bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
/
Luke 5
Luke 5
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
← Chapter 4
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 6 →
1
ઈસુ એકવાર ગેન્નેસારેત સરોવરને કિનારે ઊભા હતા, ત્યારે લોકો ઈશ્વરનો સંદેશ સાંભળવા તેમની આસપાસ પડાપડી કરતા હતા.
2
તેમણે બે હોડીઓ કિનારે લાંગરેલી જોઈ; માછીમારો એ હોડીઓમાં નહોતા, પણ જાળો ધોતા હતા.
3
ઈસુ એક હોડીમાં ચડી ગયા, તે હોડી તો સિમોનની હતી. ઈસુએ તેને હોડી કિનારેથી થોડે દૂર લઈ જવા કહ્યું. ઈસુ હોડીમાં બેસીને લોકોને ઉપદેશ આપવા લાગ્યા.
4
તેમનું પ્રવચન પૂરું થતાં જ તેમણે સિમોનને કહ્યું, “હોડી ત્યાં ઊંડા પાણીમાં લઈ જા, અને માછલાં પકડવા તમારી જાળો નાખો.”
5
સિમોને જવાબ આપ્યો, “ગુરુજી, અમે આખી રાત સખત પરિશ્રમ કર્યો છે, અને કંઈ હાથ લાગ્યું નથી. પણ તમે કહો છો એટલે હું જાળો નાખીશ.”
6
તેમણે જાળો નાખી અને એટલી બધી માછલીઓ પકડાઈ કે જાળો તૂટવાની તૈયારીમાં જણાઈ.
7
તેથી તેમણે બીજી હોડીમાંના તેમના ભાગીદારોને આવીને મદદ કરવા ઇશારો કર્યો. તેમણે આવીને બન્ને હોડીઓ માછલીઓથી ભરી, એટલે સુધી કે તે ડૂબવા જેવી થઈ ગઈ.
8
જે બન્યું તે જોઈને સિમોન પિતર ઈસુના ચરણોમાં પડીને બોલી ઊઠયો, “પ્રભુ, મારી પાસેથી જાઓ! હું તો પાપી છું.”
9
પકડાયેલી માછલીઓનો મોટો જથ્થો જોઈને તે તથા તેની સાથેના બીજા માણસો આશ્ર્વર્યમાં ગરકાવ થઈ ગયા.
10
ઝબદીના પુત્રો યાકોબ અને યોહાન, જે સિમોનના ભાગીદાર હતા તેઓ પણ આશ્ર્વર્યમાં ગરકાવ થઈ ગયા હતા. ઈસુએ સિમોનને કહ્યું, “ગભરાઈશ નહિ, હવેથી તું માણસોને મારા અનુયાયી બનાવીશ.”
11
તેઓ હોડીઓ કિનારે લઈ આવ્યા અને બધું મૂકી દઈને ઈસુની પાછળ ગયા.
12
એકવાર ઈસુ એક નગરમાં હતા. ત્યાં એક રક્તપિત્તિયો હતો. તેણે ઈસુને જોઈને જમીન પર પડીને નમન કર્યું અને તેમને આજીજી કરી, “સાહેબ, તમે ચાહો તો મને શુદ્ધ કરી શકો છો!”
13
ઈસુ પોતાનો હાથ લંબાવીને તેને અડક્યા. તેમણે કહ્યું, “હું ચાહું છું. તું શુદ્ધ થા!” તરત જ તે માણસમાંથી રક્તપિત્ત દૂર થયો.
14
ઈસુએ તેને આજ્ઞા કરી, “આ અંગે કોઈને કહીશ નહિ, પણ સીધો યજ્ઞકાર પાસે જા અને તેની પાસે તારી તપાસ કરાવ; પછી તું શુદ્ધ થયો છે તે બધા આગળ સાબિત કરવા મોશેએ ઠરાવ્યા પ્રમાણેનું બલિદાન ચઢાવ.”
15
ઈસુની કીર્તિ ખૂબ ફેલાઈ ગઈ, અને લોકોનાં ટોળેટોળાં તેમનું સાંભળવા અને રોગોમાંથી સાજા થવા આવ્યાં.
16
પણ તે એક્ંતમાં ચાલ્યા જતા અને ત્યાં પ્રાર્થના કરતા.
17
એક દિવસે ઈસુ ઉપદેશ આપતા હતા ત્યારે ગાલીલ તથા યહૂદિયાના બધા નગરોમાંથી અને યરુશાલેમથી આવેલા કેટલાક ફરોશીઓ અને નિયમશાસ્ત્રના શિક્ષકો ત્યાં બેઠા હતા. માંદાઓને સાજા કરવા માટે ઈસુ પાસે પ્રભુનું પરાક્રમ હતું.
18
કેટલાક માણસો લકવાવાળા એક માણસને પથારીમાં ઊંચકી લાવ્યા અને તેઓ તેને ઘરમાં લઈ જઈને ઈસુની આગળ મૂકવા પ્રયત્ન કરવા લાગ્યા.
19
પણ ભીડને કારણે તેઓ તેને અંદર લઈ જઈ શક્યા નહિ. તેથી તેઓ તેને છાપરા પર લઈ ગયા, અને નળિયાં ઉકેલીને તેને લોકોની વચમાં ઈસુની આગળ પથારીમાં ઉતાર્યો.
