bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
/
Luke 23
Luke 23
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
← Chapter 22
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 24 →
1
સભા બરખાસ્ત કરવામાં આવી, અને તેઓ ઈસુને પિલાત સમક્ષ લઈ ગયા.
2
અને ત્યાં તેઓ તેમના પર આરોપ મૂકવા લાગ્યા, “આ માણસને અમે અમારા લોકોને ગેરમાર્ગે દોરતાં પકડયો છે. તે તેમને સમ્રાટને કરવેરા ભરવાની મના કરે છે, અને પોતે ખ્રિસ્ત, એટલે રાજા હોવાનો દાવો કરે છે.”
3
પિલાતે પ્રશ્ર્ન પૂછયો, “તું યહૂદીઓનો રાજા છે?” ઈસુએ જવાબ આપ્યો, “તેવું તમે કહો છો.”
4
પછી પિલાતે મુખ્ય યજ્ઞકારો અને ટોળાને કહ્યું, “મને આ માણસમાં કંઈ દોષ દેખાતો નથી.”
5
પણ તેમણે વિશેષ આગ્રહ કર્યો, “તે તેના શિક્ષણ દ્વારા આખા યહૂદિયાના લોકોને ઉશ્કરે છે. ગાલીલમાં તેણે આરંભ કર્યો, અને હવે અહીં પણ આવ્યો છે.”
6
એ સાંભળીને પિલાતે પૂછયું, “શું આ માણસ ગાલીલવાસી છે?”
7
ઈસુ હેરોદની સત્તા નીચેના પ્રદેશનો છે એવું પિલાતે જાણ્યું, ત્યારે તેણે ઈસુને હેરોદ પાસે મોકલ્યો. તે સમયે હેરોદ યરુશાલેમમાં હતો.
8
ઈસુને જોઈને હેરોદ ઘણો ખુશ થઈ ગયો, કારણ, તેણે તેમના સંબંધી સાંભળ્યું હતું, અને ઘણા લાંબા સમયથી તે તેમને મળવા માગતો હતો. ઈસુ કંઈક ચમત્કાર કરે તો તે જોવાની તે આશા રાખતો હતો.
9
તેથી હેરોદે ઈસુને ઘણા પ્રશ્ર્નો પૂછયા, પણ ઈસુ એકપણ શબ્દ બોલ્યા નહિ.
10
મુખ્ય યજ્ઞકારો અને નિયમશાસ્ત્રના શિક્ષકોએ આગળ આવીને ઈસુ પર આવેશપૂર્વક આક્ષેપો મૂક્યા.
11
હેરોદ અને તેના સૈનિકોએ ઈસુની મશ્કરી કરી અને તેમના પ્રત્યે તિરસ્કારયુક્ત વર્તન દાખવ્યું.
12
પછી તેમણે તેમને સુંદર ઝભ્ભો પહેરાવીને પિલાત પાસે પાછા મોકલ્યા. તે જ દિવસે હેરોદ અને પિલાત વચ્ચે મિત્રતા થઈ; તે પહેલાં તો તેઓ એકબીજાના દુશ્મન હતા.
13
પિલાતે મુખ્ય યજ્ઞકારો, આગેવાનો અને લોકોને બોલાવીને એકઠા કર્યા,
14
અને તેમને કહ્યું, “તમે આ માણસને મારી પાસે લાવીને કહ્યું કે તે લોકોને ગેરમાર્ગે દોરે છે. હવે, અહીં તમારી સમક્ષ મેં તેની તપાસ કરી, અને તમે તેની વિરુદ્ધ જે આક્ષેપો મૂકો છો, તેમાંના એકેય આક્ષેપ વિષે તે મને દોષિત માલૂમ પડયો નથી.
15
હેરોદને પણ તેનામાં કંઈ દોષ જણાયો નથી, કારણ, તેણે તેને આપણી પાસે પાછો મોકલી આપ્યો છે.
16
મોતની સજા થાય તેવું આ માણસે કંઈ કર્યું નથી. એટલે હું તેને ચાબખા મરાવીને છોડી મૂકીશ.”
17
[પ્રત્યેક પાસ્ખાપર્વ સમયે પિલાતે લોકોને માટે એક કેદીને છૂટો કરવો પડતો હતો].
