bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
/
Genesis 29
Genesis 29
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
← Chapter 28
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 28
Chapter 29
Chapter 30
Chapter 31
Chapter 32
Chapter 33
Chapter 34
Chapter 35
Chapter 36
Chapter 37
Chapter 38
Chapter 39
Chapter 40
Chapter 41
Chapter 42
Chapter 43
Chapter 44
Chapter 45
Chapter 46
Chapter 47
Chapter 48
Chapter 49
Chapter 50
Chapter 30 →
1
પછી યાકોબ ત્યાંથી આગળ ચાલ્યો અને અંતે પૂર્વના લોકોના પ્રદેશમાં જઈ પહોંચ્યો.
2
ત્યાં તેણે ખેતરમાં એક કૂવો અને તેની પાસે ઘેટાંનાં ત્રણ ટોળાં બેઠેલાં જોયાં. કારણ, એ કૂવામાંથી ઘેટાંનાં ટોળાંને પાણી પીવડાવવામાં આવતું હતું. કૂવાના મુખ ઉપર એક મોટો પથ્થર હતો.
3
જ્યારે બધાં ટોળાં ત્યાં ભેગાં થતાં ત્યારે ભરવાડો કૂવાના મુખ પરથી પથ્થર ગબડાવીને ઘેટાંને પાણી પીવડાવતા. પછી પથ્થર પાછો કૂવાના મુખ પર તેને સ્થાને ગોઠવી દેતા.
4
યાકોબે તે ભરવાડોને પૂછયું, “ભાઈ, તમે ક્યાંથી આવો છો?” તેમણે કહ્યું, “અમે હારાનના છીએ.”
5
તેણે તેમને પૂછયું, “તમે નાહોરના પુત્ર લાબાનને ઓળખો છો?” તેમણે કહ્યું, “અમે તેને ઓળખીએ છીએ.”
6
તેણે તેમને પૂછયું, “શું તે કુશળ છે?” તેમણે કહ્યું, “હા. જો, પેલી તેની પુત્રી રાહેલ ઘેટાં લઈને આવે.”
7
યાકોબે કહ્યું, “જુઓ, સાંજ પડવાને હજી ઘણી વાર છે અને ઢોર એકઠાં કરવાનો વખત થયો નથી. માટે તમે ઘેટાંને પાણી પીવડાવીને ફરી ચરવા લઈ જાઓ.”
8
પણ તેમણે કહ્યું, “બધાં ટોળાં એકઠાં ન થાય અને પથ્થર ગબડાવવામાં ન આવે ત્યાં સુધી અમે પાણી પીવડાવી શકીએ તેમ નથી. કારણ, બધાં ટોળાં એકઠાં થયા પછી જ અમે ઘેટાંને પાણી પીવડાવીએ છીએ.”
9
યાકોબ હજી તેમની સાથે વાત કરતો હતો એટલામાં રાહેલ પોતાના પિતાનાં ઘેટાં લઈને આવી પહોંચી. કારણ, તે તેમને ચારવાનું કામ કરતી હતી.
10
યાકોબે પોતાના મામા લાબાનની પુત્રી રાહેલને અને મામાનાં ઘેટાંને જોયાં એટલે તેણે કૂવાના મુખ પરથી પથ્થર ગબડાવી દીધો અને પોતાના મામાનાં ઘેટાંને પાણી પીવડાવ્યું.
11
પછી યાકોબે રાહેલને ચુંબન કર્યું અને મોટેથી રડવા લાગ્યો.
12
તેણે રાહેલને કહ્યું, “હું તારા પિતાના સગપણમાં છું અને રિબકાનો પુત્ર છું.” રાહેલે દોડતાં જઈને પોતાના પિતાને વાત કરી.
13
જ્યારે લાબાને પોતાના ભાણેજ યાકોબના સમાચાર સાંભળ્યા ત્યારે તે તેને દોડીને મળવા ગયો અને તેને ભેટીને ચુંબન કર્યું. તે તેને પોતાને ઘેર લઈ ગયો. પછી યાકોબે લાબાનને બધી વાત કરી.
14
ત્યારે લાબાને કહ્યું, “તારી સાથે તો મારે લોહીની સગાઈ છે.” યાકોબ તેને ત્યાં એક માસ રહ્યો.
15
પછી લાબાને યાકોબને કહ્યું, “તું મારો સગો હોવાથી તું મારું કામ મફતમાં કરે તે વાજબી નથી. તેથી તું કેટલું વેતન લઈશ તે કહે.”
16
હવે લાબાનને બે પુત્રીઓ હતી: મોટી પુત્રીનું નામ લેઆહ અને નાની પુત્રીનું નામ રાહેલ.
17
લેઆહની આંખો નબળી હતી, પણ રાહેલ સુડોળ અને સુંદર હતી.
18
વળી, યાકોબ રાહેલના પ્રેમમાં હતો, એટલે તેણે કહ્યું, “હું તમારી નાની પુત્રી રાહેલ સાથે લગ્ન કરવા માટે તમારે ત્યાં સાત વર્ષ કામ કરીશ.”
