bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
/
Genesis 43
Genesis 43
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
← Chapter 42
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 28
Chapter 29
Chapter 30
Chapter 31
Chapter 32
Chapter 33
Chapter 34
Chapter 35
Chapter 36
Chapter 37
Chapter 38
Chapter 39
Chapter 40
Chapter 41
Chapter 42
Chapter 43
Chapter 44
Chapter 45
Chapter 46
Chapter 47
Chapter 48
Chapter 49
Chapter 50
Chapter 44 →
1
પણ કનાન દેશમાં દુકાળ વધુ કારમો બનતો ગયો.
2
ઇજિપ્તમાંથી લાવેલું બધું જ અનાજ ખાતાં ખલાસ થઈ ગયું ત્યારે યાકોબે પોતાના પુત્રોને કહ્યું, “જાઓ, જઈને આપણે માટે થોડું અનાજ ખરીદી લાવો.”
3
યહૂદાએ કહ્યું, “એ માણસે અમને સખત ચેતવણી આપી હતી કે, ‘તમારો ભાઈ તમારી સાથે ન હોય તો તમે મને મળવા પામશો નહિ.’
4
જો તમે અમારા ભાઈને અમારી સાથે મોકલવા તૈયાર હો તો અમે જઈને તમારે માટે અનાજ ખરીદી લાવીશું.
5
જો તમે તેને ન મોકલો તો અમે જવાના નથી. કારણ, એ માણસે અમને કહ્યું છે, ‘તમારો ભાઈ તમારી સાથે ન હોય તો તમે મને મળવા પામશો નહિ.”
6
ઇઝરાયેલે કહ્યું, “તમારે બીજો ભાઈ છે એવું એ માણસને કહીને તમે મને સંકટમાં કેમ મૂક્યો?”
7
તેમણે જવાબ આપ્યો, “એ માણસે અમને આપણા કુટુંબ સંબંધી વિગતવાર પૂછપરછ કરી: ‘શું તમારા પિતા હજી જીવે છે? તમારે કોઈ ભાઈ છે?’ અને અમારે એના પ્રશ્ર્નોના જવાબ આપવા પડયા. અમને શી ખબર કે તે અમારી સાથે અમારા ભાઈને લઈ જવાનું કહેશે?”
8
વળી, યહૂદાએ પોતાના પિતા ઇઝરાયલને કહ્યું, “છોકરાને મારી સાથે મોકલો તો અમે ઉપડીએ. જેથી આપણે સૌ એટલે તમે, અમારાં છોકરાં અને અમે જીવતાં રહીએ, અને મરી જઈએ નહિ.
9
હું તેનો જામીન થાઉં છું, જો હું તેને તમારી પાસે સહીસલામત પાછો ન લાવું તો તમારી સમક્ષ આખા જીવનભર તેનો દોષ મારે શિર રહો.
10
જો અમે રોકાયા ન હોત તો અત્યાર સુધીમાં તો અમે ત્યાં બે વાર જઈને પાછા આવ્યા હોત.”
11
તેમના પિતા ઇઝરાયલે તેમને કહ્યું, “જો એમ જ હોય તો આમ કરો, તમે એ માણસને માટે તમારી ગૂણોમાં દેશની ઉત્તમ પેદાશ એટલે થોડો ગુગળ, થોડું મધ, સુગંધી દ્રવ્યો, બોળ, પિસ્તાં અને બદામ લઈ જાઓ.
12
તમારી સાથે બમણાં નાણાં લઈ જાઓ. કારણ, તમારી ગૂણોના મોંમાં મળેલાં નાણાં તમારે પાછાં લઈ જવા પડશે. કદાચ કંઈક ભૂલથાપ થઈ હશે.
13
તમારા ભાઈને સાથે લો, તૈયાર થાઓ, ને એ માણસ પાસે પાછા જાઓ.
14
સર્વસમર્થ ઈશ્વર તમને એ માણસની દૃષ્ટિમાં દયા પમાડો, જેથી તે તમને, બીજા ભાઈને તથા બિન્યામીનને પાછા મોકલે. પછી ભલે મારે મારાં બાળકો ગુમાવવાં પડે.”
15
તેથી એ માણસોએ બક્ષિસો અને બમણાં નાણાં લીધાં અને સાથે બિન્યામીનને પણ લીધો. તેઓ તૈયાર થઈને ઇજિપ્તમાં ગયા, અને ત્યાં યોસેફ સમક્ષ હાજર થયા.
16
યોસેફે તેમની સાથે બિન્યામીનને જોયો ત્યારે તેણે તેના ઘરના કારભારીને કહ્યું, “આ માણસોને ઘરમાં લઈ જા, અને એક પ્રાણી કાપીને ભોજન તૈયાર કર, કારણ, બપોરે આ માણસો મારી સાથે જમશે.”
17
કારભારીએ યોસેફને કહ્યા પ્રમાણે કર્યું, અને એ માણસોને યોસેફને ઘેર લાવ્યો.
18
તેમને તેના ઘેર લાવવામાં આવ્યા ત્યારે એ માણસો ગભરાયા અને વિચારવા લાગ્યા, “પહેલીવાર આપણી ગૂણોમાં પાછાં મળેલાં નાણાંને લીધે જ આપણને અહીં લાવવામાં આવ્યા છે. તેઓ લાગ જોઈને આપણી પર ઓચિંતો હુમલો કરશે, આપણને ગુલામ બનાવી દેશે અને આપણાં ગધેડાં લઈ લેશે.”
