદ કરવામાં ઢીલ કરશે?
8
હું તમને કહું છું કે તે તેમની તરફેણમાં વિના વિલંબે ન્યાય કરશે. પણ માનવપુત્ર પૃથ્વી પર આવે ત્યારે તેને વિશ્વાસ જડશે કે કેમ?”
9
પોતે જ ધાર્મિક છે એવી પાકી ખાતરી ધરાવનાર અને બીજાઓનો તિરસ્કાર કરનાર લોકોને ઉદ્દેશીને ઈસુએ આ ઉદાહરણ કહ્યું,
10
“બે માણસો પ્રાર્થના કરવા માટે મંદિરમાં ગયા; એમાંનો એક ફરોશી હતો.
11
બીજો નાકાદાર હતો. ફરોશીએ ઊભા રહીને પ્રાર્થના કરી, ‘હે ઈશ્વર, બીજાઓના જેવો હું લોભી, અન્યાયી અથવા વ્યભિચારી નથી અને હું પેલા નાકાદાર જેવો નથી તેથી હું તમારો આભાર માનું છું.
12
સપ્તાહમાં બે વાર તો હું ઉપવાસ કરું છું, અને મારી બધી આવકનો દસમો ભાગ દાનમાં આપું છું.’
13
પણ નાકાદારે દૂર ઊભા રહીને પોતાની આંખો આકાશ તરફ ઊંચી નહિ કરતાં છાતી કૂટીને કહ્યું, ‘હે ઈશ્વર, મુજ પાપી પર દયા કરો!”
14
ઈસુએ કહ્યું, “હું તમને કહું છું કે પેલો ફરોશી નહિ, પણ આ કર ઉઘરાવનાર ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવીને પોતાને ઘેર પાછો ગયો. કારણ, જે કોઈ પોતાને માટે ઊંચું સ્થાન શોધે છે, તેને નીચો કરવામાં આવશે, અને જે કોઈ પોતાને માટે નીચું સ્થાન સ્વીકારે છે, તેને ઊંચો કરવામાં આવશે.”
15
કેટલાક લોકો બાળકોને ઈસુની પાસે લાવ્યા, જેથી તે તેમના પર હાથ મૂકીને તેમને આશિષ આપે. પણ શિષ્યોએ તે જોઈને લોકોને ધમકાવ્યા.
16
પણ ઈસુએ બાળકોને પોતાની પાસે બોલાવતાં કહ્યું, “બાળકોને મારી પાસે આવવા દો. તેમને રોકશો નહિ, કારણ, ઈશ્વરનું રાજ તેમના જેવાઓનું જ છે.
17
હું તમને સાચે જ કહું છું કે જે કોઈ બાળકની માફક ઈશ્વરના રાજનો સ્વીકાર કરતો નથી તે તેમાં કદી જ પ્રવેશ કરશે નહિ.”
18
એક યહૂદી આગેવાને ઈસુને પૂછયું, “ઉત્તમ ઉપદેશક, સાર્વકાલિક જીવન પ્રાપ્ત કરવા માટે મારે શું કરવું?”
19
ઈસુએ તેને કહ્યું, “તું મને ઉત્તમ કેમ કહે છે? એકમાત્ર ઈશ્વર વિના કોઈ ઉત્તમ નથી.
20
તું આજ્ઞાઓ તો જાણે છે ને? વ્યભિચાર ન કર; ખૂન ન કર; ચોરી ન કર; જૂઠી સાક્ષી ન પૂર, તારાં માતાપિતાને માન આપ!”
21
તેણે જવાબ આપ્યો, “એ બધી આજ્ઞાઓ તો હું બાળપણથી જ પાળતો આવ્યો છું.”
22
એ સાંભળીને ઈસુએ તેને કહ્યું, “તારે એક બાબત કરવાની જરૂર છે. તારી પાસે જે કંઈ છે તે બધું વેચી નાખ અને તેમાંથી ઊપજેલા પૈસા ગરીબોને આપી દે, અને સ્વર્ગમાં તને સંપત્તિ મળશે; પછી આવીને મને અનુસર.”
