bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
/
Luke 11
Luke 11
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
← Chapter 10
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 12 →
1
તે એક સ્થળે પ્રાર્થના કરતા હતા. તે કરી રહ્યા પછી તેમના શિષ્યોમાંના એકે તેમને કહ્યું, “પ્રભુ, યોહાને પોતાના શિષ્યોને પ્રાર્થના કરતાં શીખવ્યું તેમ તમે પણ અમને શીખવો.”
2
તેમણે તેઓને કહ્યું, “તમે પ્રાર્થના કરો, ત્યારે કહો કે, ઓ [આકાશમાંના અમારા] પિતા, તમારું નામ પવિત્ર મનાઓ; તમારું રાજ્ય આવો; [જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ;]
3
દિવસની અમારી રોટલી રોજ રોજ અમને આપો;
4
અને અમારાં પાપ અમને માફ કરો, કેમ કે અમે પોતે પણ અમારા દરેક ઋણીને માફ કરીએ છીએ. અને અમને પરીક્ષણમાં ન લાવો; [પણ ભૂંડાઈથી અમારો છૂટકો કરો.] ”
5
તેમણે તેઓને કહ્યું, “તમારામાંના કોઈને મિત્ર હોય, અને મધરાતે તે તેની પાસે જઈને તેને એવું કહે કે, ‘મિત્ર, મને ત્રણ રોટલી ઉછીની આપ;
6
કેમ કે મારો એક મિત્ર મુસાફરીએથી મારે ત્યાં આવ્યો છે, અને તેની આગળ પીરસવાનું મારી પાસે કંઈ નથી.’
7
તો શું, તે અંદરથી ઉત્તર આપતાં એમ કહેશે કે, ‘મને તસ્દી ન દે, હમણાં બારણું બંધ છે, અને મારાં છોકરાં મારી પાસે ખાટલામાં છે. હું તો ઊઠીને તને આપી શકતો નથી?”
8
હું તમને કહું છે કે, તે તેનો મિત્ર છે, તેને લીધે તે ઊઠીને તેને નહિ આપે, તોપણ તેના આગ્રહને લીધે તે ઊઠશે, અને જોઈએ તેટલી [રોટલી] તેને આપશે.
9
હું તમને કહું છે કે, માગો, તો તમને આપવામાં આવશે; શોધો, તો તમને જડશે; ખટખટાવો, તો તમારે માટે ઉઘાડવામાં આવશે,
10
કેમ કે જે કોઈ માગે છે તે પામે છે; જે શોધે છે તેને જડે છે; અને જે ખટખટાવે છે તેને માટે ઉઘાડવામાં આવશે.
11
વળી તમારામાંના કોઈ પિતાની પાસેથી જો તેનો છોકરો રોટલી માગે તો શું તે તેને પથ્થર આપશે? અથવા જો માછલી [માગે] તો શું માછલીને બદલે તે તેને સાપ આપશે?
12
અથવા તે ઈંડું માગે તો તેને શું તે તેને વીંછું આપશે?
13
માટે જો તમે ભૂંડા છતાં તમારાં છોકરાંને સારાં દાન આપી જાણો છો, તો આકાશમાંના પિતાની પાસેથી જેઓ માગે, તેમને તે પવિત્ર આત્મા આપશે, તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે?”
14
તે એક મૂંગા દુષ્ટાત્માને કાઢતા હતા. તે દુષ્ટાત્મા નીકળ્યા પછી તે મૂંગો માણસ બોલ્યો, તેથી લોકો નવાઈ પામ્યા.
15
પણ તેઓમાંના કેટલાકે કહ્યું, “દુષ્ટાત્માઓના સરદાર બાલઝબૂલ [ની મદદ] થી તે દુષ્ટાત્માઓને કાઢે છે.”
16
બીજાઓએ તેમનું પરીક્ષણ કરતાં તેમની પાસે આકાશમાંથી નિશાની માગી.
17
પણ તેઓના વિચાર જાણીને તેમણે તેઓને કહ્યું, “જે કોઈ રાજ્યમાં ફૂટ પડે તે ઉજ્જડ થાય છે. અને ઘરમાં ફૂટ પડે તો તે પડી જાય છે.
18
જો શેતાન પોતાની સામો થયેલો હોય તો તેનું રાજ્ય કેમ નભે? કેમ કે તમે કહો છો કે, બાલઝબૂલ [ની મદદ] થી હું દુષ્ટાત્માઓને કાઢું છું.
