bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
/
Luke 19
Luke 19
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
← Chapter 18
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 20 →
1
તે યરીખોમાં થઈને જતા હતા.
2
જાખ્ખી નામે એક પુરુષ હતો, તે મુખ્ય જકાતદાર હતો, અને શ્રીમંત હતો.
3
તેણે ઈસુને જોવા પ્રયત્ન કર્યો કે તે કોણ છે; પણ ભીડને લીધે તે તેમને જોઈ શક્યો નહિ, કેમ કે તે ઠીંગણો હતો.
4
તેથી આગળ દોડી જઈને તે તેમને જોવા માટે એક ગુલ્લર ઝાડ પર ચઢયો; કેમ કે તે જ રસ્તે થઈને તે જવાના હતા.
5
તે જગાએ આવીને ઈસુએ ઊંચે જોઈને તેને કહ્યું, “જાખ્ખી, તું જલ્દી ઊતરી આવ; કેમ કે આજે મારે તારે ઘેર ઊતરવાનું છે.”
6
તે જલ્દી ઊતરી આવ્યો, અને તેણે આનંદથી તેમનો આવકાર કર્યો.
7
તે જોઈને બધાએ કચકચ કરીને કહ્યું, “એક પાપી માણસને ત્યાં તે પરોણો રહેવા ગયો છે.”
8
જાખ્ખીએ ઊભા રહીને પ્રભુને કહ્યું, “પ્રભુ, હું મારી સંપત્તિનો અર્ધો ભાગ દરિદ્રીઓને આપું છું; જો અન્યાયથી મેં કોઈનું કંઈ પડાવી લીધું હોય, તો હું તેને ચોગણું પાછું આપીશ.”
9
ઈસુએ તેને કહ્યું, “આજે આ ઘેર તારણ આવ્યું છે, કારણ કે તે પણ ઇબ્રાહિમનો દીકરો છે.
10
કેમ કે ખોવાયેલું શોધવા તથા તારવા માટે માણસનો દીકરો આવ્યો છે.”
11
તેઓ આ વાતો સાંભળતા હતા, ત્યારે તેમણે એક દ્દષ્ટાંત પણ કહ્યું, કેમ કે તે યરુશાલેમ પાસે આવ્યા હતા, અને તેઓ એમ ધારતા હતા કે, “ઈશ્વરનું રાજ્ય હમણાં જ પ્રગટ થશે.”
12
માટે તેમણે કહ્યું, “એક કુલીન માણસ પોતાને માટે રાજ્ય મેળવીને પાછા આવવા [નો ઇરાદો રાખીને] દૂર દેશ ગયો.
13
તેણે પોતાના દશ ચાકરોને બોલાવીને તેઓને દશ મહોર આપીને કહ્યું, ‘હું આવું ત્યાં સુધી તેનો વહીવટ કરો.’
14
પણ તેના શહેરના માણસો તેના પર દ્વેષ રાખતા હતા, અને તેની પાછળ એલચીઓને મોકલીને કહેવડાવ્યું કે, ‘એ માણસ અમારા પર રાજ કરે એવું અમે ચાહતા નથી.’
15
તે રાજ્ય મેળવીને પાછો આવ્યો, ત્યારે જે ચાકરોને તેણે નાણું આપ્યું હતું, તેઓને તેણે પોતાની પાસે બોલાવવાનું કહ્યું, એ માટે કે તેઓ શું શું કમાયા તે તે જાણે.
16
ત્યારે પહેલાએ તેની આગળ આવીને કહ્યું કે, ‘સાહેબ, તમારી એક મહોરે બીજી દશ મહોર પેદા કરી છે.’
17
તેણે તેને કહ્યું કે, ‘શાબાશ, સારા ચાકર; તું નાની વાતમાં વિશ્વાસુ માલૂમ પડ્યો છે, માટે દશ શહેરોનો અધિકારી થા.’
18
બીજાએ આવીને કહ્યું કે, ‘સાહેબ તમારી એક મહોરે બીજી પાંચ મહોર પેદા કરી છે.’
19
તેણે તેને પણ કહ્યું કે, ‘તું પણ પાંચ શહેરોનો ઉપરી થા.’
20
બીજાએ આવીને કહ્યું કે, ‘સાહેબ, જુઓ તમારી મહોર આ રહી, મેં રૂમાલમાં બાંધીને તેને રાખી મૂકી હતી,
21
કારણ કે હું તમારાથી બીધો, કેમ કે તમે કઠણ માણસ છો; તમે જે મૂક્યું ન હોય તે તમે ઉઠાવો છો, અને તમે જે વાવ્યું ન હોય તે તમે કાપો છો.’
22
તેણે તેને કહ્યું, ‘ઓ ભૂંડા ચાકર, તારા પોતાના મોંથી હું તારો ન્યાય કરીશ. હું કઠણ માણસ છું, મેં જે મૂક્યું ન હોય, તે હું ઉઠાવું છું, અને જે વાવ્યું ન હોય તે હું કાપું છું, એમ તું જાણતો હતો,
23
તો શાહુકારને ત્યાં મારું નાણું તેં કેમ નહોતું આપ્યું કે, હું આવીને વ્યાજ સાથે મારું વસૂલ કરત?’
