bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
/
Luke 17
Luke 17
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
← Chapter 16
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 18 →
1
ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “લોકોને પાપમાં પાડનાર પ્રલોભનો તો ઊભાં થવાનાં જ; પણ જે વ્યક્તિ વડે એ થાય છે તેની કેવી દુર્દશા થશે!
2
કોઈ આ નાનાઓમાંના એક્દને પાપમાં પાડે તેના કરતાં તેને ગળે ઘંટીનો પથ્થર બંધાય અને તે સમુદ્રમાં નંખાય એ તેને માટે સારું છે.
3
તેથી સાવધ રહો! “જો તારો ભાઈ પાપ કરે તો તેને ઠપકો આપ, અને જો તે પસ્તાવો કરે તો તેને ક્ષમા કર.
4
જો તે તારી વિરુદ્ધ એક દિવસમાં સાતવાર પાપ કરે, અને દરેક વખતે તે આવીને તને કહે, ‘મને પસ્તાવો થાય છે,’ તો તારે તેને ક્ષમા આપવી જોઈએ.”
5
પ્રેષિતોએ પ્રભુને કહ્યું, “અમારો વિશ્વાસ વધારો.”
6
પ્રભુએ જવાબ આપ્યો, “તમારામાં રાઈના દાણા જેટલો પણ વિશ્વાસ હોય, તો આ શેતુરના વૃક્ષને, ‘અહીંથી સમૂળગું ઊખડી જા, અને સમુદ્રમાં રોપાઈ જા,’ એમ તમે કહી શક્યા હોત અને તે તમારું કહ્યું માનત.
7
“ધારો કે, તમારામાંના કોઈ એકને એક નોકર છે. તે ખેતર ખેડવાનું અથવા ઘેટાંની દેખભાળ રાખવાનું કાર્ય કરે છે. જ્યારે તે ખેતરમાંથી આવે છે, ત્યારે શું તમે આવું કહો છો કે, ‘ચાલ, આવીને જમવા બેસી જા?’ બેશક નહિ! એને બદલે, તમે આવું કહો છો:
8
‘મારે માટે રસોઈ તૈયાર કર, અને હું ખાઉંપીઉં ત્યાં લગી મારી ખડેપગે સેવા કર; તું પછીથી ખાજેપીજે.’
9
એ હુકમ માન્યા બદલ તમે નોકરનો આભાર માનો છો ખરા?
10
એ જ રીતે તમારે પણ તમને આપવામાં આવેલી બધી આજ્ઞાઓ પાળ્યા પછી પણ કહેવું કે, ‘અમે નક્મા ચાકરો છીએ; અમે તો માત્ર અમારી ફરજ બજાવી છે.”
11
યરુશાલેમ જતાં જતાં ઈસુ સમરૂન અને ગાલીલમાં થઈને પસાર થયા.
12
તે એક ગામમાં દાખલ થતા હતા, ત્યારે તેમને દસ રક્તપિત્તિયા સામા મળ્યા. તેઓ દૂર ઊભા રહીને બૂમ પાડવા લાગ્યા,
13
“ઓ ઈસુ! ઓ પ્રભુ!અમારા પર દયા કરો.”
14
ઈસુએ તેમને જોઈને કહ્યું, “જાઓ, યજ્ઞકાર પાસે જઈને તમારું શરીર બતાવો.”
15
તેઓ જતા હતા ત્યારે રસ્તામાં તેઓને શુદ્ધ કરવામાં આવ્યા. તેમનામાંથી એક પોતાને સાજો કરવામાં આવ્યો તે જોઈને મોટે અવાજે ઈશ્વરની સ્તુતિ કરતાં પાછો આવ્યો.
16
તે ઈસુના ચરણે નમી પડયો, અને આભાર માનવા લાગ્યો. એ તો એક સમરૂની હતો.
17
ઈસુ બોલી ઊઠયા, “શુદ્ધ તો દસને કરવામાં આવ્યા હતા, બીજા નવ ક્યાં છે?
18
પાછા આવીને ઈશ્વરનો આભાર માનનાર આ એક પરદેશી જ નીકળ્યો!”
