bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
/
Luke 17
Luke 17
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
← Chapter 16
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 18 →
1
તેમણે પોતાના શિષ્યોને કહ્યું, “ઠોકર ખાવાના પ્રસંગ ન આવે એમ બની શકતું નથી. પણ જેનાથી તે આવે છે તેને અફસોસ છે!
2
કોઈ આ નાનાઓમાંના એકને ઠોકર ખવડાવે, એ કરતાં તેને ગળે ઘંટીનું પૈડું બાંધીને તેને સમુદ્રમાં નાખવામાં આવે, તે તેને માટે સારું છે.
3
સાવચેત રહો; જો તારો ભાઈ અપરાધ કરે, તો તેને ઠપકો દે. અને જો તે પસ્તાવો કરે, તો તેને માફ કર.
4
અને જો તે એક દિવસમાં સાત વાર તારો અપરાધ કરે અને સાત વાર તારી તરફ ફરીને કહે કે, ‘હું પસ્તાઉં છું’; તો તેને માફ કર.”
5
પ્રેરિતોએ પ્રભુને કહ્યું, “અમારો વિશ્વાસ વધારો.”
6
પ્રભુએ કહ્યું, “જો તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોત તો તમે આ ગુલ્લર ઝાડને કહેત કે, ‘તું ઊખડીને સમુદ્રમાં રોપાઈ જા’ તો તે તમારું માનત.
7
પણ તમારામાંનો એવો કોણ છે કે જેનો ચાકર ખેડતો અથવા ચારતો હોય, તે [ચાકર] જ્યારે ખેતરમાંથી આવે, ત્યારે તેને કહે છે કે, ‘આવીને તરત જમવા બેસ?’
8
એથી ઊલટું, શું તે તેને એમ નહિ કહેશે કે, ‘મારું વાળું તૈયાર કર, અને હું ખાઈ પી રહું ત્યાં સુધી કમર બાંધીને મારી સેવા કર; અને પછી તું ખાજેપીજે?’
9
તે દાસે તેની આજ્ઞા પાળી માટે તે તેનો આભાર માને છે શું?
10
તેમ જ આજ્ઞાઓ તમને આપેલી છે તે સર્વ પાળ્યા પછી તમારે પણ એમ કહેવું કે, ‘અમે નકામા ચાકરો છીએ; કેમ કે જે કરવાની અમારી ફરજ હતી તે જ અમે કર્યું છે.’”
11
યરુશાલેમ જતાં તે સમરૂન તથા ગાલીલમાં થઈને જતા હતા.
12
એક ગામમાં તે પ્રવેશ્યા, એટલે દશ રક્તપિત્તિયા તેમને સામા મળ્યા. તેઓએ દૂર ઊભા રહીને
13
મોટે અવાજે કહ્યું, “હે સ્વામી, અમારા પર દયા કરો.”
14
તેઓને જોઈને તેમણે કહ્યું, “જાઓ, તમે તમારાં [શરીરને] યાજકોને બતાવો. તેઓને રસ્તે ચાલતાં ચાલતાં શુદ્ધ કરવામાં આવ્યા.”
15
તેઓમાંનો એક, પોતે સાજો થયો છે તે જોઈને, મોટે અવાજે ઈશ્વરની સ્તુતિ કરતો પાછો ફર્યો.
16
તેણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને તેમનો આભાર માન્યો; તે સમરૂની હતો.
17
ઈસુએ તેને પૂછ્યું, “શું દશે જણને શુદ્ધ કરવામાં આવ્યા નહોતા? બીજા નવ ક્યાં છે?
18
ઈશ્વરનો મહિમા પ્રગટ કરવાને પાછો ફરે, એવો આ પરદેશી વિના કોઈ મળ્યો નહિ શું?”
19
તેમણે તેને કહ્યું, “ઊઠીને ચાલ્યો જા; તારા વિશ્વાસે તને બચાવ્યો છે.”
20
ફરોશીઓએ તેમને પૂછ્યું, “ઈશ્વરનું રાજ્ય ક્યારે આવશે?” ત્યારે તેમણે તેઓને ઉત્તર આપ્યો, “ઈશ્વરનું રાજ્ય દશ્ય રીતે નથી આવતું.
21
અને એમ નહિ કહેવામાં આવે કે જુઓ, આ રહ્યું! કે, પેલું રહ્યું! કેમ કે ઈશ્વરનું રાજ્ય તમારામાં છે.”
22
તેમણે શિષ્યોને કહ્યું, “એવા દિવસ આવશે કે જ્યારે માણસના દીકરાના દિવસોમાંના એકને તમે જોવા ચાહશો, પણ તમે જોશો નહિ.
23
તેઓ તમને કહેશે કે, ‘જુઓ, પેલો રહ્યો! જુઓ, આ રહ્યો!’ તમે જતા ના, અને એમની પાછળ ચાલતા ના.
24
કેમ કે ચમકતી વીજળી એક દિશાથી બીજી દિશા સુધી આકાશમાં પ્રકાશે છે; તેમ માણસના દીકરાનું પોતાના સમયમાં થશે.
25
પણ તે પહેલાં તેને ઘણું સહન કરવું પડશે, અને આ પેઢીથી તેને નાપસંદ થવું પડશે.
26
જેમ નૂહના દિવસોમાં થયું, તેમ જ માણસના દીકરાના દિવસોમાં પણ થશે.
27
નૂહ વહાણમાં પ્રવેશ્યો અને જળપ્રલયે આવીને બધાંનો નાશ કર્યો તે દિવસ સુધી તેઓ ખાતા, પીતા, પરણતા, પરણાવતા હતા.
28
તેમ જ લોતના દિવસોમાં પણ થશે. તેઓ ખાતા, પીતા, વેચાતું લેતા, આપતા, રોપતા, બાંધતા હતા.
29
પણ લોત સદોમમાંથી નીકળ્યો તે દિવસે આગ તથા ગંધક આકાશમાંથી વરસ્યાં, અને તેથી બધાનો નાશ થયો!
30
જે દિવસે માણસનો દીકરો પ્રગટ થશે તે દિવસે તે પ્રમાણે જ થશે.
31
તે દિવસે જે ધાબા પર હોય, અને તેનો સામાન ઘરમાં હોય તો તે લેવા માટે તેણે નીચે ઊતરવું નહિ; જે ખેતરમાં હોય તેણે પણ પાછા ફરવું નહિ.
32
લોતની પત્નીને સંભારો.
33
જે કોઈ પોતાનો જીવ બચાવવા પ્રયત્ન કરશે, તે તેને ખોશે; અને જે કોઈ તેને ખોશે તે તેને બચાવશે.
34
હું તમને કહું છું કે, તે રાત્રે એક ખાટલામાં બે જણ હશે; તેમાંનો એક લઈ લેવાશે, અને બીજો પડતો મુકાશે.
35
બે સ્ત્રી સાથે દળતી હશે; તેમાંની એક લઈ લેવાશે, અને બીજી પડતી મુકાશે. [
36
ખેતરમાં બે જણ હશે; તેમાંનો એક લેવાશે, અને બીજો પડતો મુકાશે.] ”
37
તેઓએ તેમને પૂછ્યું કે, “પ્રભુ ક્યાં?” તેમણે તેઓને કહ્યું, “જ્યાં મુડદું હશે, ત્યાં ગીધો પણ એકઠાં થશે.”
← Chapter 16
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 18 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24