bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
/
Genesis 42
Genesis 42
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
← Chapter 41
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 28
Chapter 29
Chapter 30
Chapter 31
Chapter 32
Chapter 33
Chapter 34
Chapter 35
Chapter 36
Chapter 37
Chapter 38
Chapter 39
Chapter 40
Chapter 41
Chapter 42
Chapter 43
Chapter 44
Chapter 45
Chapter 46
Chapter 47
Chapter 48
Chapter 49
Chapter 50
Chapter 43 →
1
યાકોબે જાણ્યું કે ઇજિપ્તમાં અનાજ છે.
2
તેથી તેણે પોતાના દીકરાઓને કહ્યું, “તમે એકબીજાની સામે જોઈ કેમ બેસી રહ્યા છો? મારા સાંભળવામાં આવ્યું છે કે ઇજિપ્તમાં અનાજ મળે છે; ત્યાં જાઓ અને આપણે માટે કંઈક ખરીદી લાવો કે જેથી આપણે જીવતા રહીએ અને મરી જઈએ નહિ.”
3
તેથી યોસેફના દસ ભાઈઓ ઇજિપ્તમાં અનાજ ખરીદવા ગયા. યાકોબે યોસેફના સગા ભાઈ બિન્યામીનને ન મોકલ્યો, કારણ તેના પર કંઈક વિધ્ન આવી પડે એવો તેને ભય હતો.
5
બીજા માણસોની સાથે ઇઝરાયેલના દીકરાઓ પણ અનાજ ખરીદવા ગયા; કારણ, કનાન દેશમાં પણ દુકાળ હતો.
6
યોસેફ ઇજિપ્ત દેશનો અધિપતિ હતો અને તે જ દુનિયાના સર્વ લોકોને અનાજ વેચાતું આપતો હતો. તેથી યોસેફના ભાઈઓ આવ્યા અને ભૂમિ સુધી પોતાનાં માથાં નમાવીને તેને પ્રણામ કર્યા.
7
યોસેફે પોતાના ભાઈઓને જોયા ત્યારે તેણે તેમને ઓળખ્યા, પણ તેઓ જાણે કે અજાણ્યા હોય એ રીતે તે તેમની સાથે વર્ત્યો. તે તેમની સાથે કડકાઈથી બોલ્યો, “ક્યાંથી આવ્યા છો?” તેમણે જવાબ આપ્યો, “અમે કનાન દેશથી અનાજ વેચાતું લેવા આવ્યા છીએ.”
8
યોસેફે પોતાના ભાઈઓને ઓળખ્યા, પણ તેમણે તેને ન ઓળખ્યો.
9
યોસેફને તેમને વિશે આવેલાં સ્વપ્નો યાદ આવ્યાં. તેણે કહ્યું, “તમે જાસૂસ છો, અને અમારા દેશના નબળા પાસાની બાતમી કાઢવા આવ્યા છો.”
10
તેમણે જવાબ આપ્યો, “ના સાહેબ, અમે તમારા દાસો તો ખરેખર અનાજ ખરીદવા આવ્યા છીએ.
11
અમે બધા એક જ માણસના દીકરા છીએ. અમે જાસૂસ નથી, પણ પ્રામાણિક માણસો છીએ.”
12
યોસેફે તેમને કહ્યું, “ના, ના, તમે તો અમારા દેશના નબળા પાસાની બાતમી કાઢવા આવ્યા છો.”
13
તેમણે કહ્યું, “સાહેબ, અમે બાર ભાઈઓ છીએ. કનાન દેશના એક જ માણસના દીકરાઓ છીએ. સૌથી નાનો દીકરો અત્યારે અમારા પિતા સાથે છે, અને બીજો ભાઈ હયાત નથી.”
14
યોસેફે જવાબ આપ્યો, “મેં કહ્યું તે પ્રમાણે તમે જાસૂસ જ છો.
15
તેથી તમારી ક્સોટી થશે, ફેરોના સમ ખાઈને કહું છું કે તમારો સૌથી નાનો ભાઈ અહીં ન આવે ત્યાં સુધી તમે અહીંથી જઈ શકશો નહિ.
16
તમારામાંનો એક તેને લેવા જાય, ત્યારે બાકીનાને તમે જે કહ્યું છે તે સાચું પુરવાર થાય ત્યાં સુધી જેલમાં રાખવામાં આવશે. નહિ તો, ફેરોના સમ, તમે જાસૂસ જ છો.”
17
એમ કહીને તેણે તેમને ત્રણ દિવસ સુધી જેલમાં નાખ્યા.
18
ત્રીજે દિવસે યોસેફે તેમને કહ્યું, “હું ઈશ્વરથી ડરીને ચાલું છું. તેથી હવે તમે આમ કરશો તો તમારા જીવ બચાવશો.
19
જો તમે પ્રામાણિક માણસો હો તો જે ઘરમાં તમને કેદ કરવામાં આવ્યા છે તેમાં તમારામાંનો માત્ર એક જણ રહે જ્યારે બાકીના તમે જે અનાજ ખરીદ્યું છે તે તમારા દુકાળગ્રસ્ત કુટુંબ માટે લઈ જાઓ.
20
તમારે તમારો સૌથી નાનો ભાઈ મારી પાસે લાવવો પડશે. જેથી સાબિત થાય કે તમે સત્ય બોલ્યા છો. એમ તમને મારી નાખવામાં આવશે નહિ.” તેમણે એ વાત મંજૂર રાખી.
21
તેઓ એકબીજાને કહેવા લાગ્યા, “આપણે આપણા ભાઈ યોસેફ પ્રત્યે કરેલા વર્તાવ સંબંધી સાચે જ દોષિત છીએ. તે આજીજી કરતો હતો અને તેનો જીવ દુ:ખી થતો હતો ત્યારે તે જોઈને આપણે તેનું સાંભળ્યું નહિ; તેથી અત્યારે આપણે આ સંકટમાં આવી પડયા છીએ.”
