bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
/
Luke 13
Luke 13
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
← Chapter 12
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 14 →
1
હવે તે જ સમયે ત્યાં કેટલાક હાજર હતા કે જેઓએ પિલાતે જે ગાલીલીઓનું લોહી તેઓના યજ્ઞો સાથે ભેળવી દીધું હતું. તેઓ વિષે તેમને કહી જણાવ્યું.
2
તેમણે તેઓને ઉત્તર આપ્યો, “એ ગાલીલીઓ પર એવી [વિપત્તિઓ] પડી તેથી તેઓ બીજા બધા ગાલીલીઓ કરતાં વિશેષ પાપી હતા, એમ તમે ધારો છો શું?
3
હું તમને કહું છું કે, ના; પણ જો તમે પસ્તાવો કરશો નહિ, તો તમે સર્વ તે જ પ્રમાણે નાશ પામશો.”
4
અથવા શિલોઆહમાં જે અઢાર માણસ પર બુરજ પડ્યો, ને તેઓને મારી નાખ્યા, તેઓ યરુશાલેમમાંના બીજા સર્વ રહેવાસીઓ કરતાં વિશેષ ગુનેગાર હતા, એમ તમે ધારો છો શું?
5
હું તમને કહું છું કે, ના; પણ જો તમે પસ્તાવો કરશો નહિ, તો તમે સર્વ તેમ જ નાશ પામશો.”
6
વળી તેમણે આ દ્દષ્ટાંત કહ્યું, કોઈએક માણસની દ્રાક્ષાવાડીમાં એક અંજીરી રોપેલી હતી. તે તેના પરથી ફળ શોધતો આવ્યો, પણ એકે જડ્યું નહિ.
7
ત્યારે તેણે દ્રાક્ષાવાડીના માળીને કહ્યું, ‘જો, આ ત્રણ વરસથી આ અંજીરી પરથી હું ફળ શોધતો આવ્યો છું, અને એકે જડતું નથી. તેને કાપી નાખ. તે વળી જમીન કેમ નકામી રોકે છે?’
8
તેણે તેમને ઉત્તર આપ્યો, ‘સાહેબ, તેને આ વરસ પણ રહેવા દો. એટલામાં હું તેની આસપાસ ખોદું, ને ખાતર નાખું.
9
જો ત્યાર પછી તેને ફળ આવે તો ઠીક; અને નહિ આવે, તો તેને કાપી નાખજો.’”
10
વિશ્રામવારે તે એક સભાસ્થાનમાં બોધ કરતાં હતા.
11
જુઓ, જેને અઢાર વરસથી મંદવાડનો આત્મા વળગેલો હતો એવી એક સ્ત્રી ત્યાં હતી. તે વાંકી વળી ગઈ હતી, અને કોઈ પણ રીતે સીધી ઊભી થઈ શકતી નહિ.
12
તેને જોઈને ઈસુએ તેને બોલાવીને કહ્યું, “બાઈ, તારા મંદવાડથી તું છૂટી થઈ છે.”
13
તેમણે તેના પર હાથ મૂક્યા કે, તરત તે ટટાર થઈ, અને ઈશ્વરની સ્તુતિ કરી.
14
વિશ્રામવારે ઈસુએ તેને સાજી કરી, માટે સભાસ્થાનના અધિકારીએ ગુસ્સે થઈને લોકોને કહ્યું, “છ દિવસ છે કે જેમાં માણસોએ કામ કરવું જોઈએ. એ માટે તે [દિવસો] એ તમે આવીને સાજા થાઓ, પણ વિશ્રામવારે નહિ.”
15
પણ પ્રભુએ તેને ઉત્તર આપ્યો, “ઓ ઢોંગીઓ, તમારામાંનો દરેક પોતપોતાના બળદને તથા ગધેડાને કોઢમાંથી છોડીને વિશ્રામવારે પાવા માટે લઈ જતો નથી શું?
16
આ સ્ત્રી જે ઇબ્રાહીમની દીકરી છે, અને જેને શેતાને અઢાર વરસથી બાંધી રાખી હતી, તેને વિશ્રામવારે બંધનમાંથી છોડાવવી જોઈતી નહોતી શું?”
17
તેમણે એ વાતો કહી ત્યારે તેમના બધા સામાવાળા લજવાયા; અને જે બધાં મહિમાંવત કામો તેમણે કર્યાં તેને લીધે બધા લોકો હર્ષ પામ્યા.
18
એ પછી તેમણે કહ્યું, “ઈશ્વરનું રાજ્ય શાના જેવું છે? અને હું તેને શાની ઉપમા આપું?