20
તેમનો વિશ્વાસ જોઈને, તેમણે તે માણસને કહ્યું, “ભાઈ, તારાં પાપ માફ કરવામાં આવ્યાં છે.”
21
નિયમશાસ્ત્રના શિક્ષકો અને ફરોશીઓ પોતાના મનમાં કહેવા લાગ્યા, “ઈશ્વરની વિરુદ્ધ બોલનાર આ માણસ કોણ? કોઈ માણસ પાપ માફ કરી શક્તો નથી; માત્ર ઈશ્વર જ તેમ કરી શકે છે.”
22
ઈસુ તેમના વિચારો જાણી ગયા અને તેમણે તેમને કહ્યું, “તમે એવા વિચારો કેમ કરો છો?
23
‘તારાં પાપ માફ કરવામાં આવ્યાં છે,’ એમ કહેવું સહેલું છે કે, ‘ઊઠ, અને ચાલતો થા’ એમ કહેવું સહેલું છે?
24
પણ માનવપુત્રને પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર છે તે હું તમને સાબિત કરી આપીશ.” એટલા માટે લકવાવાળા માણસને તેમણે કહ્યું, “હું તને કહું છું: ઊઠ, તારી પથારી ઉપાડીને ઘેર જા!”
25
તરત જ તે માણસ એ બધાની સમક્ષ ઊભો થયો, અને જે પથારી પર તે સૂતો હતો તે લઈને ઈશ્વરની સ્તુતિ કરતો પોતાને ઘેર ગયો.
26
તેઓ બધા આશ્ર્વર્યમાં ગરક થઈ ગયા અને ભયભીત થઈને ઈશ્વરની સ્તુતિ કરતાં કહેવા લાગ્યા, “આજે આપણે કેવી અજાયબ બાબતો જોઈ!”
27
એ પછી ઈસુ બહાર ગયા અને લેવી નામના એક નાકાદારને જક્તનાકા પર બેઠેલો જોયો.
28
ઈસુએ તેને કહ્યું, “મને અનુસર.” લેવી ઊભો થયો અને પોતાનું સર્વસ્વ મૂકી દઈને તેમની પાછળ ગયો.
29
પછી લેવીએ પોતાના ઘરમાં ઈસુને માટે ભોજન સમારંભ યોજ્યો. તેમની સાથે ઘણા નાકાદારો તથા બીજા માણસો જમવા બેઠા હતા.
30
કેટલાક ફરોશીઓએ અને તેમના જૂથના નિયમશાસ્ત્રના શિક્ષકોએ ઈસુના શિષ્યો આગળ ફરિયાદ કરતાં પૂછયું, “તમે નાકાદારો તથા સમાજમાંથી બહિષ્કૃત થયેલા સાથે કેમ ખાઓપીઓ છો?”
31
ઈસુએ તેમને જવાબ આપ્યો, “જેઓ તંદુરસ્ત છે તેમને નહિ, પણ જેઓ બીમાર છે તેમને જ વૈદની જરૂર છે.
32
હું સદાચારી ગણાતા લોકોને નહિ પણ પોતાના પાપથી પાછા ફરે તે માટે પાપીઓને બોલાવવા આવ્યો છું.”
33
કેટલાક લોકોએ ઈસુને કહ્યું, “યોહાનના શિષ્યો વારંવાર ઉપવાસ અને પ્રાર્થના કરે છે, અને ફરોશીઓના શિષ્યો પણ તેમ કરે છે, પણ તમારા શિષ્યો તો ખાય છે પીએ છે.”
34
ઈસુએ જવાબ આપ્યો, “લગ્ન જમણમાં આવેલા મહેમાનોને વરરાજા તેમની સાથે હોય ત્યાં સુધી તમે ઉપવાસ કરાવી શકો ખરા?
35
ના, કદી નહિ! પણ એવો સમય આવશે જ્યારે તેમની પાસેથી વરરાજા લઈ લેવાશે ત્યારે તેઓ ઉપવાસ કરશે.”
36
ઈસુએ તેમને આ ઉદાહરણ પણ આપ્યું, “નવા વસ્ત્રમાંથી ટુકડો કાપીને કોઈ જૂના વસ્ત્રને થીંગડું મારતું નથી. એમ કરે તો તે જૂનું વસ્ત્ર ફાડશે જ, અને નવા વસ્ત્રનો જૂના વસ્ત્ર સાથે મેળ ખાશે નહિ.
37
તે જ પ્રમાણે કોઈ નવો દારૂ વપરાયેલી મશકોમાં ભરતું નથી. જો એમ કરે તો નવો દારૂ મશક ફાડી નાખશે, દારૂ ઢળી જશે અને મશકો પણ નાશ પામશે.
38
એને બદલે, નવો દારૂ તો વપરાયા વગરની મશકોમાં જ ભરવો જોઈએ.
39
વળી, જૂનો દારૂ પીધા પછી કોઈ નવો માગતો નથી. તે કહેશે, ‘જૂનો જ સારો છે.”
← Chapter 4
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 6 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24