22
રૂબેને કહ્યું, “મેં તમને નહોતું કહ્યું કે એ છોકરા સંબંધી અપરાધ ન કરો? પણ તમે મારું સાંભળ્યું જ નહિ. હવે આપણી પાસેથી તેના રક્તનો બદલો લેવાઈ રહ્યો છે.”
23
તેમનું બોલવું યોસેફ સમજતો હતો, પણ તેઓ તે જાણતા નહોતા. કારણ, તેઓ તેની સાથે દુભાષિયા મારફતે વાત કરતા હતા. યોસેફ તેમની પાસેથી દૂર જઈને રડયો.
24
તે ફરી તેમની પાસે પાછો આવ્યો અને તેમની સાથે વાત કરી. પછી તેમનામાંથી શિમયોનને પકડીને તેમની સામે બાંધ્યો.
25
યોસેફે તેમની ગૂણોમાં અનાજ ભરી આપવાનો, દરેક માણસનાં નાણાં તેની ગૂણમાં પાછાં મૂકવાનો અને મુસાફરી માટે તેમને ખોરાક આપવાનો હુકમ કર્યો. એ બધું તેમને માટે કરવામાં આવ્યું.
26
યોસેફના ભાઈઓ ખરીદેલું અનાજ તેમનાં ગધેડાં પર લાદીને રવાના થયા.
27
જ્યાં તેમણે રાતવાસો કર્યો તે જગ્યાએ તેમનામાંના એકે તેના ગધેડાને દાણા ખવડાવવા પોતાની ગૂણ ખોલી તો ગૂણના મોંમાં પોતાનાં નાણાં જોયાં.
28
તેણે તેના ભાઈઓને કહ્યું, “મારું નાણું મને પાછું મળ્યું છે. તે અહીં મારી ગૂણમાં છે.” તેમનાં હૃદય હતાશ થઈ ગયાં. તેઓએ ભયથી કાંપતા કાંપતાં એકબીજા તરફ ફરીને કહ્યું, “ઈશ્વરે આપણને આ શું કર્યું?”
29
જ્યારે તેઓ તેમના પિતા યાકોબ પાસે કનાનમાં આવ્યા ત્યારે તેમને જે કંઈ વીત્યું હતું તે બધું તેને કહ્યું.
30
તેમણે કહ્યું, “જે માણસ તે દેશનો અધિપતિ છે તેણે અમને કઠોર શબ્દો કહ્યા, અને અમને તે દેશમાં જાસૂસ ગણ્યા.
31
અમે તેને કહ્યું, ‘અમે પ્રામાણિક માણસો છીએ અને જાસૂસ નથી.
32
અમે બાર ભાઈઓ છીએ, કનાનના એક જ માણસના દીકરા છીએ, એકનો પત્તો નથી ને સૌથી નાનો અત્યારે પિતા પાસે કનાન દેશમાં છે.’
33
પણ તે માણસે, એટલે તે દેશના અધિપતિએ અમને કહ્યું, ‘તમે આમ કરશો તો હું જાણીશ કે તમે પ્રામાણિક માણસો છો. તમારા એક ભાઈને મારી પાસે રહેવા દો અને બાકીના તમારા દુકાળગ્રસ્ત કુટુંબને માટે અનાજ લઈને જાઓ, પછી તમારા નાના ભાઈને મારી પાસે લેતા આવજો, ત્યારે તમે જાસૂસ નથી, પણ પ્રામાણિક છો એમ હું જાણીશ, અને હું તમને તમારો ભાઈ પાછો સોંપીશ અને તમે આ દેશમાં ધંધો રોજગાર કરી શકશો.”
35
જ્યારે તેમણે ગૂણો ખાલી કરી ત્યારે દરેક માણસની નાણાંની થેલી તેની ગૂણમાં હતી, અને તેમણે નાણાંની થેલીઓ જોઈ, ત્યારે તેઓ તથા તેમના પિતા ગભરાયા.
36
તેમના પિતા યાકોબે તેમને કહ્યું, “તમે મને છોકરા વિનાનો કરી મૂકવાના છો. યોસેફ નથી, શિમયોન પણ નથી અને હવે તમે બિન્યામીનને લઈ જવા માંગો છો! એ બધાનું દુ:ખ તો મારે વેઠવું પડે છે.”
37
રૂબેને પોતાના પિતાને કહ્યું, “જો હું બિન્યામીનને તમારી પાસે પાછો ન લાવું તો મારા બે દીકરાને તમે મારી નાખજો. તેને મારી દેખરેખ હેઠળ મોકલી આપો, અને હું તેને પાછો લાવીશ.”
38
પણ યાકોબે કહ્યું, “મારો દીકરો તમારી સાથે નહિ જ આવે. તેનો ભાઈ મરી ગયો છે, અને હવે તે જ બાકી રહ્યો છે. તમારી મુસાફરીમાં કદાચ તેના પર વિધ્ન આવી પડે તો ભારે શોક લાવીને તમે મારી આ વૃદ્ધાવસ્થામાં મારું મોત નીપજાવશો.”
← Chapter 41
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 28
Chapter 29
Chapter 30
Chapter 31
Chapter 32
Chapter 33
Chapter 34
Chapter 35
Chapter 36
Chapter 37
Chapter 38
Chapter 39
Chapter 40
Chapter 41
Chapter 42
Chapter 43
Chapter 44
Chapter 45
Chapter 46
Chapter 47
Chapter 48
Chapter 49
Chapter 50
Chapter 43 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50