bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
/
Genesis 48
Genesis 48
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
← Chapter 47
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 28
Chapter 29
Chapter 30
Chapter 31
Chapter 32
Chapter 33
Chapter 34
Chapter 35
Chapter 36
Chapter 37
Chapter 38
Chapter 39
Chapter 40
Chapter 41
Chapter 42
Chapter 43
Chapter 44
Chapter 45
Chapter 46
Chapter 47
Chapter 48
Chapter 49
Chapter 50
Chapter 49 →
1
થોડા સમય પછી યોસેફને સમાચાર મળ્યા કે, “તારા પિતા બીમાર પડયા છે.” તેથી તે પોતાના બે પુત્રો મનાશ્શા અને એફ્રાઈમને લઈને મળવા ગયો.
2
જ્યારે યાકોબને કહેવામાં આવ્યું કે, “તારો દીકરો યોસેફ મળવા આવ્યો છે,” ત્યારે તે પોતાની બધી શક્તિ ભેગી કરીને પલંગ પર બેઠો થયો.
3
પછી યાકોબે યોસેફને કહ્યું, “સર્વસમર્થ ઈશ્વરે કનાન દેશના લૂઝ શહેરમાં દર્શન દઈને મને આશિષ આપી હતી.
4
મને કહ્યું હતું કે, ‘જો હું તારો વંશવેલો વધારીશ, તારાં સંતાનોની વૃદ્ધિ કરીશ અને તારામાંથી પ્રજાઓનાં જૂથ ઊભાં કરીશ. તારા પછી તારા વંશજોને હું આ કનાન દેશ આપીશ.’
5
હું ઇજિપ્તમાં આવ્યો તે પહેલા ઇજિપ્તમાં થયેલા તારા બે પુત્રો એફ્રાઈમ અને મનાશ્શા હવે મારા પુત્રો છે. તેઓ રૂબેન અને શિમયોનની જેમ મારા ગણાશે.
6
એમના પછી તને થયેલાં બીજાં બાળકો તારાં ગણાશે, અને તેમને મળનાર વારસાનો પ્રદેશ તેમના ભાઈઓ એફ્રાઈમ અને મનાશ્શાને નામે ઓળખાશે.
7
આ તો હું તારી મા રાહેલને લીધે કરું છું, હું મેસોપોટેમિયાથી આવતો હતો ત્યારે એફ્રાથ થોડે જ દૂર હતું ત્યારે કનાન દેશમાં રાહેલ રસ્તામાં જ મૃત્યુ પામી અને મેં તેને એફ્રાથ એટલે બેથલેહેમને રસ્તે દફનાવી.”
8
ઇઝરાયલે યોસેફના પુત્રોને જોઈને પૂછયું, “આ કોણ છે?” યોસેફે કહ્યું, “એ તો ઈશ્વરે મને અહીં ઇજિપ્તમાં આપેલા મારા પુત્રો છે.”
9
ઇઝરાયલે કહ્યું, “એમને મારી પાસે લાવ, એટલે હું તેમને આશિષ આપું.”
10
હવે વૃદ્ધાવસ્થાને કારણે ઇઝરાયલની આંખોનું તેજ ઘટી ગયું હતું, એટલે તેને બરાબર દેખાતું નહોતું. આથી યોસેફ તેમને યાકોબની પાસે લઈ આવ્યો અને તેણે તેમને ભેટીને ચુંબન કર્યું.
11
પછી ઇઝરાયલે યોસેફને કહ્યું, “મને તો હું તારું મુખ જોવા પામીશ એવીય આશા નહોતી, પણ ઈશ્વરે તો મને તારા પુત્રોનાં મોં પણ દેખાડયાં છે.”
12
પછી યોસેફે તેમને તેના ખોળામાંથી લઈ લીધા અને ભૂમિ સુધી પોતાનું માથું નમાવીને તેણે પ્રણામ કર્યા.