19
તે રાઈના બી જેવું છે, જેને એક જણે લઈને પોતાની વાડીમાં નાખ્યું. તે વધીને મોટું ઝાડ થયું, અને આકાશનાં પક્ષીઓએ તેની ડાળીઓ પર વાસો કર્યો.”
20
વળી તેમણે કહ્યું, “હું ઈશ્વરના રાજ્યને શાની ઉપમા આપું?
21
તે ખમીર જેવું છે, તેને એક સ્ત્રીએ લઈને ત્રણ માપ લોટમાં મેળવ્યું, અને પરિણામે તે બધો ખમીરવાળો થયો.”
22
તે યરુશાલેમ તરફ મુસાફરી કરતાં શહેરેશહેર તથા ગામેગામ બોધ કરતા ગયા.
23
એક જણે તેમને પૂછ્યું, “પ્રભુ, ઉદ્ધાર પામનાર થોડા છે શું?” તેમણે તેઓને કહ્યું કે,
24
સાંકડા બારણામાં થઈને પેસવાનો યત્ન કરો; કેમ કે હું તમને કહું છું કે, ઘણા પેસવા ચાહશે, પણ [પેસી] શકશે નહિ.
25
જ્યારે ઘરધણી ઊઠીને બારણું બંધ કરશે, અને તમે બહાર ઊભા રહીને બારણું ખટખટાવવા માંડશો, અને કહેશો કે, પ્રભુ, અમારે માટે ઉઘાડો’; અને તે તમને ઉત્તર આપશે કે, ‘તમે ક્યાંના છો એ હું જાણતો નથી.’
26
ત્યારે તમે કહેવા લાગશો કે ‘અમે તમારી સમક્ષ ખાધુંપીધું હતું, અને તમે અમારા રસ્તાઓમાં બોધ કર્યો હતો.’
27
તે તમને કહેશે કે, ‘હું તમને કહું છું કે, તમે ક્યાંના છો એ હું જાણતો નથી રે અન્યાય કરનારા, તમે સર્વ મારી પાસેથી જાઓ.’
28
જ્યારે તમે ઇબ્રાહિમને, ઇસહાકને, યાકૂબને તથા બધા પ્રબોધકોને ઈશ્વરના રાજ્યમાં જોશો, અને પોતાને બહાર કાઢી મૂકેલા [જોશો], ત્યારે તમે રડશો તથા દાંત પીસશો.
29
તેઓ પૂર્વ તથા પશ્ચિમથી ઉત્તર તથા દક્ષિણથી આવીને ઈશ્વરના રાજ્યમાં બેસશે.
30
જુઓ, [કેટલાક] જેઓ છેલ્લા છે તેઓ પહેલા થશે, અને [કેટલાક] જેઓ પહેલા છે તેઓ છેલ્લા થશે.”
31
તે જ ઘડીએ કેટલાક ફરોશીઓએ તેમની પાસે આવીને કહ્યું, “અહીંથી નીકળી જાઓ; કેમ કે હેરોદ તમને મારી નાખવા ચાહે છે.”
32
તેઓને તેમણે કહ્યું, “તમે જઈને તે લોંકડાને કહો, જુઓ, આજકાલ, હું દુષ્ટાત્માઓને કાઢું છું, અને રોગ મટાડું છું. ને ત્રીજે દિવસે હું સંપૂર્ણ કરાઈશ.
33
તોપણ આજે, કાલે તથા પરમ દિવસે મારે ચાલવું જોઈએ, કેમ કે કોઈ પ્રબોધક યરુશાલેમની બહાર નાશ પામે એવું બની શકતું નથી.
34
ઓ યરુશાલેમ, યરુશાલેમ, પ્રબોધકોને મારી નાખનાર તથા તારી પાસે મોકલેલાઓને પથ્થરે મારનાર! જેમ મરધી પોતાનાં બચ્ચાંને પાંખો નીચે એકત્ર કરે છે, તેમ મેં કેટલીવાર તારાં છોકરાંને એકત્ર કરવાનું ચાહ્યું, પણ તમે ચાહ્યું નહિ!
35
જુઓ, તમારું ઘર તમારે માટે [ઉજ્જડ કરી] મૂકવામાં આવ્યું છે; હું તમને કહું છું કે, તમે કહેશો કે, ‘પ્રભુને નામે જે આવે છે તેને ધન્ય છે’, ત્યાં સુધી તમે મને ફરી જોનાર નથી.”
← Chapter 12
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 14 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24