bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
/
Genesis 18
Genesis 18
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
← Chapter 17
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 28
Chapter 29
Chapter 30
Chapter 31
Chapter 32
Chapter 33
Chapter 34
Chapter 35
Chapter 36
Chapter 37
Chapter 38
Chapter 39
Chapter 40
Chapter 41
Chapter 42
Chapter 43
Chapter 44
Chapter 45
Chapter 46
Chapter 47
Chapter 48
Chapter 49
Chapter 50
Chapter 19 →
1
પ્રભુએ અબ્રાહામને મામરેનાં એલોન વૃક્ષો પાસે દર્શન આપ્યું. અબ્રાહામ ભરબપોરે તંબુના પ્રવેશદ્વાર પાસે બેઠો હતો.
2
તેણે નજર ઊઠાવીને જોયું તો પોતાની સામે તેણે ત્રણ માણસોને ઊભેલા જોયા. તેમને જોઈને તે તંબુના પ્રવેશદ્વારેથી દોડીને તેમને મળવા સામે ગયો.
3
તેણે ભૂમિ સુધી માથું નમાવીને તેમને પ્રણામ કર્યા અને કહ્યું, “મારા સ્વામી, તમે મારા પર પ્રસન્ન થયા હો તો તમારા આ સેવક પાસેથી જતા રહેશો નહિ.
4
હું થોડું પાણી લઈ આવું એટલે તમે પગ ધોઈ લો અને પછી આ વૃક્ષ નીચે આરામ કરો.
5
તમે તમારા દાસને ત્યાં આવ્યા જ છો તો મને તમારે માટે થોડો ખોરાક લાવવા દો, જેથી તે ખાઈને તાજા થઈને તમે તમારે માર્ગે જઈ શકો.” તેથી તેમણે કહ્યું, “ભલે, તારા કહેવા પ્રમાણે કર.”
6
પછી અબ્રાહામ તરત જ સારા પાસે તંબુમાં ગયો. તેણે તેને કહ્યું, “ત્રણ માપ લોટ મસળીને જલદી જલદી રોટલી બનાવી દે.”
7
પછી અબ્રાહામ દોડીને ઢોરનાં ટોળાં તરફ ગયો. તેણે તેમાંથી એક કુમળું અને સારું વાછરડું લાવીને નોકરને આપ્યું, એટલે નોકર પણ તે જલદી જલદી બનાવવા લાગ્યો.
8
પછી અબ્રાહામે દહીં, દૂધ તથા પેલું રાંધેલું વાછરડું લાવીને તેમની આગળ પીરસ્યાં, તેઓ જમતા હતા તે દરમ્યાન તે તેમની સરભરામાં વૃક્ષ નીચે ઊભો રહ્યો.
9
તેમણે અબ્રાહામને પૂછયું, “તારી પત્ની સારા ક્યાં છે?” તેણે કહ્યું, “તે ત્યાં તંબુમાં છે.”
10
પ્રભુએ કહ્યું, “આવતે વર્ષે નિયત સમયે હું તારે ત્યાં પાછો આવીશ અને ત્યારે તારી સ્ત્રી સારાને પુત્ર હશે.” અબ્રાહામની પાછળ જ તંબુના પ્રવેશદ્વાર નજીક ઊભા રહીને સારાએ તે સાંભળ્યું.
11
હવે અબ્રાહામ અને સારા વૃદ્ધ થયાં હતાં અને તેમની ઉંમર ઘણી થઈ હતી. વળી, સારાને રજોદર્શન પણ બંધ થયું હતું.
12
તેથી સારા એકલી એકલી હસી અને મનમાં બોલી, “હું વૃદ્ધ થઈ છું અને મારા પતિ પણ વૃદ્ધ થયા છે; તો હવે હું દેહસુખ માણી શકું ખરી?”
13
પ્રભુએ અબ્રાહામને કહ્યું, “‘હું વૃદ્ધ હોવા છતાં મને પુત્ર થાય ખરો?’ એવું કહેતાં સારા કેમ હસી?
14
શું પ્રભુને કંઈ અશક્ય છે? આવતે વર્ષે નિયત સમયે હું તારી પાસે પાછો આવીશ અને સારાને ત્યારે પુત્ર થયો હશે.”
15
સારાએ ડરના માર્યા કહ્યું, “હું હસી નથી. ” પણ તેમણે કહ્યું, “હા, તું ખરેખર હસી.”
16
પછી તે પુરુષો ત્યાંથી ઊભા થયા અને તેમણે સદોમ તરફ નજર કરી. અબ્રાહામ તેમને વળાવવા તેમની સાથે ગયો.
17
પ્રભુએ વિચાર્યું, “હું જે કરવાનો છું તે શું હું અબ્રાહામથી છૂપું રાખું?