19
જો હું બાલઝબૂલ [ની મદદથી] દુષ્ટાત્માઓને કાઢું છું, તો તમારા દીકરાઓ કોનાથી કાઢે છે? માટે તેઓ તમારા ન્યાયાધીશ થશે.
20
પણ જો હું ઈશ્વરની આંગળીથી દુષ્ટાત્માઓને કાઢું છું, તો ઈશ્વરનું રાજ્ય તમારામાં આવ્યું છે.
21
બળવાન માણસ હથિયારબંધ થઈને પોતાની હવેલી સાચવી રાખે છે, ત્યારે તેનો માલ સલામત રહે છે.
22
પણ જ્યારે તેના કરતાં કોઈ બળવાન માણસ તેના પર આવી પડીને તેને જીતે, ત્યારે તેનાં જે હથિયાર પર તે ભરોસો રાખતો હતો, તે સર્વ તે તેની પાસેથી લઈ લે છે, અને તેની લૂંટ વહેંચે છે.
23
જે મારા પક્ષનો નથી તે મારી વિરુદ્ધ છે, અને જે મારી સાથે સંગ્રહ કરતો નથી તે વેરી નાખે છે.
24
અશુદ્ધ આત્મા માણસમાંથી નીકળ્યા પછી નિર્જન જગાઓમાં વિશ્રામસ્થાન શોધતો ફરે છે; પણ તે જડતું નથી, ત્યારે તે કહે છે, ‘મારા જે ઘરમાંથી હું નીકળ્યો તેમાં હું પાછો જઈશ.’
25
જ્યારે તે આવે છે ત્યારે તે તેને વાળેલું તથા શોભાયમાન કરેલું માલૂમ પડે છે.
26
પછી તે જઈને પોતાના કરતાં ભૂંડા બીજા સાત આત્માઓને તેડી લાવે છે, અને તેઓ અંદર આવીને ત્યાં રહે છે; અને તે માણસની છેલ્લી અવસ્થા પહેલાંના કરતાં ભૂંડી થાય છે.”
27
તે આ વાતો કહેતા હતા, ત્યારે લોકોમાંથી એક સ્ત્રીએ મોટે અવાજે તેમને કહ્યું, “જે ઉદરમાં તમે રહ્યા, અને જે થાનને તમે ધાવ્યા તેઓને ધન્ય છે!”
28
પણ તેમણે કહ્યું, “તે કરતાં જેઓ ઈશ્વરની વાત સાંભળે છે અને પાળે છે તેઓને ધન્ય છે!”
29
લોકો સંખ્યાબંધ તેમની પાસે ભેગા થતા હતા ત્યારે તે કહેવા લાગ્યા, “આ પેઢી તો ભૂંડી પેઢી છે; તે નિશાની માગે છે; પણ યૂનાની નિશાની વિના બીજી નિશાની તેને આપવામાં આવશે નહિ.
30
કેમ કે જેમ યૂના નિનવેના લોકોને નિશાનીરૂપ થયો, તેમ માણસનો દીકરો પણ આ પેઢીને થશે.
31
દક્ષિણની રાણી આ પેઢીનાં માણસોની સાથે ન્યાયકાળે ઊઠશે, અને તેઓને દોષિત ઠરાવશે; કેમ કે પૃથ્વીના છેડાથી તે સુલેમાનનું જ્ઞાન સાંભળવા આવી હતી; અને જુઓ સુલેમાનના કરતાં અહીં એક મોટો છે.
32
નિનવેના માણસો આ પેઢીની સાથે ન્યાયકાળે ઊઠશે, અને તેને દોષિત ઠરાવશે; કેમ કે યૂનાનો ઉપદેશ સાંભળીને તેઓએ પસ્તાવો કર્યો! અને જુઓ, યૂનાના કરતાં અહીં એક મોટો છે.
33
કોઈ માણસ દીવો સળગાવીને ભોંયરામાં કે માપ નીચે તેને મૂકતો નથી, પણ દીવી પર [મૂકે છે], એ માટે કે માંહે આવનારાઓ તેનું અજવાળું જુએ.
34
તારા શરીરનો દીવો તારી આંખ છે. જ્યારે તારી આંખ નિર્મળ હોય છે, ત્યારે તારું આખું શરીર પણ પ્રકાશે ભરેલું હોય છે. પણ તે ભૂંડી હોય છે, ત્યારે તારું શરીર પણ અંધકારે ભરેલું હોય છે.
35
તેથી તારામાં જે અજવાળું છે તે અંધકાર ન હોય, માટે સાવધાન રહે.