19
અને ઈસુએ તેને કહ્યું, “ઊઠ, જા; તારા વિશ્વાસને લીધે તું સાજો થયો છે.”
20
કેટલાક ફરોશીઓએ ઈસુને પૂછયું, “ઈશ્વરનું રાજ ક્યારે આવશે?” આવો જવાબ આપ્યો: “નજરે જોઈ શકાય એ રીતે ઈશ્વરનું રાજ આવતું નથી.
21
કોઈ એમ નહિ કહે કે, ‘જુઓ, તે અહીં છે,’ અથવા ‘ત્યાં છે.’ કારણ, ઈશ્વરનું રાજ તમારા દિલમાં છે.”
22
પછી તે શિષ્યોને કહે છે, “એવો સમય આવશે કે જ્યારે તમે માનવપુત્રના સમયનો એક દિવસ પણ જોવાની ઝંખના રાખશો, પરંતુ તમે જોઈ શકશો નહિ!
23
‘જુઓ, તે ત્યાં રહ્યો!’ અથવા ‘જુઓ, તે આ રહ્યો!’ એવું કહેનારા તમને મળશે. પણ એમની પાછળ પાછળ શોધવા જતા નહિ.
24
જેમ આકાશના એક છેડેથી બીજા છેડા સુધી વીજળી ચમકે છે, તેમ માનવપુત્રનું આગમન તે દિવસે થશે.
25
પણ પ્રથમ તેણે ઘણું સહન કરવું પડશે અને તેના પોતાના સમયના લોકો તેનો તિરસ્કાર કરશે.
26
“નૂહના સમયમાં જેમ બન્યું તેમ માનવપુત્રના સમયમાં પણ બનશે.
27
નૂહ વહાણમાં પ્રવેશ્યો અને જળપ્રલયે આવીને બધાંનો નાશ કર્યો તે દિવસ સુધી બધા ખાતાપીતા હતા અને લગ્ન કરતા-કરાવતા હતા.
28
વળી, લોતના સમયમાં જેમ બન્યું તેમ જ ત્યારે થશે. બધા લોકો ખાતા હતા, પીતા હતા, ખરીદતા હતા, વેચતા હતા, રોપતા હતા અને બાંધતા હતા.
29
પણ તે દિવસે આકાશમાંથી અગ્નિ તથા ગંધક વરસ્યાં અને તેમનો બધાનો નાશ થયો.
30
માનવપુત્રના પ્રગટ થવાના દિવસે પણ તેમ જ બનશે.
31
“તે દિવસે જે માણસ ઘરના છાપરા પર હોય, તેણે ઘરમાંથી પોતાની માલમિલક્ત લેવા ઊતરવું નહિ; એ જ પ્રમાણે જે માણસ ખેતરમાં ગયો હોય, તેણે ઘેર પાછા આવવું નહિ.
32
લોતની પત્નીને યાદ કરો.
33
જે કોઈ પોતાનો જીવ બચાવવાનો પ્રયત્ન કરશે, તે તેને ગુમાવશે; પણ જે કોઈ પોતાનો જીવ ગુમાવશે, તે તેને બચાવશે.
34
હું તમને કહું છું કે તે રાત્રે એક પથારીમાં બે વ્યક્તિઓ સૂતી હશે; તેમાંથી એક લેવાશે અને બીજી પડતી મૂકાશે.
35
બે સ્ત્રીઓ સાથે બેસીને ઘંટીએ દળતી હશે; તેમાંથી એકને લેવાશે અને બીજીને પડતી મૂકાશે
36
(બે માણસો ખેતરમાં હશે, એક લઈ લેવાશે, અને બીજો પડતો મૂકાશે.)
37
શિષ્યોએ તેમને પૂછયું, “પ્રભુ, આ બધું ક્યાં બનશે?” ઈસુએ જવાબ આપ્યો, “જ્યાં મડદું પડયું છે ત્યાં ગીધડાં એકઠાં થવાનાં જ.”
← Chapter 16
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 18 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24