23
એ સાંભળીને તે ઘણો ઉદાસ થઈ ગયો, કારણ તે ઘણો શ્રીમંત હતો.
24
એ જોઈને ઈસુએ કહ્યું, “ધનવાન લોકો માટે ઈશ્વરના રાજમાં પ્રવેશવું કેટલું અઘરું છે!
25
શ્રીમંતને ઈશ્વરના રાજમાં પ્રવેશ કરવો એના કરતાં ઊંટને સોયના નાક્માં થઈને પસાર થવું સહેલું છે!”
26
તેમનું સાંભળીને લોકોએ પૂછયું, “તો પછી ઉદ્ધાર કોણ પામી શકે?”
27
ઈસુએ જવાબ આપ્યો, “માણસોને માટે જે અશક્ય છે તે ઈશ્વરને માટે શકાય છે.”
28
પછી પિતરે કહ્યું, “જુઓ, અમે તો તમને અનુસરવાને અમારાં ઘરકુટુંબનો ત્યાગ કર્યો છે.”
29
ઈસુએ તેમને કહ્યું, “હું તમને સાચે જ કહું છું: ઈશ્વરના રાજને માટે જે કોઈ ઘર, પત્ની, ભાઈઓ, માતાપિતા અથવા બાળકોનો ત્યાગ કરે છે,
30
તેને આ યુગમાં પુષ્કળ મળશે, અને આવનાર યુગમાં સાર્વકાલિક જીવન મળશે.”
31
ઈસુએ બાર શિષ્યોને એક બાજુએ લઈ જઈને કહ્યું, “સાંભળો! આપણે યરુશાલેમ જઈએ છીએ અને સંદેશવાહકોએ માનવપુત્ર અંગે જે લખેલું છે તે બધું સાચું ઠરશે.
32
તેને બિનયહૂદીઓના હાથમાં સોંપી દેવામાં આવશે, અને તેઓ તેની મજાક ઉડાવશે. તેનું અપમાન કરશે અને તેના પર થૂંકશે.
33
તેઓ તેને ચાબખા મારશે, તેને મારી નાખશે, અને ત્રીજે દિવસે તે પાછો સજીવન કરાશે.”
34
શિષ્યો એમાંનું કંઈ સમજ્યા નહિ; એ શબ્દોનો અર્થ તેમનાથી છુપો રખાયો હતો અને ઈસુ શાના વિષે બોલતા હતા તેની તેમને ખબર પડી નહિ.
35
ઈસુ યરીખો નજીક આવી રહ્યા હતા, અને રસ્તા પર એક આંધળો ભીખ માગતો બેઠો હતો.
36
નજીકમાં ટોળાને પસાર થતું સાંભળીને તેણે પૂછયું, “આ બધું શું છે?”
37
તેમણે તેને કહ્યું, “નાઝારેથના ઈસુ જઈ રહ્યા છે.”
38
તેણે બૂમ પાડી, “ઓ ઈસુ! દાવિદના પુત્ર! મારા પર દયા કરો!”
39
મોખરે ચાલતા લોકોએ તેને ધમકાવ્યો અને શાંત રહેવા કહ્યું; પણ તે તો વધુ જોરથી બૂમો પાડવા લાગ્યો, “ઓ દાવિદપુત્ર! મારા પર દયા કરો.”
40
તેથી ઈસુ થોભ્યા અને પેલા આંધળાને પોતાની પાસે લાવવા આજ્ઞા કરી. તે પાસે આવ્યો ત્યારે ઈસુએ તેને પૂછયું,
41
“હું તારે માટે શું કરું? તારી શી ઇચ્છા છે?” તેણે જવાબ આપ્યો, “પ્રભુ, મારે ફરીથી દેખતા થવું છે.”
42
ત્યારે ઈસુએ તેને કહ્યું, “દેખતો થા! તારા વિશ્વાસને લીધે તું સાજો કરાયો છે.”
43
તે તરત જ દેખતો થયો અને ઈશ્વરનો આભાર માનતો ઈસુની પાછળ ગયો. એ જોઈને જનસમુદાયે ઈશ્વરની સ્તુતિ કરી.
← Chapter 17
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 19 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24