36
માટે જો તારું આખું શરીર પ્રકાશથી ભરેલું હોય, અને તેનો કોઈ પણ ભાગ અંધકારૂપ ન હોય, તો જેમ દીવો પોતાની રોશનીથી તને અજવાળું આપે છે તેમ [તારું શરીર] પ્રકાશથી ભરેલું થશે.”
37
તે બોલતા હતા ત્યારે એક ફરોશીએ પોતાની સાથે જમવાને તેમને નોતર્યા અને તે અંદર જઈને જમવા બેઠા.
38
જમતા પહેલાં તે નાહ્યા નહિ, તે જોઈને ફરોશી નવાઈ પામ્યો.
39
પ્રભુએ તેને કહ્યું, “તમે ફરોશીઓ તો થાળીવાટકો બહારથી શુદ્ધ કરો છો. પણ તમારું અંતર જુલમે તથા ભૂંડાઈએ ભરેલું છે.
40
અરે મૂર્ખો, જેમણે બહારનું બનાવ્યું તેમણે અંદરનું પણ બનાવ્યું નથી શું?
41
પરંતુ અંદરની વસ્તુઓ દાનધર્મમાં આપો. અને, જુઓ, બધું તમને શુદ્ધ છે.
42
પણ તમો ફરોશીઓને અફસોસ છે! કેમ કે તમે ફુદીનાનો, સિતાબનો તથા બધી શાકભાજીનો દશાંશ આપો છો; પણ ન્યાય તથા ઈશ્વરનો પ્રેમ તમે પડતાં મૂકો છો. તમારે આ કરવાં જોઈતાં હતાં, અને એ પડતાં ન મૂકવાં જોઈતાં હતાં.
43
તમો ફરોશીઓને અફસોસ છે! કેમ કે તમે સભાસ્થાનોમાં મુખ્ય આસનો તથા ચૌટાઓમાં સલામો ચાહો છો.
44
તમને અફસોસ છે! કેમ કે જે કબરો દેખાતી નથી, અને જેના ઉપર માણસો અજાણતાં ચાલે છે, તેઓના જેવા તમે છો.”
45
ત્યારે પંડિતોમાંના એકે તેમને કહ્યું, “ઉપદેશક, એમ કહેવાથી તમે અમને પણ મહેણાં મારો છો.”
46
તેમણે કહ્યું, “ઓ પંડિતો, તમને પણ અફસોસ છે! કારણ કે તમે માણસો પર એવા બોજા ચઢાવો છો કે જે ઊંચકતાં મહા મુસીબત પડે છે, અને તમે પોતે તે બોજાઓને તમારી એક આંગળી પણ લગાડતા નથી.
47
તમને અફસોસ છે! કેમ કે જે પ્રબોધકોને તમારા પૂર્વજોએ મારી નાખ્યા, તેઓની કબરો તમે બાંધો છો.
48
તો તમે સાક્ષી છો, અને તમારા પૂર્વજોનાં કામોને સંમતિ આપો છો. કેમ કે તેઓએ તેમને મારી નાખ્યા હતા, અને તમે [તેમની કબરો] બાંધો છો.
49
એ માટે ઈશ્વરના જ્ઞાને પણ કહ્યું, ‘હું પ્રબોધકો તથા પ્રેરિતોને તેઓની પાસે મોકલીશ. તેઓમાંના કેટલાકને તેઓ મારી નાખશે અને સતાવશે.
50
જેથી જગતના આરંભથી બધા પ્રબોધકોના વહેવડાવેલા લોહીનો બદલો આ પેઢીના લોકો પાસેથી લેવામાં આવે.
51
હા, હું તમને કહું છું કે હાબેલના લોહીથી તે ઝખાર્યા જે હોમવેદી અને પવિત્રસ્થાનની વચ્ચે માર્યો ગયો, તેના લોહી સુધી એ સર્વનો બદલો આ પેઢીના લોકો પાસેથી લેવામાં આવશે.’
52
તમો પંડિતોને અફસોસ છે! કેમ કે તમે જ્ઞાનની ચાવી લઈ લીધી છે; તમે પોતે અંદર પેઠા નથી, અને જેઓ અંદર પેસતા હતા તેઓને તમે અટકાવ્યા છે.”
53
તે ત્યાંથી નીકળ્યા, તે પછી શાસ્ત્રીઓ તથા ફરોશીઓ ઝનૂનથી તેમની સામે થઈને તેમને ઘણી વાતો વિષે બોલવાને છંછેડવા લાગ્યા.
54
તેમના મોંમાંથી કંઈ વાત પકડી લેવા માટે તેઓ ટાંપી રહ્યા.
← Chapter 10
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 12 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24