24
પછી જેઓ પાસે ઊભા હતા તેઓને તેણે કહ્યું કે, ‘તેની પાસેથી તે મહોર લઈ લો, અને જેની પાસે દશ મહોર છે તેને આપો.’
25
તેઓએ તેને કહ્યું કે, ‘સાહેબ, તેની પાસે તો દશ મહોર છે!’
26
હું તમને કહું છું કે, જે કોઈની પાસે છે, તેને આપવામાં આવશે, અને જેની પાસે નથી તેનું જે છે તે પણ તેની પાસેથી લઈ લેવામાં આવશે.
27
પરંતુ આ મારા વૈરી જેઓ ચાહતા નહોતા કે હું તેઓ પર રાજ કરું, તેઓને અહીં લાવો, અને મારી આગળ મારી નાખો.”
28
એમ કહ્યા પછી તે યરુશાલેમને માર્ગે તેમની આગળ ચાલતા થયા.
29
તે બેથફગે તથા બેથાનિયા પાસે જૈતુન નામના પહાડ આગળ આવ્યા, ત્યારે તેમણે શિષ્યોમાંના બે ને એમ કહીને મોકલ્યા,
30
“સામેના ગામમાં જાઓ; તેમાં પેસતાં જ એક [ગધેડાનું] વછેરું બાંધેલું તમને મળશે, તે પર કોઈ માણસ કદી બેઠું નથી; તેને છોડી લાવો.
31
જો કોઈ તમને પૂછે કે, ‘તેને કેમ છોડો છો?’ તો એમ કહેજો કે, ‘પ્રભુને એની જરૂર છે.’”
32
જેઓને તેમણે મોકલ્યા તેઓ ગયા, અને જેમ તેમણે તેઓને કહ્યું હતું તે જ પ્રમાણે તેઓને મળ્યું.
33
તેઓ વછેરું છોડતા હતા ત્યારે તેના ધણીઓએ તેમને પૂછ્યું, “તમે વછેરું કેમ છોડો છો?”
34
તેઓએ જવાબ આપ્યો કે, “પ્રભુને તેની જરૂર છે.”
35
તેઓ તેને ઈસુની પાસે લાવ્યા. અને વછેરા પર પોતાનાં વસ્ત્ર નાખીને ઈસુને તેના પર બેસાડ્યા,
36
તે જતા હતા ત્યારે તેઓએ પોતાનાં વસ્ત્ર માર્ગમાં પાથર્યાં.
37
તે નજીક, જૈતૂન પહાડના ઢોળાવ પાસે, આવી પહોંચ્યા, ત્યારે જે પરાક્રમી કામો તેઓએ જોયાં હતાં, તે બધાને લીધે શિષ્યોનો આખો સમુદાય હર્ષથી મોટે અવાજે ઈશ્વરની સ્તુતિ કરતાં કહેવા લાગ્યો,
38
“પ્રભુને નામે જે રાજા આવે છે તેને ધન્ય છે! આકાશમાં શાંતિ તથા સર્વોચ્ચ સ્થાનમાં મહિમા [થાઓ]!”
39
લોકોમાંથી કેટલાક ફરોશીઓએ તેમને કહ્યું, “ઉપદેશક, તમારા શિષ્યોને ધમકાવો.”
40
તેમણે તેઓને ઉત્તર આપ્યો, “હું તમને કહું છું કે જો તેઓ છાના રહેશે તો પથરા પોકારી ઊઠશે.”
41
તે પાસે આવ્યા ત્યારે શહેરને જોઈને તેમણે તેને માટે રડીને કહ્યું,
42
“જો તેં, હા તેં, [તારી] શાંતિને લગતાં જે વાનાં છે તે આજે જાણ્યાં હોત તો કેવું સારું! પણ હમણાં તેઓ તારી આંખોથી ગુપ્ત રખાયેલાં છે.
43
કેમ કે તારા ઉપર એવા દિવસો આવી પડશે કે જ્યારે તારા વૈરીઓ તારી સામા પાળ બાંધશે, તને ઘેરી લઈને ચારે તરફથી તને સંકડાવશે,
44
તેઓ તને તથા તારામાં વસતાં તારાં છોકરાંને જમીન પર પછાડી નાખશે. અને તેઓ તારામાં એક પથ્થર પર બીજો પથ્થર રહેવા દેશે નહિ. કેમ કે તારી કૃપાદષ્ટિનો સમય તેં જાણ્યો નહિ.”
45
પછી તે મંદિરમાં ગયા, અને વેચનારાઓને અંદરથી કાઢી મૂકવા લાગ્યા.
46
તેમણે તેઓને કહ્યું, “એમ લખેલું છે કે, મારું ઘર પ્રાર્થનાનું ઘર થશે; પણ તમે તેને લૂંટારાઓનું કોતર કર્યું છે.”
47
તે રોજ મંદિરમાં બોધ કરતા હતા, પણ મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ તથા લોકોના મુખીઓ તેમને મારી નાખવાનો પ્રયત્ન કરતા હતા.
48
પણ શું કરવું તે તેઓને સૂઝયું નહિ. કેમ કે બધા લોકો એકાગ્રચિત્તે તેમનું સાંભળતા હતા.
← Chapter 18
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 20 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24