bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
/
Genesis 37
Genesis 37
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
← Chapter 36
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 28
Chapter 29
Chapter 30
Chapter 31
Chapter 32
Chapter 33
Chapter 34
Chapter 35
Chapter 36
Chapter 37
Chapter 38
Chapter 39
Chapter 40
Chapter 41
Chapter 42
Chapter 43
Chapter 44
Chapter 45
Chapter 46
Chapter 47
Chapter 48
Chapter 49
Chapter 50
Chapter 38 →
1
યાકોબ પોતાના પિતાના પ્રવાસના દેશમાં એટલે કનાન દેશમાં રહ્યો.
2
આ યાકોબના કુટુંબની વાત છે. યોસેફ સત્તર વર્ષનો યુવાન હતો. તે તેના ભાઈઓ એટલે તેના પિતાની પત્નીઓ બિલ્હા અને ઝિલ્પાના પુત્રો સાથે ઘેટાંબકરાં સાચવતો હતો. તેના ભાઈઓનાં ભૂંડાં કામ તે તેના પિતા ઇઝરાયલને કહી દેતો.
3
પોતાના બીજા બધા પુત્રો કરતાં ઇઝરાયલ યોસેફ પર વધારે પ્રેમ રાખતો હતો; કારણ, યોસેફ યાકોબની વૃદ્ધાવસ્થા દરમ્યાન જન્મ્યો હતો. તેણે તેને લાંબી બાંયોવાળો ઝભ્ભો બનાવડાવી આપ્યો હતો.
4
જ્યારે તેના ભાઈઓએ જોયું કે તેમનો પિતા તેમના કરતાં યોસેફ પર વધારે પ્રેમ કરે છે, ત્યારે તેમણે તેમના ભાઈનો અત્યંત તિરસ્કાર કર્યો, એટલે સુધી કે તેઓ તેની સાથે હેતથી વાત પણ કરી શક્તા નહોતા.
5
યોસેફને એક સ્વપ્ન આવ્યું. જ્યારે તેણે તે તેના ભાઈઓને કહી સંભળાવ્યું ત્યારે તેઓ તેનો વિશેષ તિરસ્કાર કરવા લાગ્યા.
6
યોસેફે તેમને કહ્યું, “આ સ્વપ્નમાં મેં જે જોયું છે તે સાંભળો:
7
જુઓ, આપણે ખેતરમાં પૂળા બાંધતા હતા. એવામાં મારો પૂળો ઊભો થયો અને તમારા પૂળા ચારે તરફ ઊભા રહ્યા, અને મારા પૂળાને નમ્યા.”
8
તેના ભાઈઓએ તેને કહ્યું, “શું તું ખરેખર અમારા પર સત્તા ચલાવશે? શું તું અમારો માલિક બનશે?” પછી તેઓ સ્વપ્નને કારણે અને તેની વાતને લીધે તેનો વધારે તિરસ્કાર કરવા લાગ્યા.
9
યોસેફને ફરી બીજું સ્વપ્ન આવ્યું. તેણે તેના ભાઈઓને કહ્યું, “જુઓ, મને બીજું સ્વપ્ન આવ્યું, અને આ સ્વપ્નમાં સૂર્ય, ચંદ્ર તથા અગિયાર તારા મારી આગળ નમ્યા.”
10
તેણે તે તેના પિતાને તથા તેના ભાઈઓને કહી સંભળાવ્યું. ત્યારે તેના પિતાએ તેને ધમકાવીને કહ્યું, “તને આ કેવું સ્વપ્ન આવ્યું! શું હું, તારી મા તથા તારા ભાઈઓ સાચે જ તારી આગળ ભૂમિ સુધી નમન કરવા આવીશું?”
11
તેથી તેના ભાઈઓએ તેનો તિરસ્કાર કર્યો; પણ તેના પિતાએ તે વાત મનમાં રાખી.
12
યોસેફના ભાઈઓ તેમના પિતાનાં ટોળાં ચરાવવા શખેમ ગયા હતા.
13
ઇઝરાયલે યોસેફને કહ્યું, “શખેમમાં તારા ભાઈઓ ટોળાં ચરાવે છે. ચાલ, હું તને તેમની પાસે મોકલીશ.” યોસેફે જવાબ આપ્યો, “હા, હું તૈયાર છું.”
14
તેના પિતાએ તેને કહ્યું, “જા, જઈને જો કે તારા ભાઈઓ અને ટોળાં સહીસલામત છે કે કેમ; પછી આવીને મને જણાવજે.” આમ, તેના પિતાએ તેને હેબ્રોનના ખીણપ્રદેશમાંથી મોકલી આપ્યો. યોસેફ શખેમ પાસે આવી પહોંચ્યો.
15
એક માણસે તેને તે પ્રદેશમાં ભટક્તો જોઈને પૂછયું, “તું શું શોધે છે?”
16
તેણે જવાબ આપ્યો, “હું મારા ભાઈઓને શોધું છું. મહેરબાની કરી મને કહેશો કે તેઓ કયાં ટોળાં ચરાવે છે?”
17
તે માણસે કહ્યું, “તેઓ અહીંથી ચાલ્યા ગયા છે; તેઓ દોથાન જવાના હતા એમ મેં તેમને બોલતા સાંભળ્યા હતા” તેથી યોસેફ તેના ભાઈઓની પાછળ ગયો, અને તેમને દોથાનમાં જઈને મળ્યો.
18
તેમણે તેને દૂરથી જોયો અને તે તેમની નજીક પહોંચ્યો તે અગાઉ તેમણે તેને મારી નાખવાનું કાવતરું ઘડયું.