18
અબ્રાહામ દ્વારા તો હું એક મહાન અને સમર્થ પ્રજા ઊભી કરવાનો છું અને પૃથ્વીની બધી પ્રજાઓ તેની મારફતે આશિષ પ્રાપ્ત કરશે.
19
કારણ, મેં જ તેને પસંદ કર્યો છે. તે તેનાં સંતાનોને અને તેના પછી આવનાર પરિવારોને આજ્ઞા કરશે કે, જે સાચું અને યથાર્થ છે તેનું પાલન કરીને તેઓ પ્રભુના માર્ગમાં ચાલે જેથી અબ્રાહામને આપેલું વચન હું પાળી શકું.”
20
પછી પ્રભુએ કહ્યું, “સદોમ અને ગમોરાની વિરુદ્ધ બહુ મોટી ફરિયાદ આવી છે અને તેમનાં પાપ અઘોર છે.
21
એટલે હવે હું જઈને જોઈશ કે મારી પાસે પહોંચેલી ફરિયાદ પ્રમાણેનાં તેમનાં કામ છે કે કેમ. જો તેમનાં કામ એવાં નહિ હોય તો ય મને ખબર પડશે.”
22
પછી બે પુરુષો ત્યાંથી નીકળીને સદોમ તરફ ગયા. પણ પ્રભુ અબ્રાહામની સાથે રોકાયા.
23
અબ્રાહામે પ્રભુની પાસે જઈને કહ્યું, “શું તમે દુરાચારીઓ સાથે સદાચારીઓનો નાશ કરશો?
24
જો તે શહેરમાં પચાસ સદાચારીઓ હોય તો પણ શું તમે તેનો નાશ કરશો? એ પચાસ સદાચારીઓ ખાતર એ શહેરને તમે નહિ બચાવો?
25
દુરાચારીઓ સાથે સદાચારીઓનો નાશ કરવો એ તમારાથી દૂર રહો. એમ થાય તો સદાચારીઓ દુરાચારીઓની બરાબર ગણાય; એવું કરવું તમારાથી દૂર રહો. સમસ્ત પૃથ્વીના ન્યાયાધીશ શું સાચો ન્યાય નહિ કરે?”
26
ત્યારે પ્રભુએ કહ્યું, “જો સદોમમાં મને પચાસ સદાચારી મળે તો તેમની ખાતર હું આખા શહેરને બચાવીશ.”
27
અબ્રાહામ ફરીથી બોલ્યો, “હું તો ધૂળ અને રાખ સમાન છું,
28
છતાં પ્રભુની આગળ બોલવાની હિંમત કરું છું. કદાચ પચાસ સદાચારીમાં પાંચ ઓછા હોય તો એ પાંચની ખોટને લીધે શું તમે આખા શહેરનો નાશ કરશો?” પ્રભુએ ઉત્તર આપ્યો, “જો ત્યાં પિસ્તાલીસ સદાચારી હોય તો પણ હું તેનો નાશ કરીશ નહિ.”
29
અબ્રાહામે ફરી પ્રભુને કહ્યું, “જો ચાલીસ જ મળે તો?” પ્રભુએ કહ્યું, “ચાલીસને લીધે પણ હું નાશ કરીશ નહિ.”
30
ત્યારે અબ્રાહામે કહ્યું, “પ્રભુ, તમને રોષ ન ચડે તો હું બોલું. ધારો કે ત્રીસ જ મળે તો?” પ્રભુએ કહ્યું, “જો ત્યાં ત્રીસ જ સદાચારી મળે તો પણ હું તેનો નાશ કરીશ નહિ.”
31
અબ્રાહામે કહ્યું, “હજી હું પ્રભુ સમક્ષ બોલવાની હિંમત કરું છું. જો વીસ જ સદાચારી મળે તો?” પ્રભુએ જવાબ આપ્યો, “વીસને લીધે પણ હું તેનો નાશ કરીશ નહિ.”
32
અબ્રાહામે કહ્યું, પ્રભુ, તમને રોષ ન ચડે તો આ છેલ્લી વાર બોલું, જો ફક્ત દસ જ મળે તો?” “પ્રભુએ જવાબ આપ્યો, “એ દસને લીધે પણ હું એ શહેરનો નાશ કરીશ નહિ.”
33
પછી અબ્રાહામ સાથે વાત પૂરી કરીને પ્રભુ ચાલ્યા ગયા અને અબ્રાહામ પોતાના તંબુએ પાછો આવ્યો.
← Chapter 17
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 28
Chapter 29
Chapter 30
Chapter 31
Chapter 32
Chapter 33
Chapter 34
Chapter 35
Chapter 36
Chapter 37
Chapter 38
Chapter 39
Chapter 40
Chapter 41
Chapter 42
Chapter 43
Chapter 44
Chapter 45
Chapter 46
Chapter 47
Chapter 48
Chapter 49
Chapter 50
Chapter 19 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50