18
આખા ટોળાએ પોકાર કર્યો, “તેને મારી નાખો! અમારે માટે બારાબાસને સ્વતંત્ર કરો!”
19
બારાબાસને તો શહેરમાં એક હુલ્લડને કારણે અને ખૂન કરવાને લીધે જેલમાં પૂરવામાં આવ્યો હતો.
20
પિલાત ઈસુને મુક્ત કરવા માગતો હતો, તેથી તેણે ફરીથી ટોળાને પૂછયું, પણ તેમણે બૂમો પાડવાનું ચાલુ રાખ્યું, “તેને ક્રૂસે જડો! ક્રૂસે જડો!
21
પિલાતે તેમને ત્રીજી વાર કહ્યું, “પણ તેણે શો ગુનો કર્યો છે? મોતની સજા થાય તેવું મને તેનામાં કંઈ જણાતું નથી.
22
એટલે હું તેને ચાબખા મરાવીને છોડી મૂકીશ.”
23
પણ તેઓ સતત જોરજોરથી પોકારતા રહ્યા કે ઈસુને ક્રૂસે જડવામાં આવે, અને અંતે તેમના બૂમબરાડા ફાવ્યા.
24
તેથી તેમની માગણી પ્રમાણે પિલાતે ઈસુને સજા ફરમાવી.
25
હુલ્લડ તથા ખૂનને કારણે જેલમાં પૂરવામાં આવેલા બારાબાસને લોકોની માગણી મુજબ તેણે મુક્ત કર્યો, અને ઈસુને લોકોની ઇચ્છા પ્રમાણે કરવાને સોંપ્યા.
26
તેઓ ઈસુને લઈ ગયા. જતાં જતાં તેમને કુરેનીનો સિમોન મળ્યો. તે ગામડેથી શહેરમાં આવતો હતો. તેમણે તેને પકડયો, તેની પાસે ક્રૂસ ઊંચકાવ્યો અને ઈસુની પાછળ પાછળ આવવા કહ્યું.
27
તેમની પાછળ મોટું ટોળું જતું હતું; તેમનામાં ઈસુને માટે રડતીકકળતી કેટલીક સ્ત્રીઓ પણ હતી.
28
ઈસુએ તેમના તરફ ફરીને કહ્યું, “યરુશાલેમની દીકરીઓ, મારે માટે રડશો નહિ; બલ્કે, તમારે માટે અને તમારાં બાળકોને માટે રડો.
29
કારણ, એવા દિવસો આવશે જ્યારે લોકો કહેશે, ‘જેમને કદી છોકરાં થયાં નથી, જેમણે કદી બાળકોને જન્મ આપ્યો નથી અને જેમણે તેમને સ્તનપાન કરાવ્યું નથી તેમને ધન્ય છે!’
30
ત્યારે લોકો પર્વતોને કહેશે, ‘અમારા પર પડો!’ અને ટેકરાઓને કહેશે, ‘અમને સંતાડો!’
31
કારણ, જો તેઓ લીલા વૃક્ષને આમ કરે છે, તો સૂકાને શું નહિ કરે?”
32
તેમણે બીજા બે ગુનેગારોને પણ ઈસુની સાથે સાથે મારી નાખવા માટે લીધા હતા.
33
ખોપરી નામની જગ્યાએ તેઓ આવ્યા, અને ત્યાં ઈસુને તેમજ બે ગુનેગારોને ક્રૂસે જડયા. એકને તેમની જમણી તરફ અને બીજાને ડાબી તરફ.
34
ઈસુએ કહ્યું, “હે પિતા, આ લોકોને ક્ષમા કરો! પોતે શું કરી રહ્યા છે તે તેઓ જાણતા નથી.” ચિઠ્ઠી નાખીને તેમણે તેમનાં વસ્ત્રો અંદરોઅંદર વહેંચી લીધાં.
35
લોકો ઊભા ઊભા નિહાળતા હતા, પણ યહૂદી આગેવાનો ઈસુની મશ્કરી ઉડાવતા હતા, “તેણે બીજાઓને બચાવ્યા; જો તે ઈશ્વરે પસંદ કરેલ મસીહ હોય, તો પોતાને બચાવે!”