19
તેથી ઘરને બારણે આવી પહોંચ્યા ત્યારે તેમણે યોસેફના ઘરના કારભારીને કહ્યું,
20
“સાહેબ, અમે અગાઉ અહીં અનાજ ખરીદવા આવ્યા હતા,
21
જ્યારે અમે અમારા ઉતારાએ પહોંચ્યા અને અમારી ગૂણો ઉઘાડી તો પ્રત્યેક માણસનાં નાણાં તેની ગૂણનાં મોંમાં હતાં! એ બધાં નાણાં અમારાં જ હતાં અને તેનું વજન પણ બરાબર થયું. અમે તે નાણાં અમારી સાથે પાછાં લાવ્યાં છીએ.
22
અનાજ ખરીદવા માટે અમે વધારાના પૈસા પણ લાવ્યા છીએ. અમારી ગૂણોમાં કોણે અમારાં નાણાં પાછાં મૂક્યાં તેની અમને ખબર નથી.”
23
કારભારીએ કહ્યું, “ચિંતા કરશો નહિ કે ગભરાશો નહિ. તમારા અને તમારા પિતાના ઈશ્વરે એ નાણાં તમારે માટે તમારી ગૂણોમાં મૂકાવ્યાં હશે. તમારા પહેલીવારના પૈસા મને મળી ચૂક્યા છે.”
24
પછી તે તેમની પાસે શિમયોનને લાવ્યો. તેમના પગ ધોવા માટે તેણે તેમને પાણી આપ્યું અને ગધેડાને ચારો નીર્યો.
25
બપોરે યોસેફના આગમન સમયે યોસેફના ભાઈઓએ તેને માટે બક્ષિસો તૈયાર રાખી, કારણ, તેમણે સાંભળ્યું હતું કે તેમણે તેની સાથે જમવાનું છે.
26
યોસેફ ઘેર આવ્યો ત્યારે તેઓ તેની પાસે ઘરમાં પોતાની બક્ષિસો લાવ્યા, અને ભૂમિ સુધી નમીને તેની આગળ નમ્યા.
27
તેણે તેમના સમાચાર પૂછયા, અને પછી પૂછયું, “તમારા વૃદ્ધ પિતા જેમને વિષે તમે મને કહ્યું હતું તે કેમ છે? શું તે હજી જીવે છે, અને કુશળ છે?”
28
તેમણે જવાબ આપ્યો, “તમારો દાસ, અમારા પિતાજી કુશળ છે અને હજી જીવે છે.” અને તેઓ તેની આગળ ધૂંટણિયે પડીને નમ્યા.
29
યોસેફે પોતાના સગા ભાઈ બિન્યામીનને જોઈને કહ્યું, “આ તમારો સૌથી નાનો ભાઈ, જેને વિષે તમે મને કહ્યું હતું તે જ છે ને? ભાઈ, ઈશ્વર તને આશિષ આપો.”
30
5છી યોસેફ ત્યાંથી ઉતાવળે જતો રહ્યો, કારણ, તેના ભાઈને લીધે તેનું હૃદય ભરાઈ આવ્યું અને તે રડી પડવામાં હતો. તેથી તે પોતાની ઓરડીમાં જઈને ત્યાં રડયો.
31
પછી મોં ધોઈને તે બહાર આવ્યો, અને પોતાના મન પર કાબૂ રાખીને ભોજન પીરસવાનો હુકમ કર્યો.
32
યોસેફને જુદું પીરસવામાં આવ્યું, અને તેના ભાઈઓને બીજા મેજ પર પીરસવામાં આવ્યું, તેની સાથે જમનારા ઇજિપ્તીઓને પણ અલગ પીરસવામાં આવ્યું. કારણ, ઇજિપ્તીઓ હિબ્રૂઓ સાથે જમવા બેસતા નથી. હિબ્રૂ લોકો સાથે જમવા બેસવાનું તેઓ શરમજનક ગણે છે.
33
યોસેફના ભાઈઓને તેમની ઉંમરના ક્રમ પ્રમાણે મોટાથી શરૂ કરી સૌથી નાના સુધી તેની સામેના મેજ પર બેસાડવામાં આવ્યા. તેથી તેઓ એકબીજા સામે આશ્ર્વર્યચકિત થઈ જોવા લાગ્યા.
34
તેમને યોસેફના મેજ પરથી વાનગીઓ પીરસવામાં આવી, બીજા ભાઈઓ કરતાં બિન્યામીનને પાંચ ગણું વધારે પીરસવામાં આવ્યું. એમ તેમણે તેની સાથે મિજબાની માણી અને દ્રાક્ષાસવ પીને મસ્ત થયા.
← Chapter 42
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 28
Chapter 29
Chapter 30
Chapter 31
Chapter 32
Chapter 33
Chapter 34
Chapter 35
Chapter 36
Chapter 37
Chapter 38
Chapter 39
Chapter 40
Chapter 41
Chapter 42
Chapter 43
Chapter 44
Chapter 45
Chapter 46
Chapter 47
Chapter 48
Chapter 49
Chapter 50
Chapter 44 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50