19
લાબાને કહ્યું, “હું એનાં લગ્ન કોઈ પારકા માણસ સાથે કરાવું તેના કરતાં તારી સાથે કરાવું તે સારું છે. તું મારી સાથે રહે.”
20
તેથી યાકોબે રાહેલ સાથે લગ્ન કરવા માટે સાત વર્ષ કામ કર્યું અને રાહેલ પ્રત્યેના તેના પ્રેમને કારણે તેને એ સાત વર્ષ થોડા દિવસ જેવાં લાગ્યાં.
21
પછી યાકોબે લાબાનને કહ્યું, “મારો ઠરાવેલો સમય પૂરો થયો છે, માટે હવે મને મારી પત્નીની સોંપણી કરો, જેથી હું તેની સાથે દંપતી-જીવન ગાળી શકું.”
22
તેથી લાબાને ગામના બધા લોકોને ભેગા કર્યા અને જમણ કર્યું.
23
પણ સાંજે તેણે પોતાની પુત્રી લેઆહને લાવીને યાકોબને સોંપી અને યાકોબે તેની સાથે સમાગમ કર્યો.
24
લાબાને પોતાની દાસી ઝિલ્પાને પણ લેઆહની દાસી તરીકે આપી.
25
સવારમાં યાકોબે જોયું તો તે લેઆહ હતી. એટલે યાકોબે લાબાનને કહ્યું, “તમે આ શું કર્યું? શું મેં રાહેલને માટે તમારે ત્યાં કામ કર્યું નહોતું? તો તમે મને કેમ છેતર્યો?”
26
લાબાને કહ્યું, “અમારા દેશમાં મોટી દીકરી પહેલાં નાની દીકરીનાં લગ્ન કરાવવાનો રિવાજ નથી.
27
તેથી લગ્નપ્રથા પ્રમાણે તું પહેલાં લેઆહ સાથે એક સપ્તાહ પૂરું કર. પછી જો તું બીજાં સાત વર્ષ મારે ત્યાં કામ કરવા બંધાતો હોય તો હું રાહેલનાં લગ્ન પણ તારી સાથે કરાવીશ.”
28
યાકોબે એ વાત કબૂલ કરી. તેણે લેઆહ સાથે એક સપ્તાહ પૂરું કર્યું, તે પછી લાબાને પોતાની પુત્રી રાહેલનાં લગ્ન પણ તેની સાથે કરાવ્યાં.
29
લાબાને પોતાની દાસી બિલ્હાને પોતાની પુત્રી રાહેલની દાસી તરીકે સોંપી.
30
યાકોબે રાહેલ સાથે પણ સમાગમ કર્યો. તેણે લેઆહ કરતાં રાહેલ પર વિશેષ પ્રેમ કર્યો. તેણે લાબાનને ત્યાં બીજાં સાત વર્ષ કામ કર્યું.
31
પ્રભુએ જોયું કે લેઆહ અણમાનીતી છે ત્યારે તેમણે તેને સંતાન આપ્યાં, પણ રાહેલ નિ:સંતાન રહી.
32
લેઆહ ગર્ભવતી થઈ અને તેણે પુત્રને જન્મ આપ્યો. તેણે કહ્યું, “પ્રભુએ મારું દુ:ખ જોયું છે; હવે જરૂર મારા પતિ મારા પર પ્રેમ કરશે.” એટલે તેણે તેનું નામ રૂબેન (જુઓ, પુત્ર) પાડયું.
33
તે ફરી ગર્ભવતી થઈ અને તેણે પુત્રને જન્મ આપ્યો; તે બોલી, “હું અણમાનીતી છું એવું પ્રભુએ સાંભળ્યું છે એટલે તેમણે મને બીજો પુત્ર પણ આપ્યો છે.” અને તેણે તેનું નામ શિમયોન (સાંભળ્યું છે) પાડયું.
34
તે ફરી ગર્ભવતી થઈ અને તેણે પુત્રને જન્મ આપ્યો; તેણે કહ્યું, “હવે મારા પતિ મારી સાથે ગાઢ સંબંધમાં રહેશે. કારણ, મેં ત્રણ પુત્રોને જન્મ આપ્યો છે.” તેથી તેણે તેનું નામ લેવી (બંધનમાં બંધાવું) પાડયું.
35
તેને ફરી ગર્ભ રહ્યો અને તેણે પુત્રને જન્મ આપ્યો અને તે બોલી, “હવે હું પ્રભુની સ્તુતિ કરીશ.” તેથી તેણે તેનું નામ યહૂદા (સ્તુતિ) પાડયું. એ પછી તેને સંતાન થતાં બંધ થયાં.
← Chapter 28
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 28
Chapter 29
Chapter 30
Chapter 31
Chapter 32
Chapter 33
Chapter 34
Chapter 35
Chapter 36
Chapter 37
Chapter 38
Chapter 39
Chapter 40
Chapter 41
Chapter 42
Chapter 43
Chapter 44
Chapter 45
Chapter 46
Chapter 47
Chapter 48
Chapter 49
Chapter 50
Chapter 30 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50