19
તેમણે એકબીજાને કહ્યું, “જુઓ, પેલો સ્વપ્નદર્શી આવે છે.
20
હવે ચાલો, આપણે તેને મારી નાખીએ, ને કોઈ ખાડામાં ફેંકી દઈએ. પછી કહી દઈશું કે કોઈ જંગલી જનાવરે તેને ફાડી ખાધો છે. પછી જોઈશું કે તેના સ્વપ્નનું શું થાય છે.”
21
રૂબેને તે સાંભળ્યું, ને તેણે યોસેફને તેમના હાથમાંથી છોડાવ્યો. તેણે કહ્યું, “આપણે તેને મારી નાખવો નથી.”
22
તેમના હાથમાંથી યોસેફને છોડાવીને તેને પોતાના પિતાને સોંપવા માટે રૂબેને તેમને કહ્યું, “તમે તેનું ખૂન કરશો નહિ; વેરાનમાં આ જે ખાડો છે તેમાં તેને નાખી દો, પણ તેને કંઈ ઇજા કરશો નહિ.”
23
યોસેફ જ્યારે તેના ભાઈઓ પાસે પહોંચ્યો ત્યારે તેમણે તેનો લાંબી બાંયોવાળો ઝભ્ભો ઉતારી લીધો.
24
તેમણે તેને ઊંચકીને એક ઊંડા ખાડામાં નાખી દીધો. ખાડો ખાલી હતો અને તેમાં પાણી નહોતું.
25
પછી તેઓ જમવા બેઠા હતા ત્યારે તેમણે નજર ઊંચી કરી તો ગિલ્યાદથી આવી રહેલ ઇશ્માએલીઓનો એક સંઘ જોયો. તેઓ તેમનાં ઊંટો પર તેજાના, લોબાન અર્ક અને બોળ લાદીને તેમને ઇજિપ્ત લઈ જતા હતા.
26
યહૂદાએ પોતાના ભાઈઓને કહ્યું, “આપણા ભાઈને મારી નાખીને તેનું ખૂન છુપાવવાથી આપણને શો ફાયદો થવાનો છે?
27
આપણે તેને આ ઇશ્માએલીઓને વેચી દઈએ અને તેને કંઈ ઇજા પહોંચાડીએ નહિ; કારણ, તે આપણો ભાઈ છે અને તેની સાથે આપણી લોહીની સગાઈ છે.” તેના ભાઈઓએ તેનું કહ્યું માન્યું.
28
એ મિદ્યાની વેપારીઓ પાસે આવ્યા એટલે યોસેફના ભાઈઓએ તેને ખાડામાંથી બહાર કાઢયો. તેમણે ચાંદીના વીસ સિક્કામાં તેને ઇશ્માએલીઓને વેચી દીધો. તેઓ તેને ઇજિપ્તમાં લઈ ગયા.
29
રૂબેને જ્યારે ખાડાની પાસે આવીને જોયું કે યોસેફ ખાડામાં નથી ત્યારે તેણે પોતાનાં વસ્ત્ર ફાડયાં.
30
તેણે તેના ભાઈઓની પાસે પાછા આવીને કહ્યું, “છોકરો તો નથી, હવે હું ક્યાં જાઉં?”
31
પછી તેમણે એક બકરું કાપ્યું, અને યોસેફનો લાંબી બાંયોવાળો ઝભ્ભો રક્તમાં બોળ્યો.
32
પછી એ ઝભ્ભો તેઓ તેમના પિતા યાકોબ પાસે લઈ ગયા. તેમણે કહ્યું, “આ ઝભ્ભો અમને મળ્યો છે; એ તમારા દીકરાનો છે કે કેમ તે જુઓ.”
33
યાકોબે તે ઓળખીને કહ્યું, “હા, એ તેનો જ છે. જંગલી જનાવરે તેને ફાડી ખાધો લાગે છે; બેશક, યોસેફના ફાડીને ટુકડેટુકડા કરી નાખ્યા હશે.”
34
યાકોબે દુ:ખથી પોતાનાં વસ્ત્ર ફાડયાં, અને શોક દર્શાવવા માટે પોતાની કમરે શ્વેત અળસીરેસાનું વસ્ત્ર વીંટાળ્યું. પોતાના દીકરાને માટે તેણે ઘણા દિવસો સુધી શોક કર્યો.
35
તેના બધાં દીકરાદીકરીઓ તેને દિલાસો આપવા માટે આવ્યા, પણ તેણે દિલાસો પામવાની ના પાડી અને કહ્યું, “મારા પુત્ર પાસે હું મૃત્યુલોક શેઓલમાં પહોંચું ત્યાં સુધી હું તેને માટે શોક કરીશ.” આમ, પોતાના દીકરા યોસેફ માટે તેણે શોક કર્યા કર્યો.
36
પેલા મિદ્યાનીઓએ યોસેફને ઇજિપ્તમાં ફેરોના અધિકારી અને અંગરક્ષકોના ઉપરી પોટીફારને ત્યાં વેચી દીધો.
← Chapter 36
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 25
Chapter 26
Chapter 27
Chapter 28
Chapter 29
Chapter 30
Chapter 31
Chapter 32
Chapter 33
Chapter 34
Chapter 35
Chapter 36
Chapter 37
Chapter 38
Chapter 39
Chapter 40
Chapter 41
Chapter 42
Chapter 43
Chapter 44
Chapter 45
Chapter 46
Chapter 47
Chapter 48
Chapter 49
Chapter 50
Chapter 38 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50