bible
ra
🌐 Language
English
Español
Français
Deutsch
Português
Italiano
Nederlands
Русский
中文
日本語
한국어
العربية
Türkçe
Tiếng Việt
ไทย
Indonesia
All Languages
Home
/
Gujarati
/
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
/
Luke 7
Luke 7
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
← Chapter 6
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 8 →
1
લોકોને પોતાની બધી વાતો કહી સંભળાવ્યા પછી તે કપર-નાહૂમ આવ્યા.
2
એક સૂબેદારનો ચાકર જે તેને વહાલો હતો તે માંદો પડીને મરવાની અણી પર હતો
3
ઈસુ સંબંધી તેણે સાંભળ્યું, ત્યારે તેણે તેમની પાસે યહૂદીઓના વડીલોને મોકલીને તેમને વિનંતી કરી, “તમે આવીને મારા ચાકરને બચાવો.”
4
તેઓએ ઈસુની પાસે આવીને તેમને આગ્રહથી વિનંતી કરી, “જેને માટે તમે આટલું કરો તેને તે યોગ્ય છે.
5
કેમ કે તે આપણા લોકો પર પ્રેમ રાખે છે; વળી તેણે [પોતાને ખરચે] આપણું સભાસ્થાન બંધાવ્યું છે.”
6
ઈસુ તેઓની સાથે ગયા. તે તેના ઘરથી દૂર નહોતા એટલામાં સૂબેદારે તેમની પાસે પોતાના કેટલાક મિત્રોને મોકલીને તેમને કહેવડાવ્યું, “પ્રભુ, તમે તસ્દી ન લો:કેમ કે તમે મારા છાપરા નીચે આવો, એવો હું યોગ્ય નથી;
7
એ કારણથી મેં પણ તમારી પાસે આવવા પોતાને યોગ્ય ગણ્યો નહિ. પણ તમે શબ્દ બોલો, એટલે મારો ચાકર સાજો થશે.
8
કેમ કે હું પણ તાબેદાર માણસ છું, ને મારે તાબે સિપાઈઓ છે; એકને હું કહું છું કે, ‘જા, ’ એટલે તે જાય છે; બીજાને કહું છું કે, ‘આવ, ’ અને તે આવે છે; અને મારા ચાકરને હું કહું છું કે, ‘આ કર, ’ અને તે તે કરે છે.”
9
એ વાત સાંભળીને ઈસુ તેનાથી આશ્ચર્ય પામ્યા અને પાછા ફરીને તેમણે પાછળ આવતા લોકોને કહ્યું, “હું તમને કહું છું કે, આટલો બધો વિશ્વાસ ઇઝરાયેલમાં પણ મારા જોવામાં આવ્યો નથી.”
10
[સૂબેદારે] જેઓને મોકલ્યા હતા તેઓ પાછા ઘેર આવ્યા, ત્યારે તેઓએ માંદા ચાકરને સાજો થયેલો જોયો.
11
થોડી મુદત પછી નાઈન નામના શહેરમાં તે આવ્યા. અને તેમના શિષ્યો તથા ઘણા લોક પણ તેમની સાથે આવ્યા.
12
હવે શહેરના દરવાજા પાસે તે આવ્યા, ત્યારે, જુઓ, તેઓ એક મૂએલા માણસને બહાર લઈ જતા હતા; અને તે તેની માનો એકનો એક દીકરો હતો, તે તો વિધવા હતી. અને શહેરના ઘણા લોકો તેની સાથે હતા.
13
વિધવાને જોઈને પ્રભુને તેના પર કરુણા આવી, અને તેમણે તેને કહ્યું, “રડ નહિ.”
14
તે પાસે આવીને ઠાઠડીને અડક્યા; એટલે ખાંધિયા ઊભા રહ્યા. તેમણે કહ્યું, “જુવાન, હું તને કહું છું કે, ઊઠ.”
15
ત્યારે જે મૂએલો હતો તે બેઠો થયો, અને બોલવા લાગ્યો. તેમણે તેને તેની માને સોંપ્યો.
16
એથી સર્વને ભય લાગ્યું; અને તેઓએ ઈશ્વરની સ્તુતિ કરીને કહ્યું, “એક મોટો પ્રબોધક આપણામાં ઊભો થયો છે, અને ઈશ્વરે પોતાના લોકો પર રહેમનજર કરી છે.”
17
તેમના સંબંધીની આ વાત આખા યહૂદિયામાં તથા આસપાસના બધા પ્રદેશમાં ફેલાઈ ગઈ.
