bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
/
Luke 15
Luke 15
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
← Chapter 14
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 16 →
1
હવે તેમનું સાંભળવા માટે બધા જકાતદારો તથા પાપીઓ તેમની પાસે આવતા હતા.
2
ફરોશીઓએ તથા શાસ્ત્રીઓએ બન્નેએ કચકચ કરીને કહ્યું, “આ માણસ પાપીઓનો સ્વીકાર કરે છે, અને તેઓની સાથે ખાય છે.”
3
તેમણે તેઓને આ દ્દષ્ટાંત કહ્યું,
4
“તમારામાં એવું ક્યું માણસ હોય કે, જો તેને સો ઘેટાં હોય, અને તેઓમાંનું એક ઘેટું ખોવાયું હોય, તો પેલાં નવ્વાણુંને અરણ્યમાં મૂકીને ખોવાયેલું મળે ત્યાં સુધી તે તેની શોધમાં નહિ જાય?
5
અને તે મળે છે, ત્યારે હર્ષથી તે તેને પોતાની ખાંધ પર ચઢાવે છે.
6
તે ઘેર આવીને પોતાના મિત્રોને તથા પાડોશીઓને બોલાવે છે, અને તેઓને કહે છે કે, ‘મારી સાથે આનંદ કરો, કેમ કે મારું ઘેટું ખોવાયું હતું તે મને મળ્યું છે.’
7
હું તમને કહું છું કે, એ જ રીતે જે નવ્વાણું ન્યાયીઓને પસ્તાવાની અગત્ય નથી, તેઓના કરતાં એક પાપી પસ્તાવો કરે તેને લીધે આકાશમાં આનંદ થશે.
8
અથવા કઈ સ્ત્રી એવી હોય કે જો તેની પાસે દશ અધેલી હોય, અને તેઓમાંની એક અધેલી ખોવાઈ જાય, તો તે દીવો કરીને ઘર નહિ વાળે, અને મળે ત્યાં સુધી તેની શોધ સારી પેઠે નહિ કરે?
9
તે તેને જડે ત્યારે તે પોતાની સખીઓ તથા પડોશણોને બોલાવીને કહે છે કે, ‘મારી સાથે આનંદ કરો, કેમ કે મારી અધેલી ખોવાઈ ગઈ હતી, તે મને મળી છે.’
10
હું તમને કહું છું કે તેમ જ એક પાપી પસ્તાવો કરે, તેને લીધે ઈશ્વરના દૂતોની સમક્ષ હર્ષ થાય છે.”
11
વળી તેમણે કહ્યું, “એક માણસને બે દીકરા હતા;
12
તેઓમાંના નાનાએ પિતાને કહ્યું, ‘પિતાજી, મિલકતનો મારો જે ભાગ આવે તે મને આપો.’ તેથી તેણે તેઓને પોતાની મિલકત વહેંચી આપી.
13
થોડા દિવસ પછી નાનો દીકરો બધું એકઠું કરીને દૂર દેશમાં ગયો. અને ત્યાં મોજમઝામાં પોતાની સંપત્તિ ઉડાવી નાખી.
14
તેણે બધું ખરચી નાખ્યા પછી તે દેશમાં ભારે દુકાળ પડ્યો. તેને તંગી પડવા લાગી.
15
તેથી તે જઈને તે દેશના વતનીઓમાંના એકને ત્યાં રહ્યો. તેણે પોતાના ખેતરમાં ભૂંડો ચારવા માટે તેને મોકલ્યો.
16
જે શિંગો ભૂંડો ખાતાં હતાં તે [શિંગો] થી પોતાનું પેટ ભરવાને તેને મન થતું હતું. કોઈ તેને કશું આપતું નહિ.
17
તે સાવચેત થયો ત્યારે તેણે કહ્યું કે, ‘મારા પિતાના કેટલા બધા મજૂરોને પુષ્કળ રોટલી મળે છે, અને હું તો અહીં ભૂખે મરું છું!
18
હું અહીંથી ઊઠીને મારા પિતાની પાસે જઈશ, અને તેમને કહીશ કે, પિતાજી, મેં આકાશ સામે તથા તમારી આગળ પાપ કર્યું છે;
19
હવે હું તમારો દીકરો કહેવાવાને યોગ્ય નથી રહ્યો. તમારા મજૂરોમાંના એકના જેવો મને ગણો.’
20
પછી તે ઊઠીને પોતાના પિતાની પાસે ગયો. અને તે હજી ઘણે દૂર હતો એટલામાં તેના પિતાએ તેને જોયો, અને તેને દયા આવી, અને દોડીને તેને ભેટ્યો, અને તેને ચૂમીઓ કરી.
21
દીકરાએ તેને કહ્યું કે, ‘પિતાજી, મેં આકાશ સામે તથા તમારી આગળ પાપ કર્યું છે; હવે હું તમારો દીકરો કહેવાવાને યોગ્ય નથી.’
22
પણ પિતાએ પોતાના નોકરોને કહ્યું કે, ‘સારામાં સારો જામો જલદી કાઢીને એને પહેરાવો; એને હાથે વીટીં પહેરાવો, પગમાં જોડા પહેરાવો.
23
અને પાળેલા વાછરડાને લાવીને કાપો કે, આપણે ખાઈને આનંદ કરીએ.
24
કેમ કે આ મારો દીકરો મરી ગયો હતો, તે પાછો જીવતો થયો છે. તે ખોવાયેલો હતો પણ પાછો મળ્યો છે.’ પછી તેઓ આનંદ કરવા લાગ્યા.
25
હવે તેનો વડો દીકરો ખેતરમાં હતો; તે ત્યાંથી આવતાં ઘરની નજીક આવી પહોંચ્યો, ત્યારે તેણે ગાયનનો તથા નાચનો અવાજ સાંભળ્યો.
26
તેણે ચાકરોમાંના એકને બોલાવીને પૂછ્યું, ‘આ શું છે?’
27
તેણે તેને કહ્યું કે, ‘તારો ભાઈ પાછો આવ્યો છે તેથી તમારા પિતાએ પાળેલા વાછરડાને કપાવ્યો છે, કેમ કે તે તેમને સહીસલામત પાછો આવી મળ્યો છે.’
28
પણ તે ગુસ્સે થયો, અને અંદર જવાને રાજી નહોતો. તેથી તેના પિતાએ બહાર આવીને તેને આજીજી કરી.
29
પણ તેણે પિતાને કહ્યું, ‘આટલા બધાં વરસથી હું તમારી ચાકરી કરું છું, અને તમારી આજ્ઞા મેં કદી ઉથાપી નથી! તોપણ મારા મિત્રોની સાથે ખુશાલી કરવા માટે તમે મને લવારું સરખું પણ કદી આપ્યું નથી.
30
પણ આ તમારો દીકરો વેશ્યાઓની સાથે તમારી મિલકત ખાઈ ગયો, તે પાછો આવ્યો ત્યારે તમે તેને માટે પાળેલા વાછરડાને કપાવ્યો છે!’
31
તેણે તેને કહ્યું, “દીકરા, તું નિત્ય મારી સાથે છે, અને મારું બધું તારું જ છે!
32
તને ખુશી થવું તથા હર્ખાવું ઉચિત હતું, કેમ કે આ તારો ભાઈ મરી ગયો હતો, અને તે પાછો જીવતો થયો છે; અને ખોવાયેલો હતો, તે પાછો જડ્યો છે.’”
← Chapter 14
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 16 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24