13
પછી યોસેફે પોતાના બન્ને પુત્રોને આગળ લાવીને એફ્રાઈમને પોતાની જમણી તરફ રાખ્યો, જેથી તે ઇઝરાયલની ડાબી બાજુએ રહે અને મનાશ્શાને પોતાની ડાબી તરફ રાખ્યો જેથી તે ઇઝરાયલની જમણી બાજુ રહે.
14
પણ ઇઝરાયલે પોતાનો જમણો હાથ લાંબો કરીને એફ્રાઈમના માથા પર મૂક્યો અને પોતાનો ડાબો હાથ મનાશ્શાના માથા પર મૂક્યો. મનાશ્શા જયેષ્ઠ હોવા છતાં તેણે જાણી જોઈને એમ કર્યું.
15
તેણે યોસેફને આશિષ આપતા કહ્યું, “જે ઈશ્વરની સમક્ષતામાં મારા પિતૃઓ અબ્રાહામ અને ઇસ્હાક ચાલતા હતા, જે ઈશ્વરે મને આજ સુધી જીવનભર સંભાળ્યો છે, જે દૂતે મને બધા અનિષ્ટોમાંથી ઉગાર્યો છે,
16
તે આ છોકરાઓને આશિષ આપો. વળી, તેઓ મારે નામે તથા મારા પિતૃઓ અબ્રાહામ અને ઇસ્હાકને નામે ઓળખાઓ અને પૃથ્વી પર તેમનો વંશ પુષ્કળ વૃદ્ધિ પામો.”
17
યોસેફે જોયું કે તેના પિતાએ પોતાનો જમણો હાથ એફ્રાઈમના માથે મૂક્યો છે ત્યારે તેને ખોટું લાગ્યું, અને તેણે પોતાના પિતાનો હાથ પકડીને એફ્રાઈમના માથા ઉપરથી ખસેડીને મનાશ્શાના માથા પર લઈ જવા પ્રયત્ન કર્યો.
18
યોસેફે કહ્યું, “પિતાજી, એમ નહિ, આ જયેષ્ઠ છે; જમણો હાથ તેના માથા પર મૂકો.”
19
પણ તેના પિતાએ નકાર કરતાં કહ્યું, “દીકરા, મને ખબર છે. એ પણ એક પ્રજાનો પિતા થશે અને મહાન થશે, પણ એનો નાનો ભાઈ એના કરતાં પણ મોટો થશે અને તેના વંશમાં પ્રજાઓના સમુદાયનું નિર્માણ થશે.”
20
વળી, તે દિવસે તેણે આશિષ આપતાં વિશેષમાં કહ્યું, “ઇઝરાયલીઓ તમારે નામે એકબીજાને આશિષની શુભેચ્છા પાઠવતાં કહેશે, ‘ઈશ્વર તમને એફ્રાઈમ તથા મનાશ્શા જેવા બનાવો’.” એ રીતે તેણે એફ્રાઈમને મનાશ્શાની પહેલાં મૂક્યો.
21
પછી ઇઝરાયલે યોસેફને કહ્યું, “મારું મરણ પાસે આવ્યું છે, પણ ઈશ્વર તમારી સાથે રહેશે અને તમને ફરી તમારા પિતૃઓના દેશમાં લઈ જશે.
22
વળી, હું તને તારા ભાઈઓ કરતાં એક ભાગ વધારે આપું છું, એટલે, મેં મારી તલવાર અને ધનુષ્યને જોરે અમોરીઓ પાસેથી જીતી લીધેલો પહાડીપ્રદેશ શખેમ આપું છું.”
← Chapter 47
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 28
Chapter 29
Chapter 30
Chapter 31
Chapter 32
Chapter 33
Chapter 34
Chapter 35
Chapter 36
Chapter 37
Chapter 38
Chapter 39
Chapter 40
Chapter 41
Chapter 42
Chapter 43
Chapter 44
Chapter 45
Chapter 46
Chapter 47
Chapter 48
Chapter 49
Chapter 50
Chapter 49 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50