18
યોહાનના શિષ્યોએ એ સર્વ વાતો તેને કહી જણાવી.
19
ત્યારે યોહાને પોતાના શિષ્યોમાંના બેને પાસે બોલાવીને તેઓને પ્રભુની પાસે મોકલીને તેને પૂછાવ્યું, “જે આવનાર છે તે શું તમે જ છો કે, અમે બીજાની રાહ જોઈએ?”
20
તે માણસોએ તેમની પાસે આવીને તેમને પૂછ્યું, “બાપ્તિસ્ત યોહાને તમારી પાસે અમને એવું પૂછવા મોકલ્યા છે કે, જે આવનાર છે તે શું તમે જ છો કે, અમે બીજાની રાહ જોઈએ?”
21
તે જ સમયે તેમણે [જુદા જુદા પ્રકારના] રોગથી તથા પીડાથી તથા ભૂંડા આત્માઓથી [પીડાતા] ઘણાઓને સાજા કર્યા, અને ઘણા આંધળાને દેખતા કર્યા.
22
તેમણે તેઓને કહ્યું, “તમે જે જે જોયું તથા સાંભળ્યું તે જઈને યોહાનને કહી સંભળાવો, એટલે આંધળા દેખતા થાય છે, લૂલા ચાલતા થાય છે, રક્તપિત્તીઓને શુદ્ધ કરવામાં આવે છે, બહેરા સાંભળતા થાય છે, મૂએલાઓને ઉઠાડવામાં આવે છે, દરિદ્રીઓને સુવાર્તા પ્રગટ કરવામાં આવે છે.
23
અને જે કોઈ મારા સંબંધી ઠોકર નહિ ખાશે તેને ધન્ય છે.”
24
યોહાનના સંદેશિયા ગયા પછી તે લોકોને યોહાન સંબંધી પૂછવા લાગ્યા, “તમે રાનમાં શું જોવા ગયા હતા? શું પવનથી હાલતા બરુને?
25
તો તમે શું જોવા ગયા હતા? શું મુલાયમ વસ્ત્રો પહેરેલા માણસને? જુઓ, જેઓ ભપકાદાર વસ્ત્રો પહેરે છે તથા એશઆરામ ભોગવે છે, તેઓ તો રાજદરબારમાં હોય છે.
26
તો પછી તમે શું જોવા ગયા હતા? શું પ્રબોધકને? હું તમને કહું છું કે, હા પ્રબોધકના કરતાં જે ઘણો મહાન, તેને.
27
એના સંબંધી એમ લખેલું છે, ’ ‘જો, હું મારા દૂતને તારી આગળ મોકલું છું કે, જે તારી આગળ તારો માર્ગ તૈયાર કરશે.’
28
હું તમને કહું છું કે, સ્ત્રીઓથી જેઓ જન્મ્યા છે, તેઓમાં યોહાન કરતાં કોઈ મોટો થયો નથી. તોપણ ઈશ્વરના રાજ્યમાં જે માત્ર નાનો છે, તે તેના કરતાં મોટો છે.”
29
એ સાંભળીને સર્વ લોકો તથા જકાતદારો જેઓ યોહાનના બાપ્તિસ્માથી બાપ્તિસ્મા પામ્યા હતા, તેઓએ “ઈશ્વર સાચા છે” એમ કબૂલ કર્યું.
30
પણ ફરોશીઓ તથા પંડિતો તેનાથી બાપ્તિસ્મા પામ્યા ન હોતા, માટે તેઓને માટે ઈશ્વરનો જે ઇરાદો હતો તેને તેઓએ નિરર્થક કર્યો.
31
“આ પેઢીના માણસોને હું શાની ઉપમા આપું? તેઓ કોના જેવા છે?
32
તેઓ તો છોકરાંના જેવા છે કે, જેઓ ચૌટાઓમાં બેસીને એકબીજાને હાંક મારતાં કહે છે કે, ‘અમે તમારી આગળ વાંસળી વગાડી, પણ તમે નાચ્યાં નહિ; અમે વિલાપ કર્યો, પણ તમે રડ્યાં નહિ.’
33
કેમ કે યોહાન બાપ્તિસ્ત રોટલી ખાતો કે દ્રાક્ષારસ પીતો આવ્યો નથી; અને તમે કહો છો કે તેને દુષ્ટાત્મા વળગ્યો છે.