36
સૈનિકોએ પણ તેમની મશ્કરી કરી; તેમણે પાસે જઈને તેમને હલકો દારૂ આપ્યો
37
અને કહ્યું, “જો તું યહૂદીઓનો રાજા હોય, તો પોતાને બચાવ!”
38
કારણ, ઈસુના માથા આગળ ક્રૂસ ઉપર લેખ લખેલો હતો, “આ યહૂદિયાઓનો રાજા છે.”
39
ક્રૂસે લટકાવેલા ગુનેગારોમાં એકે તેનું અપમાન કર્યું, “શું તુ મસીહ નથી! તો પોતાને તથા અમને પણ બચાવ!”
40
પણ બીજાએ તેને ધમકાવીને કહ્યું, “તું ઈશ્વરથી પણ ડરતો નથી? આપણે બધા એક જ પ્રકારની સજા ભોગવી રહ્યા છીએ.
41
છતાં આપણી સજા તો વાજબી છે, કારણ, આપણે જે કર્યું તેને ઘટતું ફળ ભોગવીએ છીએ; પણ તેમણે તો કંઈ જ ખોટું કર્યું નથી.”
42
અને તેણે ઈસુને કહ્યું, “ઓ ઈસુ, તમે રાજા તરીકે આવો, ત્યારે મને યાદ કરજો.”
43
ઈસુએ તેને કહ્યું, “હું તને સાચે જ કહું છું: તું આજે મારી સાથે પારાદૈસમાં હોઈશ.”
44
બપોરના લગભગ બાર વાગ્યા હતા, ત્યારે જ સૂર્ય પ્રકાશતો બંધ થઈ ગયો અને ત્રણ વાગ્યા સુધી આખા દેશ પર અંધકાર છવાઈ ગયો.
45
વળી, મંદિરનો પડદો વચ્ચેથી ફાટી ગયો.
46
ઈસુએ મોટે સાદે બૂમ પાડી, “પિતાજી, તમારા હાથમાં મારો આત્મા સોંપું છું!” એમ કહીને તે મરણ પામ્યા.
47
જે બન્યું હતું તે જોઈને લશ્કરના અધિકારીએ ઈશ્વરની સ્તુતિ કરતાં કહ્યું, “ખરેખર, આ ન્યાયી માણસ હતો.”
48
આ દૃશ્ય જોવા એકઠા મળેલા લોકો આ ઘટનાઓ જોઈને છાતી કૂટતા કૂટતા ઘેર ગયા.
49
ગાલીલમાંથી ઈસુની પાછળ પાછળ આવેલી સ્ત્રીઓ તેમજ ઈસુના અંગત ઓળખીતાઓ થોડે દૂર ઊભાં હતાં, અને તેઓ આ બધું જોઈ રહ્યાં હતાં.
50
યહૂદીઓના શહેર આરીમથાઈનો યોસેફ નામે એક માણસ હતો. તે ભલો અને ધર્મિષ્ઠ હતો અને ઈશ્વરના રાજની વાટ જોતો હતો.
51
યહૂદીઓની ન્યાયસભાનો સભ્ય હોવા છતાં તે તેમના નિર્ણય અને કાર્ય સાથે સંમત થયો ન હતો.
52
તેણે પિલાત સમક્ષ જઈને ઈસુના શબની માગણી કરી.
53
પછી તેણે શબ ઉતાર્યું અને અળસીરેસાનાં શ્વેત વસ્ત્રમાં વીટીંને ખડકમાં કોરી કાઢેલી અને વણવપરાયેલી કબરમાં મૂકાયું.
54
તે દિવસ તૈયારીનો દિવસ હતો અને વિશ્રામવાર શરૂ થવામાં હતો.
55
ગાલીલમાંથી ઈસુની પાછળ પાછળ આવેલી સ્ત્રીઓ યોસેફની સાથે ગઈ અને કબર તથા તેમાં ઈસુનું શબ કેવી રીતે મૂકવામાં આવ્યું હતું તે જોયું.
56
પછી તેઓ પાછા ઘેર ગયાં અને મૃતદેહને માટે સુગંધી દ્રવ્યો તથા અત્તર તૈયાર કર્યાં. નિયમશાસ્ત્ર પ્રમાણે વિશ્રામવારે તેમણે આરામ કર્યો.
← Chapter 22
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 24 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24