34
માણસનો દીકરો ખાતો પીતો આવ્યો છે અને તમે કહો છો કે, ‘જુઓ, ખાઉધરો ને દારૂબાજ માણસ, જકાતદારોનો તથા પાપીઓનો મિત્ર!’
35
પરંતુ જ્ઞાન પોતાનાં સર્વ છોકરાંથી સાચું મનાય છે.”
36
કોઈક ફરોશીએ પોતાની સાથે જમવા માટે તેમને વિનંતી કરી, ફરોશીના ઘરમાં જઈને તે જમવા બેઠા.
37
ત્યારે જુઓ, એ શહેરમાં એક પાપી સ્ત્રી હતી. તેણે જ્યારે જાણ્યું કે ફરોશીના ઘરમાં તે જમવા બેઠા છે. ત્યારે અત્તરની સંગેમરમરની એક ડબ્બી લાવીને,
38
તે તેમના પગ પાસે રડતી રડતી પછવાડે ઊભી રહી, અને પોતાનાં આંસુઓથી તેમના પગ પલાળવા તથા પોતાના ચોટલાથી લૂછવા લાગી, તેણે તેમના પગને ચૂમ્યા, અને તેમને અત્તર ચોળ્યું.
39
તે જોઈને જે ફરોશીએ તેમને નોતર્યા હતા તે વિચાર કરવા લાગ્યો, “જો આ માણસ પ્રબોધક હોત, તો આ જે સ્ત્રી તેને અડકે છે, તે કોણ ને કેવી છે, તે તે જાણત, એટલે કે તે પાપી છે.”
40
ઈસુએ તેને કહ્યું, “સિમોન, મારે તને કંઈક કહેવું છે.” તેણે તેમને કહ્યું, “ઉપદેશક, કહો.”
41
[ઈસુએ કહ્યું,] “એક લેણદારને બે દેવાદાર હતા. એકને પાંચસો દીનારનું દેવું, અને બીજાને પચાસનું હતું.
42
જ્યારે તેઓની પાસે વાળી આપવાનું કંઈ નહોતું, ત્યારે તેણે બન્નેને માફ કર્યું. તો તેના પર તેઓમાંનો કોણ વિશેષ પ્રેમ રાખશે?”
43
સિમોને ઉત્તર આપ્યો, “મને લાગે છે કે જેને તેણે વિશેષ માફ કર્યું તે.” તેમણે કહ્યું, “તેં વાજબી નિર્ણય કર્યો.”
44
પછી તેમણે પેલી સ્ત્રી તરફ મોં ફેરવીને સિમોનને કહ્યું, “આ સ્ત્રીને તું જુએ છે? હું તારે ઘેર આવ્યો ત્યારે મારા પગ [ધોવા] ને માટે તેં મને પાણી આપ્યું નહિ; પણ એણે મારા પગ આંસુથી પલાળીને તેમને પોતાના ચોટલાથી લૂછયા છે.
45
તેં મને ચુંબન કર્યું નહિ; પણ હું અંદર આવ્યો ત્યારથી એ મારા પગને ચુંબન કર્યા કરે છે.
46
તેં મારે માથે તેલ ચોળ્યું નહિ; પણ એણે મારા પગે અત્તર ચોળ્યું છે.
47
માટે હું તને કહું છું કે, એનાં પાપ ઘણાં છે તે તેને માફ થયાં છે. કેમ કે એણે ઘણો પ્રેમ રાખ્યો; પણ જેને થોડું માફ થયું છે તે થોડો પ્રેમ રાખે છે.”
48
ત્યાર પછી તેમણે એ સ્ત્રીને કહ્યું, “તારાં પાપ માફ થયાં છે.”
49
તેમની સાથે જેઓ જમવા બેઠા હતા, તેઓ વિચાર કરવા લાગ્યા કે, “એ કોણ છે કે જે પાપને પણ માફ કરે છે?”
50
પછી તેમણે તે સ્ત્રીને કહ્યું, “તારા વિશ્વાસે તને બચાવી છે; શાંતિથી જા.”
← Chapter 6
Jump to:
Chapter 1
Chapter 2
Chapter 3
Chapter 4
Chapter 5
Chapter 6
Chapter 7
Chapter 8
Chapter 9
Chapter 10
Chapter 11
Chapter 12
Chapter 13
Chapter 14
Chapter 15
Chapter 16
Chapter 17
Chapter 18
Chapter 19
Chapter 20
Chapter 21
Chapter 22
Chapter 23
Chapter 24
Chapter 8 →
All chapters:
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24